પવિત્ર બાઇબલ C.L. 2016
|
| 1 |
| બીજા એક સંદર્શનમાં મેં એક માણસને હાથમાં માપદોરી લઈ ઊભેલો જોયો. |
| 2 |
| મેં પૂછયું, “તું ક્યાં જાય છે?” તેણે જવાબ આપ્યો, “યરુશાલેમની લંબાઈ અને પહોળાઈ કેટલી છે તે જાણવા તેનું માપ લેવા જઉં છું.” |
| 3 |
| પછી મારી સાથે વાત કરનાર દૂતને મેં એક કદમ આગળ વધેલો જોયો. અને બીજો એક દૂત તેને મળવા આવ્યો. |
| 4 |
| પહેલા દૂતે બીજાને કહ્યું, “જા, દોડ, પેલા માપદોરીવાળા યુવાનને કહે કે યરુશાલેમમાં એટલા બધા લોકો, અને ઢોરઢાંક થવાનાં છે કે તેનો કોટ રાખી ન શકાય એટલું મોટું તે બનવાનું છે. |
| 5 |
| પ્રભુએ વચન આપ્યું છે કે તે પોતે શહેરની ફરતે અગ્નિકોટ બનીને તેનું રક્ષણ કરશે અને તે પોતાના પૂરા મહિમામાં ત્યાં રહેશે.” |
| 6 |
| પ્રભુએ પોતાના લોકોને કહ્યું, “મેં તમને સર્વ દિશામાં વિખેરી નાખ્યા. પણ હવે તમે બેબિલોનથી નાસી છૂટો અને યરુશાલેમ પાછા ફરો. |
| 7 |
| 8 |
| કારણ, જે તમારા પર પ્રહાર કરે છે તે જાણે મારી આંખની કીકી પર પ્રહાર કરે છે.” તેથી સર્વસમર્થ પ્રભુએ તેમના લોકોને કચડી નાખનાર પ્રજાઓ પાસે મને આ સંદેશો લઈને મોકલ્યો; |
| 9 |
| “પ્રભુ પોતે તમારી વિરુદ્ધ યુદ્ધ કરશે, અને એકવાર જેઓ તમારા નોકર હતા તેઓ તેમને લૂંટી લેશે.” એવું બને ત્યારે સૌ કોઈ જાણશે કે પ્રભુએ મને મોકલ્યો છે. |
| 10 |
| પ્રભુએ કહ્યું, “હે યરુશાલેમવાસીઓ, આનંદથી ગાયન કરો! હું તમારી મધ્યે વસવા આવું છું!” |
| 11 |
| તે સમયે ઘણી પ્રજાઓ પ્રભુ પાસે આવશે અને તેમના લોક બનશે. તે તમારી મધ્યે વસશે અને તમે જાણશો કે તેમણે મને તમારી પાસે મોકલ્યો છે. |
| 12 |
| ફરી એકવાર યહૂદિયા પ્રભુના પવિત્ર દેશમાંનો તેમનો ખાસ વારસો બનશે અને યરુશાલેમ તેમનું સૌથી પ્રિય શહેર બનશે. |
| 13 |
| પ્રભુની સમક્ષતામાં સૌ શાંત થઈ જાઓ; કારણ, તે પોતાના પવિત્ર નિવાસસ્થાનમાંથી પ્રવૃત્ત થયા છે. |
| નોંધો સાચવો |
https://beblia.bible:81/BibleAudio/gujarati2016/zechariah/002.mp3
14
2