પવિત્ર બાઇબલ C.L. 2016
|
| 1 |
| એલીહૂએ સંવાદ જારી રાખતાં કહ્યું, |
| 2 |
| “યોબ, તું કહે છે, ‘પાપ ન કરવાથી મને શો લાભ થયો? જો મેં પાપ કર્યું હોત તો મારી જે દશા થાત તેનાં કરતાં મારી અત્યારની દશા કઈ રીતે વિશેષ સારી છે?’ પણ તારી એ વિચારસરણી વાજબી છે? શું તું એમ ધારે છે કે તું ઈશ્વર કરતાં વધારે ન્યાયી છે? |
| 3 |
| 4 |
| હું તને અને તારા મિત્રોને એનો જવાબ આપીશ. |
| 5 |
| નજર ઊંચી કરીને આકાશ તરફ જો; તારી ઉપરનાં વાદળો કેટલાં બધાં ઊંચાં છે! |
| 6 |
| જો તેં પાપ કર્યું હોય તો તું ઈશ્વરને શું નુક્સાન કરી શક્યો છે? વારંવાર અપરાધ કરીને તું એમનું શું બગાડવાનો છે? |
| 7 |
| જો તું નેક હો તો તેથી ઈશ્વરને શો લાભ? અથવા તારા હાથથી તેમને શું પ્રાપ્ત થાય છે? |
| 8 |
| તારી દુષ્ટતાથી તારા સાથી માનવને નુક્સાન થાય છે, અને તારા સદાચારથી તેને લાભ મળે છે. |
| 9 |
| જુલમ વધી જવાને લીધે લોકો બૂમો પાડે છે, અને બળવાનોના જુલમને લીધે મદદ માટે પોકાર કરે છે. |
| 10 |
| પરંતુ તેમાંથી કોઈ એમ કહેતું નથી કે, ‘મારા સર્જક ઈશ્વર ક્યાં છે?’ તે તો રાત્રે આનંદનાં ગીત ગવડાવે છે. |
| 11 |
| તે પૃથ્વીનાં પ્રાણીઓ કરતાં આપણને વધારે શીખવે છે, અને આકાશનાં પંખીઓ કરતાં આપણને વધારે શાણા બનાવે છે.’ |
| 12 |
| કેટલાક લોકો બૂમો પાડે છે પણ ઈશ્વર સાંભળતા નથી, કારણ, તેઓ અહંકારી અને દુષ્ટ છે. |
| 13 |
| સાચે જ ઈશ્વર દંભીઓની બૂમ સાંભળતા નથી અને સર્વસમર્થ તે પર લક્ષ આપતા નથી. |
| 14 |
| યોબ, તું તો એમ કહે છે કે ‘હું ઈશ્વરને જોઈ શક્તો નથી;’ તો પછી તારો દાવો તેમની સમક્ષ છે અને તું તેમની વાટ જુએ છે, એવું કેવી રીતે બની શકે? |
| 15 |
| પણ ઈશ્વર પોતાના ક્રોધમાં શિક્ષા કરતા નથી, અને અપરાધને લેખવતા નથી, |
| 16 |
| તેથી યોબ પોતાને મોઢે નિરર્થક વાતો કરે છે, અને જ્ઞાન વિના બકવાસ કરે છે!” |
| નોંધો સાચવો |
https://beblia.bible:81/BibleAudio/gujarati2016/job/035.mp3
42
35