પવિત્ર બાઇબલ C.L. 2016
|
| 1 |
| હે સ્ત્રીઓમાં શ્રેષ્ઠ સુંદરી, તારો પ્રીતમ ક્યાં ગયો છે? તારો પ્રીતમ કયે માર્ગે ગયો તે અમને જણાવ, એટલે અમે તને તેની શોધ કરવામાં સહાય કરીશું. |
| 2 |
| મારો પ્રીતમ સુગંધથી ભરપૂર વૃક્ષોવાળા બાગમાં ગયો છે. તે ત્યાં પોતાનાં ટોળાં ચારે છે અને પોયણાં વીણે છે. |
| 3 |
| હું મારા પ્રીતમની છું અને મારો પ્રીતમ મારો છે. તે કમળકુંજમાં પોતાનાં ટોળાં ચરાવે છે. |
| 4 |
| હે મારી પ્રિયતમા, તું તિર્સા શહેર જેવી રૂપવતી અને યરુશાલેમ જેવી ભવ્ય છે; લહેરાતી વજાઓ સહિતનાં એ નગરો જેવી પ્રભાવશાળી છે. |
| 5 |
| તારી આંખો મારા તરફથી ફેરવી લે, કારણ, તેમણે મને પ્રેમવશ કરી દીધો છે. તારા લહેરાતા વાળ દેખાય છે. ગિલ્યાદ પર્વત પરથી ઊતરી રહેલાં બકરાંનાં ટોળાં જેવા દેખાય છે. |
| 6 |
| તારા દાંત ધોયેલાં ઘેટાંનાં ટોળાં જેવા શ્વેત છે. તેમાંનો એકે પડી ગયો નથી. તે બધા અકબંધ છે અને જોડમાં પણ છે. |
| 7 |
| બુરખા પાછળના તારા ગાલ દાડમની ફાડ જેવા લાગે છે. |
| 8 |
| રાજા પાસે ભલે આઠ રાણીઓ, એંસી ઉપપત્નીઓ અને સંખ્યાબંધ નવયૌવનાઓ હોય, |
| 9 |
| પણ મારી પ્રાણપ્રિયા તો એક જ છે. તે હોલી જેવી નિર્મળ છે. તે તેની માતાની એકનીએક અને લાડીલી પુત્રી છે. તેને જોઈને બધી સ્ત્રીઓએ કહ્યું કે તને ધન્ય છે. રાણીઓ અને ઉપપત્નીઓએ પણ તેને જોઈને તેની પ્રશંસા કરી. |
| 10 |
| પ્રભાતના જેવી ઉજ્જવળ કાન્તિવાળી, ચંદ્ર જેવી સુંદર, સૂર્ય જેવી તેજસ્વી, અને વિજય પતાકાઓવાળા સૈન્ય જેવી પ્રભાવશાળી આ કોણ છે? |
| 11 |
| ખીણના લીલા છોડ જોવા, દ્રાક્ષવેલાને કળીઓ બેઠી છે કે કેમ તે જોવા અને દાડમનાં ફૂલ ખીલ્યાં છે કે નહિ તે જોવા હું અખરોટના બાગમાં ગયો. |
| 12 |
| મારામાં ઉત્તેજના વ્યાપી ગઈ છે; લડાઈ માટે સારથિ આતુર હોય તેમ તેં મને પ્રેમાતુર કરી મૂક્યો છે. |
| 13 |
| હે શૂલ્લામની કન્યા, નાચ, નાચ. એ માટે કે અમે તારો નાચ નિહાળીએ. પ્રેક્ષકોની બે હારની વચ્ચે હું નાચું, ત્યારે એ નાચ તમારે શા માટે નિહાળવો છે? |
| નોંધો સાચવો |
https://beblia.bible:81/BibleAudio/gujarati2016/songofsolomon/006.mp3
8
6