અને યર્દનની વચમાં જ્યાં યજ્ઞકારો ઊભા રહ્યા હતા ત્યાંથી તેમને બાર પથ્થર લેવા આજ્ઞા કર. તમે આજે રાત્રે જ્યાં છાવણી નાખો ત્યાં તેમને એ પથ્થરો ઊભા કરવા જણાવ.”
અને તેમને કહ્યું, “તમારા ઈશ્વર પ્રભુની કરારપેટી પાસે યર્દનમાં જાઓ. ઇઝરાયલનાં બાર કુળના પ્રત્યેક કુળ માટે એક પથ્થર એમ તમે પ્રત્યેક તમારા ખભા પર એકએક પથ્થર ઊંચકી લાવો.
ત્યારે તમે તેમને કહેજો કે પ્રભુની કરારપેટીએ યર્દન નદી પાર કરી ત્યારે નદીનું વહેણ કપાઈ ગયું. આમ, એ પથ્થરો અહીં બનેલા આ બનાવની ઇઝરાયલી લોકોને સદા યાદ આપશે.”
ઇઝરાયલીઓના એ માણસોએ યહોશુઆના કહ્યા પ્રમાણે કર્યું. પ્રભુએ યહોશુઆને આપેલી આજ્ઞા પ્રમાણે તેમણે પ્રત્યેક કુળ માટે એક એમ બાર પથ્થરો યર્દનની વચમાંથી ઉપાડી લીધા અને તેમને છાવણીમાં લઈ જઈને ઊભા કર્યા.
પ્રભુએ યહોશુઆને આપેલી આજ્ઞા પ્રમાણે લોકોએ જે જે કરવાનું હતું તે બધું પાર પડયું ત્યાં સુધી યજ્ઞકારો યર્દનની વચમાં ઊભા રહ્યા. અગાઉ પણ મોશેએ યહોશુઆને એ જ આજ્ઞા આપી હતી.
પ્રભુએ કરેલા એ દિવસના અદ્ભુત કાર્યથી ઇઝરાયલી લોકો યહોશુઆને મહાપુરુષ તરીકે સન્માનવા લાગ્યા. તેમણે જેમ મોશેનું સન્માન જાળવ્યું હતું તેમ યહોશુઆનું પણ તેની જિંદગીભર સન્માન જાળવ્યું.
એટલે પ્રભુની કરારપેટી ઊંચકનારા યજ્ઞકારો યર્દનની બહાર નીકળી આવ્યા, અને યજ્ઞકારોએ નદીકાંઠે સૂકી ભૂમિ પર પગ મૂક્યા કે યર્દન નદી અગાઉની જેમ પોતાના જળમાર્ગે વહેવા લાગી અને પૂરથી તેના કાંઠા ઊભરાઈ ગયા.
અમે સૂફ સમુદ્ર પાર ઊતરી રહ્યા ત્યાં સુધી અમારા ઈશ્વર પ્રભુએ તેને અમારે માટે સૂકવી નાખ્યો હતો; એ જ રીતે તમે પણ યર્દનની પાર ઊતરી રહ્યા ત્યાં સુધી તેમણે તમારી આગળ તેનાં પાણી સૂકવી નાખ્યાં;