પવિત્ર બાઇબલ C.L. 2016
|
| 1 |
| (સંગીત સંચાલક માટે સૂચના: તંતુ વાદ્ય સાથે ગાવાનું દાવિદનું ગીત) હે ઈશ્વર, મારા સમર્થક, હું પોકારું ત્યારે મને ઉત્તર આપો. હું ભીંસમાં આવી પડયો ત્યારે તમે મને તેમાંથી મુક્ત કર્યો, હવે મારા પર દયા કરો અને મારી પ્રાર્થના સાંભળો. |
| 2 |
| હે માણસો, ક્યાં સુધી તમે મારા ગૌરવને કલંક લગાડશો? ક્યાં સુધી તમે વ્યર્થતાને ચાહશો અને જૂઠાણાંની પાછળ ભટકશો? (સેલાહ) |
| 3 |
| યાદ રાખો કે પ્રભુ તેમને સમર્પિત થયેલા લોકની પડખે છે, અને હું પોકારું ત્યારે તે સાંભળે છે. |
| 4 |
| ભયભીત થાઓ, પાપ કરતાં અટકો, તમારી પથારી પર શાંતિથી સુતા હો ત્યારે તમારા મનમાં ઊંડો વિચાર કરો. (સેલાહ) |
| 5 |
| યોગ્ય બલિદાનોનું અર્પણ ચડાવો અને પ્રભુ પર ભરોસો રાખો. |
| 6 |
| ઘણા માણસો આવી પ્રાર્થના કરે છે: “હે પ્રભુ, અમને અઢળક આશિષ આપો, હે પ્રભુ, અમારા પર તમારા માયાળુ મુખનો પ્રકાશ પાડો.” |
| 7 |
| ધાન્ય અને દ્રાક્ષાસવની વિપુલતાથી માણસોને જે આનંદ મળે, તે કરતાં અધિક આનંદ તમે મારા હૃદયમાં મૂક્યો છે. |
| 8 |
| હું પથારીમાં પડું છું અને શાંતિપૂર્વક ઊંઘી જાઉં છું, કારણ, હે પ્રભુ, એકલા તમે જ મને સલામત રાખો છો. |
| નોંધો સાચવો |
https://beblia.bible:81/BibleAudio/gujarati2016/psalms/004.mp3
150
4