પવિત્ર બાઇબલ OV (GUOV) 2016
|
| 1 |
| “જો કોઈ માણસ કોઈ બળદ કે ઘેટું ચોરીને તેને કાપે અથવા તેને વેચી દે, તો તે એક બળદને બદલે પાંચ બળદ ને એક ઘેટાંને બદલે ચાર ઘેટાં આપે. |
| 2 |
| જો કોઈ ચોર ખાતર પાડતાં પકડાઈ જઈને એવો માર ખાય કે તે મરી જાય, તો તે ખૂન કર્યું ગણાય નહિ. |
| 3 |
| જો સૂર્ય ઊગ્યા પછી તેને [મારે] તો તેને ખૂનનો દોષ લાગે. ચોરેલા માલની નુકસાની [ચોર] ભરી આપે; અને જો તે છેક કંગાલ હોય, તો તેની ચોરીને લીધે તે વેચાઈ જાય. |
| 4 |
| જો ચોરેલી વસ્તુ તેના કબજામાં જીવતી મળી આવે, પછી તે બળદ હોય, કે ગધેડું હોય, કે ઘેટું હોય, તો તે બમણું ભરી આપે. |
| 5 |
| જો કોઈ માણસ કોઈ ખેતર કે દ્રાક્ષાવાડી ભેલાડી દે, એટલે તેમાં પોતાનું ઢોર છૂટું મૂકે ને તે બીજાનું ખેતર ચરી ખાય; તો તે પોતાના ખેતરની ઉત્તમ પેદાશમાંથી તથા પોતાની દ્રાક્ષાવાડીની ઉત્તમ ઊપજમાંથી સામાને નુકસાની ભરી આપે. |
| 6 |
| જો આગ સળગી ઊઠીને ઝાંખરાંને ઝડપે, ને તેથી કોઈના અનાજના ઓઘા, અથવા ઊભો પાક, અથવા ખેતર બળી જાય; તો આગ સળગાવનાર નક્કી નુકસાની ભરી આપે. |
| 7 |
| જો કોઈ માણસ પોતાના પડોશીને પૈસા કે મિલકત થાપણ રાખવાને સોપેં, ને તે માણસને ઘેરથી તે ચોરાઈ જાય; અને જો ચોર પકડાય, તો તે બમણું ભરી આપે. |
| 8 |
| ચોર ન પકડાય તો પોતે પોતાના પડોશીના માલ પર હાથ માર્યો છે કે નહિ [તેના નિર્ણય માટે] તે ધરધણી ન્યાયાધીશો આગળ રજૂ થાય. |
| 9 |
| બળદ વિષે કે ગધેડા વિષે કે ઘેટા વિષે કે વસ્ત્ર વિષે કે કોઈ ખોવાએલી વસ્તુ, જેના વિષે કોઈ એવું કહે કે આ તે જ વસ્તુ, જેના વિષે કોઈ એવું કહે કે આ તે જ વસ્તુ છે, તે વિષેના ગુનાની પ્રત્યેક બાબતમાં બન્ને પક્ષની તકરાર ન્યાયાધીશોની રૂબરૂ રજૂ થાય; અને ન્યાયાધીશો જેને ગુનેગાર ઠરાવે તે પોતાના પડોશીને બમણું ભરી આપે. |
| 10 |
| જો કોઈ માણસ પોતાના પડોશીને ત્યાં સાચવવા માટે ગધેડું કે બળદ કે ઘેટું કે કોઈપણ જાનવર સોંપે; અને તે મરી જાય કે તેને કંઈ નુકસઅન થાય, કે કોઈના ન દેખતાં કોઈ તેને હાંકી જાય; |
| 11 |
| તો તે બન્ને માણસ યહોવાના સમ ખાય, કે મેં મારા પડોશીની વસ્તુને હાથ અડકાડયો નથી; એટલે તેનો માલિક તે કબૂલ રાખે, ને પડોશી નુકસાની ભરી આપે નહિ. |
| 12 |
| પણ જો તે તેની પાસેથી ચોરાઈ જાય, તો તે તેના માલિકને તેની નુકસાની ભરી આપે. |
| 13 |
| જો તેને ફાડી ખાવામાં આવ્યું હોય તો તે તેને પુરાવા તરીકે રજૂ કરે; ફાડી નંખાયેલાને માટે તે નુકસાની ભરી આપે નહિ. |
| 14 |
| અને જો કોઈ માણસ પોતાના પડોશીની પાસેથી કંઈ માગી લે, ને તેનો માલિક તેની સાથે ન હોય એટલામાં તેને નુકસાન થાય અથવા તે મરી જાય, તો તે નક્કી નુકસાની ભરી આપે. |
| 15 |
| જો તેનો માલિક તેની સાથે હોય, તો તે નુકસાની ભરી આપે નહિ. જો તે ભાડે લાવવામાં આવ્યું હોય, તો ભાડામાં તે વળી ગયું [સમજવું]. |
| 16 |
| અને જો કોઈ માણસ સગાઈ કર્યા વગરની કુમારિકાને લલચાવીને તેની સાથે કુકર્મ કરે, તો તે તેને પલ્લું આપીને પરણે. |
| 17 |
| જો તેનો પિતા તેને તેની સાથે પરણાવવાને ઇનકાર કરે, તો કુમારિકાના પલ્લા પ્રમાણે તે પૈસા ભરી આપે. |
| 18 |
| તું જાદુગરેણને જીવતી રહેવા ન દે. |
| 19 |
| જાનવરની સાથે જે કોઈ કુકર્મ કરે તે નક્કી માર્યો જાય. |
| 20 |
| એકલા યહોવા વિના બીજા કોઈ દેવને યજ્ઞ કરનારાનો પૂરો સંહાર કરાય. |
| 21 |
| અને તું પરદેશીને હેરાન ન કર, ને તેના પર જુલમ ન કર; કેમ કે તમે મિસર દેશમાં પરદેશી હતા. |
| 22 |
| તમે કોઈ વિધવાને કે અનાથ છોકરાને દુ:ખ ન દો. |
| 23 |
| જો તું તેઓને કોઈ પણ પ્રકારે દુ:ખ દે, ને જો તેઓ મને જરા પણ પોકારશે, તો હું નક્કી તેમનો પોકાર સાંભળીશ; |
| 24 |
| અને મારો ક્રોધ તપી ઊઠશે, ને હું તમને તરવારથી મારી નાખીશ. અને તમારી પત્નીઓ વિધવાઓ તથા તમારાં છોકરાં અનાથ થશે. |
| 25 |
| તારી સાથેના મારા લોકોમાંના કોઈ ગરીબને જો તું પૈસા ધીરે, તો તું તેની પ્રત્યે લેણદાર જેવો ન થા, ને તેને માથે તું વયાજ ન ચઢાવ. |
| 26 |
| જો તું કદી તારા પડોશીનું વસ્ત્ર ગીરો રાખે, તો સૂર્યાસ્ત થયા અગાઉ તે તેને પાછું આપવું; |
| 27 |
| કેમ કે તેને ઓઢવાનું તે એટલું એ જ છે, ને તે તેનું અંગ ઢાંકવાનું વસ્ત્ર છે, તે બીજું શું ઓઢીને સૂએ? અને તે મને પોકારશે તો એમ થશે કે હું તેનું સાંભળીશ; કેમ કે હું કૃપાળુ છું. |
| 28 |
| ન્યાયાધીશોની નિંદા ન કર, ને તારા લોકોના કોઈ અધિકારીને શાપ ન દે. |
| 29 |
| તારી ઊપજ તથા તારા દ્રાક્ષારસની પુષ્કળતામાંથી અર્પણ કરતાં ઢીલ ન કર. તારો જયેષ્ઠ પુત્ર મને આપ. |
| 30 |
| તારા બળદ તથા તારાં ઘેટાં વિષે પણ તું એમ જ કર. સાત દિવસ તે પોતાની માતાની સાથે રહે, આઠમે દિવસે તે તું મને આપ. |
| 31 |
| અને તમે મારા પવિત્ર માણસો થાઓ; માટે વનમાં જાનવરે ફાડી ખાધેલાંનું માંસ તમે ન ખાઓ; તે કૂતરાંને નાખી દો. |
|
| નોંધો સાચવો |
https://beblia.bible:81/BibleAudio/gujaratiguov/exodus/022.mp3
40
22