|
| 1 |
|
| હવે ભાઈઓ, સમયો તથા ઈશ્વરીય પ્રસંગો વિષે તમને લખી જણાવવાંની કોઈ જરૂર નથી. |
|
| 2 |
|
| કેમ કે તમે પોતે સારી રીતે જાણો છો કે, જેમ રાત્રે ચોર આવે છે તે પ્રમાણે પ્રભુ ઈસુનો દિવસ આવી રહ્યો છે. |
|
| 3 |
|
| કેમ કે જયારે લોકો કહેશે કે, 'શાંતિ તથા સલામતી છે', ત્યારે સગર્ભાની વેદનાની જેમ તેઓનો એકાએક વિનાશ થશે, તેઓ બચવા પામશે જ નહિ. |
|
| 4 |
|
| પણ ભાઈઓ, તમે અંધારામાં નથી, કે તે દિવસ ચોરની પેઠે તમારા પર આવી પડે. |
|
| 5 |
|
| તમે સઘળાં અજવાળાનાં અને દિવસના દીકરાઓ છો; આપણે રાતનાં કે અંધકારનાં સંતાનો નથી. |
|
| 6 |
|
| એ માટે બીજાઓની જેમ આપણે ઊંઘીએ નહિ, પણ જાગતા તથા સાવધાન રહીએ. |
|
| 7 |
|
| કેમ કે ઊંઘનારાઓ રાત્રે ઊંઘે છે અને દારૂ પીનારાઓ રાત્રે છાકટા થાય છે. |
|
| 8 |
|
| પણ આપણે દિવસના છીએ, માટે વિશ્વાસનું તથા પ્રેમનું બખતર અને ઉદ્ધારની આશાનો ટોપ પહેરીને સાવધાન રહીએ. |
|
| 9 |
|
| કેમ કે ઈશ્વરે આપણને કોપને સારુ નહિ, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઉદ્ધાર પ્રાપ્ત કરવા સારુ નિર્માણ કર્યા છે; |
|
| 10 |
|
| ખ્રિસ્ત આપણે સારુ મરણ પામ્યા, કે જેથી આપણે જાગીએ કે ઊંઘીએ; તેમની સાથે જીવીએ. |
|
| 11 |
|
| માટે જેમ તમે હમણાં કરો છો તેમ જ અરસપરસ દિલાસો આપો અને એકબીજાને મજબૂત કરો. |
|
| 12 |
|
| પણ, ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે, જેઓ તમારા માટે શ્રમ કરે છે, પ્રભુમાં તમારા આગેવાન છે તથા તમને બોધ કરે છે તેઓની તમે કદર કરો; |
|
| 13 |
|
| અને તેઓની સેવાને લીધે પ્રેમસહિત તેઓને અતિઘણું માન આપો; તમે એકબીજાની સાથે શાંતિમાં રહો. |
|
| 14 |
|
| વળી, ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે, તમે આળસુઓને ચેતવણી, નિરાશ થયેલાઓને ઉત્તેજન અને નિર્બળોને આધાર આપો, સઘળાંની સાથે સહનશીલ થાઓ. |
|
| 15 |
|
| સાવધ રહો કે, કોઈ દુષ્ટતાનાં બદલામાં સામી દુષ્ટતા ન આચરે પણ તમે સદા એકબીજાનું તથા સર્વનું હિત સાધવાને યત્ન કરો. |
|
| 16 |
|
| સદા આનંદ કરો; |
|
| 17 |
|
| નિરંતર પ્રાર્થના કરો; |
|
| 18 |
|
| દરેક બાબતમાં આભારસ્તુતિ કરો, કેમ કે તમારા વિષે ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની ઇચ્છા એવી જ છે. |
|
| 19 |
|
| આત્માને હોલવશો નહિ, |
|
| 20 |
|
| પ્રબોધવાણીઓને તુચ્છકારશો નહિ. |
|
| 21 |
|
| પણ સઘળી બાબતોને પારખો, જે સારું છે તેને પકડી રાખો. |
|
| 22 |
|
| દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહો. |
|
| 23 |
|
| શાંતિના ઈશ્વર પોતે તમને સંપૂર્ણ પવિત્ર કરો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં આગમન સુધી તમારો આત્મા, પ્રાણ તથા શરીર નિર્દોષતામાં સંભાળી રાખો. |
|
| 24 |
|
| જેમણે તમને બોલાવ્યા છે તે વિશ્વસનીય છે અને તે એમ કરશે. |
|
| 25 |
|
| ભાઈઓ, અમારે માટે પ્રાર્થના કરો. |
|
| 26 |
|
| પવિત્ર ચુંબનથી સર્વ ભાઈઓને સલામ કહેજો. |
|
| 27 |
|
| હું તમને પ્રભુમાં પ્રતિજ્ઞા લેવડાવું છું કે, આ પત્ર બધા ભાઈઓને વાંચી સંભળાવજો. |
|
| 28 |
|
| આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો. |
|
|
|
|