પવિત્ર બાઈબલ 2003
|
| 1 |
| હે યહોવા, મારી રક્ષા કરો, કારણ કે હું તમને આધીન છુ. |
| 2 |
| મે યહોવાને કહ્યુ છે, “તમે મારા માલિક છો. મારી પાસે જે બધું સારું છે તે ફકત તમારી પાસેથી જ આવ્યું છે.” |
| 3 |
| પૃથ્વી પર યહોવાથી ડરનારા સંતો ઉત્તમ છે, “એવાં સ્રી પુરુષના સંગમાંજ મને આનંદ મળે છે.” |
| 4 |
| જેઓ યહોવાને બદલે બીજા દેવોની પૂજા કરવા દોડે છે તે સર્વ દુ:ખના દરિયામાં ડૂબી જશે. હું તેઓની મૂર્તિ પર ચડાવાતા લોહીના પેયાર્પણમાં જોડાઇશ નહિ. હું તેમના દેવોના નામ કદી પણ ઉચ્ચારીશ નહિ. |
| 5 |
| યહોવા, તમે મારા વારસાનો તથા મારા પ્યાલાનો ભાગ છો. હે યહોવા, તમે મને સહાય કરો! તમે મને મારો ભાગ આપો! |
| 6 |
| આનંદદાયક સ્થાનમાં મારા સુશોભિત વારસાનો ભાગ મને મળ્યો છે. |
| 7 |
| મને બોધ આપવા માટે હું યહોવાની પ્રશંસા કરું છું. રોજ રાત્રે તે મને જ્ઞાન આપે છે અને મારે શું કરવું તે મને જણાવે છે. |
| 8 |
| મેં યહોવાને સદા મારી સામે રાખ્યા છે તેથી મને કદી પડવાનો કે ઠોકર ખાવાનો ડર નથી. હું તેમના જમણા હાથ પાસે જ છું, ત્યાંથી મને કોઇ ખસેડી શકે તેમ નથી. |
| 9 |
| તેથી મારું હૃદય ભરપૂર આનંદમાં છે. અને મારો આત્મા પણ ખુશ છે; તેથી મારું શરીર સુરક્ષિત રહેશે. |
| 10 |
| કારણ, તમે મારો આત્મા, શેઓલને સોંપશો નહિ. તમે તમારા ભકતોને કબરમાં જવા દેશો નહિ. |
| 11 |
| તમે પોતેજ મને જણાવો છો, જીવનમાં ક્યા માર્ગે મારે જવું. તમારી હાજરીથી સંપૂર્ણ આનંદ છે. તમારી જમણી બાજુએ અનંતકાલીન અને અસીમ સુખો છે. |
| નોંધો સાચવો |
https://beblia.bible:81/BibleAudio/gujarati/psalms/016.mp3
150
16