“તું ઇઝરાયલીઓને કહે કે તમારામાંથી અથવા તમારા વંશમાંથી મૃતદેહનો સ્પર્શ થવાને લીધે કોઈ માણસ અશુધ થયો હોય અથવા દૂર દેશમાં મુસાફરી કરતો હોય તો તેણે પ્રભુનું પાસ્ખાપર્વ આ પ્રમાણે પાળવું.
હવે જો કોઈ શુધ હોય અને પ્રવાસમાં દૂર ગયો ન હોય છતાં પાસ્ખાપર્વ પાળે નહિ, તો ઇઝરાયલના સમાજમાંથી તેનો બહિષ્કાર કરવો. કારણ, તેણે નિયત સમયે મને અર્પણ ચઢાવ્યું નથી. તેણે પોતાના પાપની સજા ભોગવવી જ રહી.
“તમારી વચ્ચે કોઈ પરદેશી વસતો હોય અને જો તે પ્રભુના પાસ્ખાપર્વની ઉજવણી કરવા માંગતો હોય તો તેણે પાસ્ખાના બધા નિયમો અને વિધિઓ અનુસાર પર્વની ઉજવણી કરવી. દેશના વતની અને બહારથી આવીને વસેલા પરદેશી બંનેને સમાન નિયમ લાગુ પડે છે.”
પ્રભુની આજ્ઞા પ્રમાણે ઇઝરાયલીઓ પડાવ ઉઠાવતા અને પ્રભુની આજ્ઞા પ્રમાણે તેઓ પડાવ નાખતા. જ્યાં સુધી વાદળ મંડપ ઉપર રહેતું ત્યાં સુધી તેઓ પોતાનો પડાવ ચાલુ રાખતા.