પવિત્ર બાઇબલ C.L. 2016
|
| 1 |
| સમ્રાટ દાર્યાવેશના ચોથા વર્ષમાં, નવમા એટલે કિસ્લેવ માસના ચોથા દિવસે પ્રભુએ મને સંદેશ આપ્યો. |
| 2 |
| બેથેલના લોકોએ શારેસર, રેગેમ-મેલેખ અને તેમના માણસોને પ્રભુની આશિષ માટે પ્રાર્થના કરવા માટે પ્રભુના મંદિરમાં મોકલ્યા. |
| 3 |
| તેમણે યજ્ઞકારો અને સંદેશવાહકોને આ પ્રશ્ર્ન પણ પૂછવાનો હતો. “અમે ઘણાં વર્ષોથી આ પાંચમા માસમાં મંદિરના નાશ નિમિત્તે ઉપવાસ સહિત શોક કરતા આવ્યા છીએ; અમે તે ચાલુ રાખીએ?” |
| 4 |
| તેમણે કહ્યું, “દેશના લોકોને અને યજ્ઞકારોને જણાવ કે આ સિત્તેર વર્ષો સુધી પાંચમા અને સાતમા માસમાં તમે ઉપવાસ સહિત કરેલો શોક મારા માનાર્થે નહોતો. |
| 5 |
| 6 |
| વળી, તેમણે ખાધું પીધું તો તે તેમની તૃપ્તિ માટે કર્યું હતું.” |
| 7 |
| યરુશાલેમ સમૃદ્ધ અને વસ્તીવાળું હતું અને જ્યારે માત્ર આજુબાજુનાં પરાંમાં જ નહિ, પણ શહેરના દક્ષિણ ભાગમાં અને પશ્ર્વિમની તળેટીઓમાં ઘણા લોકો વસતા હતા ત્યારે તે વખતના સંદેશવાહકો દ્વારા પણ પ્રભુએ એ જ કહ્યું હતું. |
| 8 |
| પ્રભુએ ઝખાર્યાને આ સંદેશો આપ્યો: |
| 9 |
| “વર્ષો પૂર્વે મેં મારા લોકોને આવી આજ્ઞાઓ આપી હતી: ‘બરાબર ન્યાય થાય તેની ચોક્સાઈ રાખો. એકબીજા પ્રત્યે મમતા અને દયા દાખવો. |
| 10 |
| વિધવાઓ, અનાથો, તમારી મધ્યે વસતા પરદેશીઓ અથવા તંગીમાં હોય એવા કોઈના ઉપર જુલમ ન ગુજારો. એકબીજાને નુક્સાન કરવાની પેરવી ન કરો.’ |
| 11 |
| “પણ મારા લોકોએ અકડાઈ કરી સાંભળ્યું નહિ. તેમણે તેમનાં મન બંધ કરી દીધાં. |
| 12 |
| અને તેમનાં હૃદયો ખડક જેવાં કઠણ કર્યાં. પ્રાચીન સંદેશવાહકો દ્વારા અપાયેલ મારા શિક્ષણ પર તેમણે લક્ષ ન આપ્યું તેથી હું તેમના પર ખૂબ રોષે ભરાયો. |
| 13 |
| તેમણે મારી વાણી સાંભળી નહિ, તેથી મેં પણ તેમની પ્રાર્થના સાંભળી નહિ. |
| 14 |
| એક ઝંઝાવાતની જેમ મેં તેમને વિદેશોમાં વસવા મોકલી દીધા અને આ ફળદ્રુપ દેશ ઉજ્જડ અને નિર્જન પડયો રહ્યો. |
| નોંધો સાચવો |
https://beblia.bible:81/BibleAudio/gujarati2016/zechariah/007.mp3
14
7