પવિત્ર બાઈબલ 2003
|
| 1 |
| દુષ્ટ લોકોની સલાહ જેઓ સ્વીકારતાં નથી, પાપીઓનાં માર્ગમાં જેઓ ઉભા રહેતા નથી, દેવની હાંસી ઉડાવનારા સાથે બેસતા નથી, તેઓ સાચેજ સુખી છે, તેઓને ધન્ય છે. |
| 2 |
| યહોવાના નિયમશાસ્ત્રથી તેઓ આનંદ માણે છે, રાત દિવસ યહોવાનાં વચનોનું જે મનન કરે છે; અને યહોવામય જીવન જીવવાં વિચાર્યા કરે છે, |
| 3 |
| તેઓ નદી કિનારે રોપાયેલાં વૃક્ષો જેવા છે, એ વૃક્ષો ઋતુ પ્રમાણે ઉત્તમ ફળો આપે છે; તેઓનાં પાંદડા કદી કરમાતાં નથી. તેઓ જે કાઇ કામ કરે છે, તેમાં સફળ થાય છે. |
| 4 |
| પણ દુષ્ટો એવા નથી હોતા, તેઓની વાત જુદી છે. તેઓ ખરેખર પવનમાં ઉડતાં ફોતરાં જેવા છે. |
| 5 |
| તેથી દુષ્ટો ન્યાયાસન આગળ ટકશે નહિ; ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહિ. |
| 6 |
| યહોવા ન્યાયીઓની સંભાળ રાખે છે; પરંતુ તે દુષ્ટ લોકોનો વિનાશ કરે છે. |
| નોંધો સાચવો |
https://beblia.bible:81/BibleAudio/gujarati/psalms/001.mp3
150
1