પવિત્ર બાઇબલ C.L. 2016
|
| 1 |
| પ્રભુએ મોશેને કહ્યું, “ફેરો તથા ઇજિપ્ત ઉપર હું બીજી એક આફત લાવીશ અને તે પછી તે તમને અહીંથી જવા દેશે. તે તમને જવા દેશે ત્યારે તે તમને બધાંને હાંકી કાઢશે. |
| 2 |
| હવે તું મારા તરફથી લોકોને સૂચના આપ કે પ્રત્યેક પુરુષ પોતાના પડોશી પાસેથી અને પ્રત્યેક સ્ત્રી પોતાની પડોશણો પાસેથી સોનારૂપાનાં ઘરેણાં માગી લે.” |
| 3 |
| પ્રભુએ પોતાના લોકો પ્રત્યે ઇજિપ્તીઓ સદ્ભાવના દાખવે તેમ કર્યું. વળી, ઇજિપ્તમાં એટલે ફેરોના અમલદારોની અને લોકોની દૃષ્ટિમાં મોશે મહાન વ્યક્તિ ગણાયો. |
| 4 |
| મોશેએ કહ્યું, “પ્રભુ આ પ્રમાણે કહે છે: હું લગભગ મધરાતે ઇજિપ્તમાંથી પસાર થઈશ, |
| 5 |
| અને ઇજિપ્તમાંના સર્વ પ્રથમજનિતો, એટલે રાજ્યાસન પર બિરાજનાર ફેરોના પ્રથમજનિત રાજકુંવરથી માંડીને ઘંટીએ દળનાર દાસીના પ્રથમજનિત સુધી સૌ, તેમ જ પ્રાણીઓનાં પ્રથમ જન્મેલાં બધાં બચ્ચાં માર્યાં જશે. |
| 6 |
| ઇજિપ્તમાં અગાઉ કદી થયો ન હોય અને હવે પછી કદી થવાનો નથી એવો ભારે વિલાપ થઈ રહેશે. |
| 7 |
| પણ ઇઝરાયલી લોકો અથવા તેમના પશુ સામે કૂતરુંય ભસશે નહિ. તે પરથી તમે જાણશો કે હું પ્રભુ ઇજિપ્તીઓ અને ઇઝરાયલીઓ વચ્ચે ભેદ રાખું છું.” |
| 8 |
| મોશેએ કહ્યું, “આ તમારા બધા અમલદારો મારી આગળ આવીને નમી જઈને કહેશે, ‘તું તથા તને અનુસરનારા તારા સર્વ લોકો અહીંથી જતા રહો’ અને તે પછી જ હું જતો રહીશ.” પછી મોશે ક્રોધથી તપી જઈને ફેરો આગળથી ચાલ્યો ગયો. |
| 9 |
| ત્યારે પ્રભુએ મોશેને કહ્યું, “ઇજિપ્તમાં હું વધારે ચમત્કારો કરી શકું તે માટે ફેરો મારું માનશે જ નહિ.” |
| 10 |
| મોશે અને આરોને આ સર્વ ચમત્કારો ફેરો સમક્ષ કર્યા; પણ પ્રભુએ ફેરોનું હૃદય હઠીલું કર્યું, ને તેણે તેના દેશમાંથી ઇઝરાયલીઓને જવા દીધા નહિ. |
| નોંધો સાચવો |
https://beblia.bible:81/BibleAudio/gujarati2016/exodus/011.mp3
40
11