પવિત્ર બાઇબલ C.L. 2016
|
| 1 |
| રાષ્ટ્રો બળવાનું આયોજન કેમ કરે છે? પ્રજાઓ વ્યર્થ કાવતરાં કેમ ઘડે છે? |
| 2 |
| તેમના રાજાઓ સજ્જ થયા છે; તેમના શાસકો સાથે મળીને પ્રભુ અને તેમના અભિષિક્ત રાજાની વિરુદ્ધ પ્રપંચ કરે છે. |
| 3 |
| તેઓ કહે છે, “ચાલો, આપણે તેમની જંજીરોને તોડી નાખીએ, તેમની ધૂંસરીનાં બંધન ફગાવી દઈએ.” |
| 4 |
| સ્વર્ગમાં બિરાજમાન પ્રભુ હસે છે, પ્રભુ તેમની હાંસી ઉડાવે છે. |
| 5 |
| પછી રોષમાં તે તેમને ધમકી આપે છે; પોતાના પ્રકોપથી તે તેમને આતંક પમાડે છે. |
| 6 |
| પ્રભુ કહે છે, “મારા પવિત્ર પર્વત સિયોનમાં મેં મારા રાજાનો રાજ્યાભિષેક કર્યો છે.” |
| 7 |
| રાજા કહે છે, “હું પ્રભુના ઢંઢેરાની ઘોષણા કરીશ, તેમણે મને કહ્યું, ‘તું મારો પુત્ર છે, આજે હું તારો પિતા બન્યો છું. |
| 8 |
| માગ, અને હું તને બધાં વિદેશી રાષ્ટ્રો વારસામાં આપીશ, અને સમગ્ર પૃથ્વી તારી થશે. |
| 9 |
| તું તેમને લોહદંડથી ખંડિત કરીશ, અને માટીના પાત્રની જેમ તેમના ચૂરેચૂરા કરીશ.” |
| 10 |
| તેથી હે રાજાઓ, સમજુ બનો, પૃથ્વીના શાસકો ચેતી જાઓ. |
| 11 |
| આદરયુક્ત ભયથી પ્રભુની આરાધના કરો. |
| 12 |
| ધ્રૂજતાં ધ્રૂજતાં તેમનાં ચરણ ચૂમો; રખેને તે તમારા પર કોપાયમાન થાય અને તત્કાળ તમારો વિનાશ થાય; કેમ કે તેમનો કોપ જલદી સળગી ઊઠે છે. પ્રભુને શરણે જનારાઓને ધન્ય છે! |
| નોંધો સાચવો |
https://beblia.bible:81/BibleAudio/gujarati2016/psalms/002.mp3
150
2