“લેવીકુળના યજ્ઞકારો સહિત લેવીકુળના સમગ્ર લોકોને ઇઝરાયલમાં જમીનનો હિસ્સો કે વારસો મળશે નહિ; એને બદલે, તેમણે પ્રભુને અર્પાયેલાં અગ્નિબલિ અને તેમના હિસ્સામાંથી ગુજરાન ચલાવવું.
પછી મોશેએ કહ્યું, “જે દેશનો તમે કબજો લેવાના છો ત્યાંની પ્રજાઓ તો જોષ જોનાર તથા શુકન જોનારાઓની સલાહ પ્રમાણે વર્તે છે; પરંતુ તમારા ઈશ્વર પ્રભુ તમને તેમ કરવાની પરવાનગી આપતા નથી.
તમે હોરેબ પર્વત પાસે એકત્ર થયા હતા ત્યારે તમે એવી માગણી કરી કે તમારે ફરીથી તમારા ઈશ્વર પ્રભુની વાણી સીધેસીધી સાંભળવી નથી અને તેમની ઉપસ્થિતિનો મહાન અગ્નિ પણ જોવો નથી; કારણ, તમને માર્યા જવાનો ભય હતો.
પણ જો કોઈ સંદેશવાહક ગર્વિષ્ઠ થઈને મેં આજ્ઞા ન કરી હોય છતાં મારે નામે સંદેશ પ્રગટ કરવાની ધૃષ્ટતા કરશે, અથવા અન્ય દેવોને નામે સંદેશ પ્રગટ કરશે તો તે સંદેશવાહક માર્યો જશે.
જો કોઈ સંદેશવાહક પ્રભુને નામે સંદેશ પ્રગટ કરે અને જો તે પ્રમાણે ન બને કે તે આગાહી પૂર્ણ ન થાય તો એ સંદેશ પ્રભુ તરફથી નથી એમ જાણવું. તે સંદેશવાહક માત્ર પોતાના તરફથી બડાઈપૂર્વક બોલ્યો છે, અને તમારે તેનાથી ડરવું નહિ.