|
| 1 |
|
| આમ, ઈશ્વરે આકાશ તથા પૃથ્વી અને સમસ્ત સૃષ્ટિનું સર્જન કાર્ય પૂર્ણ કર્યું. |
|
| 2 |
|
| સાતમા દિવસ સુધીમાં તેમણે પોતાનું કાર્ય પૂર્ણ કર્યું અને સાતમે દિવસે તેમણે પોતાનાં સર્વ કામોથી વિશ્રામ લીધો. |
|
| 3 |
|
| ઈશ્વરે સાતમા દિવસને આશિષ આપી અને તેને પવિત્ર દિવસ તરીકે અલગ કર્યો; કારણ, તે દિવસે ઈશ્વરે પોતાનું સર્જનકાર્ય પૂર્ણ કરીને આરામ લીધો. |
|
| 4 |
|
| આકાશ તથા પૃથ્વીના સર્જનનું આ વર્ણન છે. પ્રભુ પરમેશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં. |
|
| 5 |
|
| ત્યારે પૃથ્વી પર ખેતરનો કોઈ છોડ કે કોઈ શાકભાજી ઊગ્યાં નહોતાં. કારણ, ઈશ્વરે પૃથ્વી પર વરસાદ વરસાવ્યો નહોતો અને જમીન ખેડનાર પણ કોઈ નહોતું. |
|
| 6 |
|
| પણ ધરતીમાંથી ઝરણાં ફૂટી નીકળ્યાં અને તેમણે ભૂમિના ઉપલા આખા પડને ભીનું કરી દીધું. |
|
| 7 |
|
| પ્રભુ પરમેશ્વરે ભૂમિની માટીમાંથી માણસ બનાવ્યો. તેમણે તેનાં નસકોરાંમાં જીવનદાયક શ્વાસ ફૂંક્યો એટલે માણસ જીવંત પ્રાણી બન્યો. |
|
| 8 |
|
| પ્રભુ પરમેશ્વરે પૂર્વ તરફ એદનમાં એક બાગ બનાવ્યો અને તેમાં પોતે બનાવેલા માણસને રાખ્યો. |
|
| 9 |
|
| તેમણે ભૂમિમાંથી સર્વ પ્રકારનાં સુંદર અને સારાં ફળ આપનાર વૃક્ષ ઉગાવ્યાં. બાગની વચમાં જીવનદાયક વૃક્ષ તેમજ ભલાભૂંડાનું જ્ઞાન આપનાર વૃક્ષ પણ ઉગાવ્યાં. |
|
| 10 |
|
| બાગમાં પાણી સિંચવા માટે એદનમાંથી એક નદી વહેતી હતી અને ત્યાં જ તેના ફાંટા પડી જઈ ચાર નદીઓ બનતી હતી. |
|
| 11 |
|
| પહેલી નદીનું નામ પિશોન છે; તે આખા હવીલા પ્રદેશની ફરતે વહે છે. |
|
| 12 |
|
| એ પ્રદેશમાં ઉત્તમ પ્રકારનું સોનું તેમજ અમૂલ્ય એવા પન્ના તથા અકીકના પથ્થરો મળે છે. |
|
| 13 |
|
| બીજી નદીનું નામ ગિહોન છે; તે આખા ઈથિયોપિયા દેશની ફરતે વહે છે. |
|
| 14 |
|
| ત્રીજી નદી તૈગ્રિસ છે; તે આશ્શૂર દેશની પૂર્વ તરફ વહે છે. ચોથી નદીનું નામ યુફ્રેટિસ છે. |
|
| 15 |
|
| પ્રભુ પરમેશ્વરે એદન બાગમાં ખેડકામ કરવા અને તેનું રક્ષણ કરવા તેમાં તે માણસને રાખ્યો. |
|
| 16 |
|
| તેમણે માણસને આજ્ઞા આપી: “બાગમાંના પ્રત્યેક વૃક્ષનું ફળ તું ખાઈ શકે છે, |
|
| 17 |
|
| પણ ભલાભૂંડાનું જ્ઞાન આપનાર વૃક્ષનું ફળ તારે ખાવું નહિ; કારણ, જે દિવસે તું તે ખાશે તે જ દિવસે તું નક્કી મરણ પામશે.” |
|
| 18 |
|
| પછી પ્રભુ પરમેશ્વર બોલ્યા, “માણસ એકલો રહે તે સારું નથી. હું તેને માટે યોગ્ય સહાયકારી બનાવીશ.” |
|
| 19 |
|
| એટલે તેમણે માટીમાંથી પૃથ્વી પરનાં બધાં પ્રાણીઓ અને આકાશનાં પક્ષીઓ ઉપજાવ્યાં અને એ માણસ તેમનાં શું નામ પાડશે તે જોવા તેમને તેની પાસે લાવ્યા. |
|
| 20 |
|
| માણસે સર્વ પાલતુ પ્રાણીઓ, આકાશનાં પક્ષીઓ અને વન્ય પશુઓનાં નામ પાડયાં; પરંતુ તેને માટે યોગ્ય એવી સહાયકારી મળી નહિ. |
|
| 21 |
|
| પછી પ્રભુ પરમેશ્વરે માણસને ભરઊંઘમાં નાખ્યો અને જ્યારે તે ઊંઘતો હતો ત્યારે તેની એક પાંસળી લીધી અને તેની જગ્યાએ માંસ ભર્યું. |
|
| 22 |
|
| તેમણે માણસમાંથી લીધેલી પાંસળીમાંથી એક સ્ત્રી બનાવી. પ્રભુ પરમેશ્વર તેને તે માણસ પાસે લાવ્યા. |
|
| 23 |
|
| ત્યારે માણસ બોલી ઊઠયો: “અરે, આ તો મારા હાડકામાંનું હાડકું છે અને મારા માંસમાંનું માંસ છે. તે નારી કહેવાશે; કારણ, તે નરમાંથી લીધેલી છે.” |
|
| 24 |
|
| આ જ કારણથી પુરુષ પોતાનાં માતપિતાને છોડીને પોતાની પત્નીને વળગી રહે છે અને તેઓ બન્ને એક દેહ બને છે. |
|
| 25 |
|
| એ પુરુષ અને સ્ત્રી બન્ને નગ્ન હતાં, પણ તેઓ શરમાતાં નહોતાં. |
|
|
|
|