પવિત્ર બાઈબલ 2003
|
| 1 |
| પછી અયૂબે ઉત્તર આપ્યો અને કહ્યું કે: |
| 2 |
| “હા, તમે ખૂબ પ્રોત્સાહન આપનારા છો અને તમે મારા દુર્બળ હાથને મજબૂત બનાવ્યા છે. બિલ્દાદ, સોફાર અને અલીફાઝ, તમે આ થાકેલા, પજવાયેલા માણસને ખુબ મદદ કર્તા રહ્યાં છો! |
| 3 |
| હા, તમે શાણપણ વગરના આ માણસને અદભૂત શિખામણ આપી! તમે ખરેખર દેખાડ્યું, તમે કેવા જ્ઞાની છો! |
| 4 |
| તમે કોની મદદથી બોલો છો? તમને કોના આત્માએ પ્રેરણા આપી છે?” |
| 5 |
| “પૃથ્વી તળે તથા પાણીમાં તે મરેલાઓના આત્મા ભયથી ધૂજે છે. |
| 6 |
| દેવની સમક્ષ શેઓલ ઉઘાડું છે, અને વિનાશને કોઇ ઢાંકણ નથી. |
| 7 |
| દેવ ઉત્તરને ખાલી આકાશમાં ફેલાવે છે અને પૃથ્વીને શૂન્યાવકાશ પર લટકાવી છે. |
| 8 |
| એમણે ગાઢ વાદળામાં પાણી ભર્યું છે અને છતાં પાણીના ભારથી વાદળ ફૂંટતા નથી. |
| 9 |
| દેવ આખા રાજ્યાસનને ઢાંકી દે છે. તે તેના પર વાદળાંઓ પાથરી અને સંતાડી દે છે. |
| 10 |
| દેવે સમુદ્ર પર જે જગ્યાએ પ્રકાશ અને અંધકાર મળે છે, ગોળાકાર જેવી ક્ષિતિજ અંકિત કરી. |
| 11 |
| જ્યારે દેવ તેઓને ડરાવે છે, આકાશના આધારસ્તંભો હાલવા લાગે છે. |
| 12 |
| દેવની શકિત સમુદ્રને શાંત કરે છે. પોતાના ડહાપણથી તેણે રહાબનો નાશ કર્યો છે. |
| 13 |
| એમના શ્વાસથી આકાશ સ્વચ્છ રહે છે, એમણે એમના બળથી ભાગી જતાં સાપને હણ્યો છે. |
| 14 |
| આ તો માત્ર થોડીકજ અદભૂત ચીજો દેવ કરે છે. આપણે તો માત્ર દેવનો મંદ ગણગણાટ જ સાંભળીએ છીએ. કોઇ ખરેખર જાણી શકતું નથી કે દેવ કેવા મહાન અને શકિતશાળી છે.” |
| નોંધો સાચવો |
https://beblia.bible:81/BibleAudio/gujarati/job/026.mp3
42
26