ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી 2019
|
| 1 |
| હે ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ; અમે તમારો આભાર માનીએ છીએ, કેમ કે તમે તમારી હાજરીને પ્રગટ કરો છો; લોકો તમારાં આશ્ચર્યકારક કામો પ્રગટ કરે છે. |
| 2 |
| પ્રસંગ આવશે ત્યારે હું તમારો યથાર્થ ન્યાય કરીશ. |
| 3 |
| જો કે પૃથ્વી તથા તેમાં રહેનારાં બધાં ક્ષય પામે, તો હું તેના સ્તંભો સ્થાપન કરીશ. સેલાહ |
| 4 |
| મેં ઘમંડીઓને કહ્યું, "અભિમાન કરશો નહિ" અને દુષ્ટોને કહ્યું, "શિંગ ઉઠાવશો નહિ. |
| 5 |
| તમારું શિંગ ઊંચું ન કરો; અભિમાન સાથે ન બોલો." |
| 6 |
| ઉન્નતિ દક્ષિણ કે પૂર્વ બાજુએથી આવતી નથી, ના તો અરણ્યમાંથી. |
| 7 |
| પણ ઈશ્વર ન્યાયાધીશ છે; તે એકને નીચે પાડી નાખે છે અને બીજાને ઊંચો કરે છે. |
| 8 |
| કેમ કે યહોવાહના હાથમાં રાતા દ્રાક્ષારસનો પ્યાલો છે, તે તેજાનાની મેળવણીથી ભરેલો છે તેમાંથી તે પીરસે છે. નિશ્ચે પૃથ્વીના દુષ્ટ લોકો નીચે પડી રહેલો છેલ્લો કૂચો ચૂસી જશે. |
| 9 |
| પણ હું તો સદાકાળ બીજાઓને તમારાં કર્યો વિષે કહીશ; હું યાકૂબના ઈશ્વરની સ્તુતિ ગાઈશ. |
| 10 |
| તે કહે છે કે, "હું દુષ્ટોનાં સર્વ શિંગ કાપી નાખીશ, પણ ન્યાયીઓનાં શિંગો ઊંચાં કરવામાં આવશે." |
|
| નોંધો સાચવો |
https://beblia.bible:81/BibleAudio/gujarati2017/psalms/075.mp3
150
75