ત્યાં શાઉલના કુટુંબનો સીબા નામે એક ચાકર હતો. તેઓ તેને દાઉદ પાસે બોલાવી લાવ્યા. રાજાએ તેને કહ્યું કે, "શું તું સીબા છે?" તેણે કહ્યું કે, "હા. હું તમારો દાસ છું."
તેથી રાજાએ કહ્યું કે, "શાઉલના કુટુંબનું હજી કોઈ રહ્યું છે કે જેઓનાં પર હું ઈશ્વરની દયા દર્શાવું?" સીબાએ રાજાને કહ્યું કે, "યોનાથાનનો એક દીકરો મફીબોશેથ હયાત છે, જે પગે અપંગ છે."
તેથી શાઉલના દીકરા યોનાથાનના દીકરા મફીબોશેથે દાઉદ પાસે આવીને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. દાઉદે કહ્યું, "મફીબોશેથ." તેણે ઉત્તર આપ્યો કે, "જુઓ હું તમારો ચાકર છું!"
તારે, તારા દીકરાઓએ તથા તારા દાસોએ તે ભૂમિ ખેડવી અને તેની ફસલનો પાક તારે લાવવો કે તારા માલિકના દીકરાનું ગુજરાન ચાલે. પણ તારા યોનાથાનનો દીકરો મફીબોશેથ તો હંમેશાં મારી મેજ પર ભોજન કરશે." સીબાને પંદર દીકરા તથા વીસ ચાકરો હતા.
ત્યારે સીબાએ રાજાને કહ્યું, "મારા માલિક રાજાએ મને જે સર્વ આજ્ઞાઓ આપી છે તે પ્રમાણે હું તારો દાસ વર્તીશ." રાજાએ કહ્યું, "મફીબોશેથ રાજાઓના દીકરા સમાન મારી મેજ પર જમશે."