પવિત્ર બાઇબલ C.L. 2016
|
| 1 |
| રણપ્રદેશ અને સૂકી ભૂમિ હર્ષિત થશે, અને પડતર જમીન પ્રફુલ્લિત થઈને ગુલાબની જેમ ખીલી ઊઠશે. |
| 2 |
| તે આનંદ અને હર્ષના પોકાર કરશે. તેને લબાનોનનું સૌંદર્ય અને ર્કામેલ પર્વત તથા શારોનની ખીણની શોભા અપાશે. સૌ કોઈ પ્રભુનું ગૌરવ અને તેમનો પ્રતાપ જોશે. |
| 3 |
| થાકી ગયેલા બધા હાથોને મજબૂત કરો અને ધ્રૂજતા ઢીંચણોને સ્થિર કરો. |
| 4 |
| ઉચાટ દિલવાળાને કહો, ‘દઢ થાઓ અને બીશો નહિ! જુઓ, તમારા ઈશ્વર આવે છે.’ તે તમારા દુશ્મનો પર વૈર વાળશે અને બદલો લેશે. તે પોતે તમારો બચાવ કરશે. |
| 5 |
| ત્યારે અંધજનોની આંખો ઊઘડી જશે અને બહેરાઓના કાન ખૂલી જશે. |
| 6 |
| લંગડો હરણની જેમ કૂદશે અને મૂંગાની જીભ હર્ષનો પોકાર કરશે. ત્યારે વેરાનપ્રદેશમાં પાણી ફૂટી નીકળશે, અને રણપ્રદેશમાં ઝરણાં વહેવા માંડશે. |
| 7 |
| મૃગજળ તે તલાવડી અને તરસી ભૂમિ તે પાણીના ઝરા થઈ જશે. એકવાર જ્યાં શિયાળો વસતાં હતાં ત્યાં ઘાસની સાથે બરુ તથા સરકટ ઊગશે. |
| 8 |
| ત્યાં રાજમાર્ગ થશે, અને તે “પવિત્રતાનો રાજમાર્ગ” કહેવાશે. એ માર્ગે વિધિગત રીતે અશુદ્ધ એવો કોઈ માણસ જશે નહિ. એ માર્ગ તેના લોકોને માટે થશે અને તેમાં ભોળા પણ ભૂલા પડશે નહિ. ત્યાં કોઈ સિંહ નહિ હોય કે કોઈ હિંસક પ્રાણી પણ નહિ ફરકે. |
| 9 |
| માત્ર ઉદ્ધાર પામેલાઓ જ એ માર્ગ પર ચાલશે; પ્રભુએ જેમને છોડાવ્યા છે તેઓ એ માર્ગે પાછા ઘેર આવશે. |
| 10 |
| તેઓ આનંદથી ગાતા ગાતા સિયોનમાં પ્રવેશશે અને તેમના શિર પર સદાનો આનંદ રહેશે. તેઓ હર્ષ તથા આનંદથી ઉભરાશે અને તેમના શોક અને નિસાસા ચાલ્યા જશે. |
| નોંધો સાચવો |
https://beblia.bible:81/BibleAudio/gujarati2016/isaiah/035.mp3
66
35