યોસેફના પુત્ર મનાશ્શાના પુત્ર માખીરના પુત્ર ગિલ્યાદના પુત્ર હેફેરના પુત્ર સલોફહાદને પાંચ દીકરીઓ હતી. તેમનાં નામ આ પ્રમાણે છે: માહલા, નોઆ, હોગ્લા, મિલ્કા અને તિર્સા.
“અમારા પિતા રણપ્રદેશમાં મરણ પામ્યા. તેમને કોઈ પુત્ર નહોતો. કોરાની સાથે પ્રભુની વિરૂધ બળવો કરનાર જૂથમાં તે સામેલ નહોતા. તે તો પોતાને પાપે જ મૃત્યુ પામ્યા.
માત્ર પુત્ર ન હોવાને લીધે શા માટે એમનું નામ તેમના કુળમાંથી ભૂંસાઈ જાય? અમારા પિતાનાં સગાં સાથે અમને પણ વારસામાં જમીન આપો.” મોશેએ તેમની માગણી પ્રભુ સમક્ષ રજૂ કરી.
જો તેને કાકાઓ ન હોય તો તેનો વારસો તેના સૌથી નિકટના સગાને મળે. તે તેનો માલિક બને. મેં પ્રભુએ મોશેને આપેલી આ આજ્ઞા પ્રમાણે ઇઝરાયલી લોકોએ આ કાનૂની પ્રબંધ અનુસરવાનો છે.”
કારણ, સીનના રણપ્રદેશમાં તમે બંનેએ મારી આજ્ઞા વિરુધ વિદ્રોહ કર્યો હતો. જ્યારે મરીબા પાસે સમગ્ર સમાજે મારી વિરુધ ફરિયાદ કરી ત્યારે તેમની સમક્ષ તમે મને પવિત્ર મનાવ્યો નહોતો.” (સીનના રણપ્રદેશમાં કાદેશ પાસે આવેલા મરીબાના ઝરણાની આ વાત છે.)
તેણે ઈશ્વરની ઇચ્છા જાણવા માટે યજ્ઞકાર એલાઝાર પાસે જવું પડશે; જે પ્રભુ સમક્ષ ઉરીમના ચુકાદા વડે તેનો નિર્ણય મેળવશે. આ રીતે એલાઝાર યહોશુઆને અને સમગ્ર ઇઝરાયલી સમાજને દરેક બાબતમાં દોરવણી આપશે. યુધમાં જવા વિષે અને યુધમાંથી પાછા ફરવા વિષે તે સમગ્ર ઇઝરાયલી સમાજને આજ્ઞા કરશે.”