ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી 2019
|
| 1 |
| ઇઝરાયલ કહો કે, "તેઓએ મારી યુવાવસ્થાથી મને બહુ દુઃખ આપ્યું છે." |
| 2 |
| "મારી યુવાવસ્થાથી તેઓએ મને બહુ જ દુઃખ આપ્યું છે, તેમ છતાં તેઓ મને હરાવી શક્યા નહિ. |
| 3 |
| મારી પીઠ પર હળ ખેડનારાઓએ હળ ચલાવ્યું છે; તેઓએ લાંબા અને ઊંડા કાપા પાડ્યા છે. |
| 4 |
| યહોવાહ ન્યાયી છે; દુષ્ટોએ બાંધેલાં બંધનો તેમણે તોડ્યાં છે." |
| 5 |
| સિયોનને ધિક્કારનારા બધા અપમાનિત થાઓ અને પાછા ફરો. |
| 6 |
| તેઓ ધાબા પરના ઘાસના જેવા થાઓ કે તે ઊગે તે પહેલાં કરમાઈ જાય, |
| 7 |
| જેથી કાપનાર પોતાનો હાથ અને પૂળા બાંધનાર પોતાની બાથ ભરી શકતો નથી. |
| 8 |
| તેઓની પાસેથી જનારા એવું કહેતા નથી કે, "યહોવાહનો આશીર્વાદ તમારા પર હો; યહોવાહના નામે અમે તમને આશીર્વાદ આપીએ છીએ." |
| નોંધો સાચવો |
https://beblia.bible:81/BibleAudio/gujarati2017/psalms/129.mp3
150
129