|
| 1 |
|
| મારા પુત્ર, જો તું મારા શિક્ષણનો અંગીકાર કરીશ, અને મારી આજ્ઞાઓ પ્રમાણે વર્તવાનું સદા યાદ રાખીશ; |
|
| 2 |
|
| જો તું જ્ઞાન પ્રત્યે લક્ષ આપીશ, અને વિવેકબુદ્ધિમાં તારું ચિત્ત પરોવીશ; |
|
| 3 |
|
| જો તું પારખશક્તિ માટે પોકારીને વિનંતી કરીશ, અને સમજણ માટે ઊંચે અવાજે આજીજી કરીશ; |
|
| 4 |
|
| જો તું સોનાચાંદીની જેમ તેની શોધ કરશે, અને છુપા ખજાનાની જેમ તેની ખોજ કરશે; |
|
| 5 |
|
| તો પ્રભુ પ્રત્યેનો આદરયુક્ત ડર એટલે શું તે તું સમજી શકીશ, અને ઈશ્વરનો પરિચય પામી શકીશ. |
|
| 6 |
|
| કારણ, પ્રભુ જ જ્ઞાન બક્ષે છે, અને તેમના મુખમાંથી વિદ્યા અને વિવેકબુદ્ધિ નીકળે છે. |
|
| 7 |
|
| સત્પંથે ચાલનારાઓને તે વ્યવહારિક જ્ઞાન પણ પૂરું પાડે છે, તે પ્રામાણિકજનો માટે ઢાલ સમુ બની તેમનું રક્ષણ કરે છે. |
|
| 8 |
|
| અન્ય પ્રત્યે નિષ્પક્ષ અને ન્યાયીવર્તન કરનારની તે રક્ષા કરે છે, અને પોતાના સંતોની ચોકી કરે છે. |
|
| 9 |
|
| જો તું મારું સાંભળશે તો તું નેકી અને ઇન્સાફને પારખી શકીશ અને તું સન્માર્ગે આગળ વધીશ. |
|
| 10 |
|
| જ્ઞાન તારા અંતરમાં ઊતરશે, અને વિદ્યા તારા પ્રાણને આનંદિત કરશે. |
|
| 11 |
|
| વિવેકબુદ્ધિ તારું રક્ષણ કરશે, અને પારખબુદ્ધિ તારી ચોકી કરશે. |
|
| 12 |
|
| તે તને દુરાચારીઓના માર્ગને અનુસરતાં, તેમ જ કપટી વાણી દ્વારા ઉશ્કેરણી સર્જનાર, અને પ્રામાણિકપણાનો માર્ગ તજી અંધકારના માર્ગોમાં ચાલનારથી બચાવશે. |
|
| 13 |
|
|
|
| 14 |
|
| એ ઉપરાંત તે તને દુષ્કર્મોમાં મજા માણનારા, ભ્રષ્ટતામાં આનંદ લૂટનારા, સન્માર્ગેથી ભટકી જનારા, અને કપટી વર્તન કરનારાઓથી ઉગારશે. |
|
| 15 |
|
|
|
| 16 |
|
| જ્ઞાન તને વ્યભિચારી સ્ત્રીથી અને મોહભરી વાતોથી આકર્ષવાનો યત્ન કરનાર વેશ્યાથી બચાવશે. |
|
| 17 |
|
| એવી સ્ત્રી પોતાના પતિ પ્રત્યે બેવફા થાય છે, અને ઈશ્વરની સમક્ષ કરેલો પવિત્ર કરાર વીસરી જાય છે. |
|
| 18 |
|
| આવી સ્ત્રીના ઘર તરફ જતો રસ્તો એ જાણે મૃત્યુલોક શેઓલનો માર્ગ છે, અને તેને ઘેર જવું એ મૃતકોની દુનિયામાં જવા બરાબર છે. |
|
| 19 |
|
| તેની મુલાકાતે જનાર કોઈ પાછો ફરતો નથી અને તેને જીવનદાયક માર્ગ જડતો નથી. |
|
| 20 |
|
| તેથી તું સજ્જનોનો નમૂનો લે, અને નેકજનોના પંથમાં ચાલ; |
|
| 21 |
|
| કારણ, સદાચારીઓ આ ધરતી પર વસી શકશે, અને પ્રમાણિકજનો તેમાં નભી જશે. |
|
| 22 |
|
| પરંતુ દુષ્ટો પૃથ્વી પરથી નષ્ટ થઈ જશે, અને કપટી લોકો જડમૂળથી ઉખેડી નંખાશે. |
|
|
|
|