તારો પુત્ર જન્મે તે પછી તારે એના માથાના વાળ કદી કાપવા નહિ. કારણ, તે છોકરો ગર્ભાધાનથી જ નાઝીરી તરીકે સમર્પિત થશે. તે ઇઝરાયલને પલિસ્તીઓના હાથમાંથી છોડાવવામાં અગ્રભાગ ભજવશે.”
પછી સ્ત્રીએ જઈને તેના પતિને કહ્યું, “મારી પાસે એક દૈવી પુરુષ આવ્યો હતો, તેનો ચહેરો ઈશ્વરના દૂતના ચહેરા જેવો ખૂબ પ્રભાવશાળી હતો. તે ક્યાંથી આવ્યો હતો તે મેં તેને પૂછયું નહિ, તેમ તેણે મને તેનું નામ પણ કહ્યું નહિ.
પણ તેણે મને એવું કહ્યું કે, ‘તું ગર્ભવતી થઈશ અને તને પુત્ર જનમશે. હવેથી તું દ્રાક્ષાસવ કે કેફી પીણું પીશ નહિ અથવા મના કરેલો ખોરાક ખાઈશ નહિ, કારણ, છોકરો તેના ગર્ભાધાનથી મરણપર્યંત નાઝીરી તરીકે સમર્પિત છે.
પછી માનોઆહે પ્રભુને પ્રાર્થના કરી, “હે પ્રભુ, તમે જે દૈવી પુરુષને મોકલ્યો હતો તેને કૃપા કરીને ફરીથી અમારી પાસે મોકલો જેથી છોકરો જન્મે ત્યારે અમારે તેને માટે શું શું કરવું તે તે અમને જણાવે.”
તેણે દ્રાક્ષવેલાની નીપજમાંથી કંઈ ખાવાનું નથી; તેણે દ્રાક્ષાસવ કે કેફી પીણું પીવાનું નથી અથવા મના કરેલો ખોરાક ખાવાનો નથી. મેં તેને કહ્યું છે તે પ્રમાણે તેણે વર્તવાનું છે.”
એ પ્રભુનો દૂત છે એવી માનોઆહને ખબર ન હોવાથી માનોઆહે તેને કહ્યું, “કૃપા કરીને જતા રહેશો નહિ. અમે તમારે માટે એક લવારું રાંધી લાવીએ.” પણ દૂતે કહ્યું, “હું રોકાઈ જાઉં, તો ય હું તમારો ખોરાક ખાવાનો નથી. છતાં તું ખોરાક તૈયાર કરવા માગે છે, તો તેનું દહન કરીને પ્રભુને તેનું અર્પણ ચડાવ.”
અગ્નિની જવાળાઓ વેદીમાંથી ઊંચે જતી હતી ત્યારે માનોઆહ અને તેની પત્નીએ પ્રભુના દૂતને અગ્નિની જવાળામાં થઈને આકાશમાં ચડી જતાં જોયો. માનોઆહને ત્યારે ખબર પડી કે એ તો પ્રભુનો દૂત છે. અને તેણે તથા તેની પત્નીએ ભૂમિ સુધી નમીને પ્રણામ કર્યાં. તેમણે ફરીથી એ દૂતને જોયો નહિ.
પણ તેની પત્નીએ જવાબ આપ્યો, “પ્રભુ આપણને મારી નાખવા માગતા હોત, તો તેમણે આપણાં અર્પણ સ્વીકાર્યાં ન હોત. તેમણે આપણને આ બધું બતાવ્યું ન હોત અથવા આ સમયે આવી વાતો કહી ન હોત.”