પવિત્ર બાઇબલ OV (GUOV) 2016
|
| 1 |
| હું શારોનનું ગુલાબ, અને ખીણોની ગુલછડી છું. |
| 2 |
| જેમ કાંટાઓમાં ગુલછડી [હોય છે], તે જ પ્રમાણે કુમારિકાઓમાં મારી પ્રિયતમા છે. |
| 3 |
| જેમ જંગલનાં ઝાડમાં સફરજનવૃક્ષ [હોય], તે જ પ્રમાણે પુત્રોમાં મારો પ્રીતમ છે. હું તેની છાયા નીચે બેસીને ઘણો આનંદ પામી, અને તેના ફળનો સ્વાદ મને મીઠો લાગ્યો. |
| 4 |
| તે મને ભોજન કરવાને ઘેર લાવ્યો, અને તેનો પ્રેમરૂપ ધ્વજ મારા પર હતો. |
| 5 |
| સૂકી દ્રાક્ષોથી મને હોશમાં રાખો, સફરજનથી મને હિંમત આપો; કેમ કે હું પ્રેમપીડિત છું. |
| 6 |
| તેનો ડાબો હાથ મારા માથા નીચે છે, ને તેના જમણા હાથે મને આલિંગન કરેલું છે. |
| 7 |
| હે યરુશાલેમની પુત્રીઓ, હું તમને હરણીઓના તથા જંગલની સાબરીઓના સોગન દઈને વિનવું છું કે, મારા પ્રીતમની મરજી થાય ત્યાં સુધી તમે તેને ઢંઢોળીને ઉઠાડશો નહિ કે જગાડશો નહિ. |
| 8 |
| મારા પ્રીતમનો સ્વર [સંભળાય છે]! પણ જુઓ, તે પર્વતો પર કૂદતો, ડુંગરો પર ઠેકડા મારતો આવે છે. |
| 9 |
| મારો પ્રીતમ હરણ કે મૃગના બચ્ચા જેવો છે; તે અમારી ભીંત પાછળ ઊભેલો છે, તે બારીઓમાંથી અંદર ડોકિયા કરે છે, તે જાળીમાંથી દેખાયુ છે. |
| 10 |
| મારો પ્રીતમ મારી સાથે બોલ્યો, અને મને કહ્યું કે, મારી પ્રિયતમા, મારી સુંદરી, ઊઠ, અને નીકળી આવ. |
| 11 |
| કેમ કે શિયાળો ઊતર્યો છે, વર્ષાઋતુ પણ સમાપ્ત થઈ છે; |
| 12 |
| ફૂલો જમીન પર ખીલવા લાગ્યાં છે; [પક્ષીઓના] કલરવનો વખત આવ્યો છે, અને આપણા દેશમાં કપોતના સ્વર સંભળાય છે; |
| 13 |
| અંજીરીનાં લીલાં અંજીર પાકે છે, અને દ્રાક્ષાવેલા ઉપર ફૂલો ખીલ્યાં છે, તેઓ પોતાની સુગંધ ફેલાવે છે. મારી પ્રિયતમા, મારી સુંદરી, ઊઠીને નીકળી આવ. |
| 14 |
| હે ખડકની ફાટોમાં, કઢણમાંના ગુપ્ત સ્થળમાં રહેનાર મારી હોલી, મને તારું વદન નિરખવા દે, મને તારો સૂર સંભળાવ; કેમ કે તારો સૂર કેવો મધુર છે, અને તારું વદન કેવું ખૂબસૂરત છે! |
| 15 |
| જે શિયાળવાં, નાનાં શિયાળવાં, દ્રાક્ષાવાડીઓને ભેલાડે છે, તેઓને અમારી ખાતર પકડો; કેમ કે અમારી દ્રાક્ષાવાડીઓ ફૂલોથી ખીલી રહી છે. |
| 16 |
| મારો પ્રીતમ મારો જ છે, ને હું પણ તેની જ છું; તે [પોતાનાં ટોળાં] ગુલછડીઓમાં ચારે છે. |
| 17 |
| પ્રભાત થાય, અને અંધારું લોપ થાય ત્યાં સુધીમાં હે મારા પ્રીતમ, પાછો આવ, અને બેથેર પર્વતો પરના હરણ કે મૃગના બચ્ચા જેવો થા. |
|
| નોંધો સાચવો |
https://beblia.bible:81/BibleAudio/gujaratiguov/songofsolomon/002.mp3
8
2