પવિત્ર બાઇબલ OV (GUOV) 2016
|
| 1 |
| હે રાજકુમારી ચંપલોમાં તારા પગ કેવા સુંદર છે! તારી જાંઘોના વળાંક નિપુણ કારીગરે જડેલા જવાહિર જેવા છે. |
| 2 |
| જેમાં મિશ્રિત દ્રાક્ષારસની કદી અછત હોતી નથી; એવા ગોળ પ્યાલા સરખી તારી નાભી છે. તારું પેટ ગુલછડીથી શણગારેલી ઘઉંની ઢગલીના જેવું છે; |
| 3 |
| તારાં બે સ્તન એક સાબરીનાં જોડિયાં બચ્ચાંના જેવાં છે. |
| 4 |
| તારી ડોકી જાણે હાથીદાંતનો મિનાર જોઈ લો; તારી આંખો હેશ્બોનમાં બાથ- રાબ્બીમના દરવાજા પાસેના કુંડ જેવી છે; તારું નાક દમસ્કસ તરફ ઢળતા લબાનોનના બૂરજ સરખું છે. |
| 5 |
| તારા દેહ પર તારું શિર કાર્મેલ [પર્વત] જેવું, તારા શિરના કેશ જાંબુઆ રંગના છે; રાજા તેની લટોમાં બંદીવાન તરીકે જકડાઈ રહ્યો છે. |
| 6 |
| હે પ્રિયતમા, તું કેવી ખૂબસૂરત તથા વિનોદ કરવા લાયક અને આનંદકારક છે! |
| 7 |
| આ તારું કદ ખજૂરીના જેવું છે, ને તારાં સ્તન [દ્રાક્ષાની] લૂમો જેવાં છે. |
| 8 |
| મેં કહ્યું, હું ખજૂરી ઉપર ચઢીશ, હું તેની ડાળીઓ પકડીશ; તારાં સ્તન દ્રાક્ષાવેલાની લૂમો જેવાં થાય, અને તારા શ્વાસની સુગંધ સફરજન જેવી થાય; |
| 9 |
| અને તારું મુખ ઉત્તમ દ્રાક્ષારસ જેવું થાય કે, જે [દ્રાક્ષારસ] મારા પ્રીતમને માટે છે, અને જે ઊંઘનારાના હોઠોમાં થઈને સરળતાથી પેટમાં ઊતરી જાય છે. |
| 10 |
| હું મારા પ્રીતમની છું, અને તેનો મારા પર પ્રેમ છે. |
| 11 |
| હે મારા પ્રીતમ, ચાલ, આપણે જંગલમાં ચાલ્યાં જઈએ; આપણે ગામડાંમાં ઉતારો કરીએ. |
| 12 |
| આપણે વહેલાં ઊઠીને દ્રાક્ષાવાડીઓમાં જઈએ; દ્રાક્ષાવેલાને મોર આવ્યો છે ને તેનાં ફૂલ ખોલ્યાં છે કે નહિ, ને દાડમડીઓ મહોરી છે કે નહિ, તે આપણે જોઈએ; ત્યાં હું તને મારા પ્રેમનો અનુભવ કરાવીશ. |
| 13 |
| વેંગણીઓ બહેકી રહી છે, અને આપણાં બારણાં પાસે સર્વ પ્રકારનાં નવાં તથા જૂનાં ફળ છે, જે, હે મારા પ્રીતમ, મેં તારે માટે સંઘરી રાખ્યાં છે. |
|
| નોંધો સાચવો |
https://beblia.bible:81/BibleAudio/gujaratiguov/songofsolomon/007.mp3
8
7