એક વર્ષમાં બાઇબલ ઓક્ટોબર ૧૨યિર્મેયાહ ૯:૧-૨૬૧. મારું માથું પાણીનો ભંડાર હોત અને મારી આંખો આંસુઓનાં ઝરણાં હોત તો મારા લોકમાંથી માર્યા ગયેલાઓ માટે હું રાતદિવસ રુદન કર્યા જ કરત!૨. મારે માટે રહેવાને વેરાનપ્રદેશમાં વટેમાર્ગુઓના ઉતારાનું સ્થાન હોત તો મારા લોકને તજીને તેમનાથી દૂર જતો રહેત. કારણ, તેઓ બધા વ્યભિચારીઓ છે; તેઓ દગાખોરોની ટોળકી છે.૩. તેઓ ધનુષ્યની જેમ પોતાની જીભ વાળીને જૂઠનાં વાકાબાણ મારે છે, અને દેશમાં સત્યનું નહિ પણ જૂઠનું રાજ ચાલે છે! તેઓ દુષ્ટતા પર દુષ્ટતા આચર્યે જાય છે, અને પ્રભુને ઓળખતા નથી, એવું પ્રભુ પોતે કહે છે.૪. દરેકે, એકબીજા પ્રત્યે સાવધ રહેવું, અરે, સગા ભાઈ પર પણ ભરોસો ન રાખવો. કારણ, દરેક ભાઈ યાકોબ જેવો છેતરનાર અને દરેક મિત્ર નિંદાખોર બનશે.૫. દરેક પોતાના પડોશીને છેતરે છે, અને કોઈ જ સાચું બોલતું નથી! તેમની જીભ જૂઠું બોલવાથી ટેવાઈ ગઈ છે. તેઓ દુષ્ટતા કરવામાં પાછા પડતા નથી.૬. જૂઠાણા પર જૂઠાણું, છેતરપિંડી પર છેતરપિંડી, તેઓ પ્રભુને ઓળખવાનો ઈનકાર કરે છે, એવું પ્રભુ પોતે કહે છે.૭. તેથી સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે, “હું મારા લોકને ધાતુની જેમ ગાળીને પારખીશ, મારા લોકને માટે એ સિવાય હું બીજું કરું પણ શું?૮. તેમની જીભ તીક્ષ્ણ તીર જેવી છે; તેમના મુખમાં સદા છેતરપિંડી હોય છે. દરેક પોતાના પડોશી સાથે મિત્રભાવે બોલે છે, પણ મનમાં તેનો ઘાત કરવાનું કાવતરું ઘડે છે.૯. આ બધાને લીધે શું હું તેમને સજા ન કરું? આવી પ્રજા પર હું બદલો ન લઉં? હું પ્રભુ એ બોલ્યો છું.”૧૦. હું પર્વતોને માટે શોકગીત ગાઈશ, અને ઘાસચારાનાં મેદાનો માટે હું રુદન કરીશ. કારણ, તે એવાં સુકાઈ ગયાં છે કે ત્યાંથી કોઈ પસાર પણ થતું નથી! ત્યાં હવે ઢોરોનો અવાજ સંભળાતો નથી. આકાશનાં પક્ષીઓ અને પશુઓ નાસી છૂટીને જતાં રહ્યાં છે.૧૧. પ્રભુ કહે છે, “હું યરુશાલેમને ખંડેર અને શિયાળોનું કોતર બનાવીશ. યહૂદિયાનાં નગરો ઉજ્જડ કરી નાખીશ, અને કોઈ તેમાં વસશે નહિ.”૧૨. મેં કહ્યું: “હે પ્રભુ, શા માટે આ દેશ ઉજ્જડ થયો છે અને તે રણની જેમ સુકાઈ ગયો છે કે તેમાંથી કોઈ પસાર પણ થતું નથી? એ સમજવાને કોઈ જ્ઞાની છે? કોના મુખે પ્રભુ એ જણાવવા માગે છે?”૧૩. પ્રભુએ મને કહ્યું, “મારા આપેલા નિયમશાસ્ત્રનો લોકોએ ત્યાગ કર્યો તેથી આ બન્યું છે. તેમણે મારી વાણી સાંભળી નથી કે તે મુજબ આચરણ કર્યું નથી.૧૪. એને બદલે, તેઓ પોતાના દયના દુરાગ્રહને અનુસર્યા અને તેમના પૂર્વજોએ શીખવ્યા પ્રમાણે બઆલદેવની મૂર્તિઓની પૂજા કરી.”૧૫. તેથી સેનાધિપતિ પ્રભુ, ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે, “હું તેમને ખાવાને માટે કીરમાણીનો ઝેરી છોડવો અને પીવાને માટે ઝેર આપીશ.૧૬. તેઓ કે તેમના પૂર્વજો જેમને ઓળખતા નથી એવી પ્રજાઓ મધ્યે હું તેમને વિખેરી નાખીશ અને તેમનો સંહાર થાય ત્યાં સુધી તેમની પાછળ તલવાર મોકલીશ.”૧૭. સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે, “વિચાર કરો, અને શોકગીતો ગાનારી સ્ત્રીઓને બોલાવો, શોક કરવામાં પ્રવીણ સ્ત્રીઓને આમંત્રણ આપો.”૧૮. લોકોએ કહ્યું, “તેઓ ઉતાવળથી આવે અને અમારે માટે શોકગીત ગાય, જેથી અમારી આંખો ચોધાર આંસુએ રડે, અને અમારાં પોપચાંમાંથી આંસુ ઊભરાય.”૧૯. સાચે જ સિયોનનગરમાંથી વિલાપનો મોટો અવાજ સંભળાય છે: “આપણો કેવો નાશ થયો છે, આપણે કેવા લજ્જિત થયા છીએ! આપણે આ દેશ તજવો પડશે. કારણ, આપણા આવાસો તોડી પાડયા છે.”૨૦. મેં કહ્યું, “હે સ્ત્રીઓ, પ્રભુની વાણી સાંભળો અને તેમના મુખના શબ્દો પર કાન દો. તમારી પુત્રીઓને પણ વિલાપગીત ગાતાં શીખવો, અને તમારી સહેલીઓને પણ મૃત્યુગીત શીખવો.”૨૧. મોત આપણી બારીઓમાંથી આવી ચઢયું છે. તેણે આપણા કિલ્લાઓમાં પ્રવેશ કર્યો છે અને તેણે શેરીઓમાં બાળકોને અને ચોકમાં યુવાનોનો સંહાર કર્યો છે.૨૨. મને આવું બોલવાનું કહેવામાં આવ્યું છે કે આ તો પ્રભુની વાણી છે: “ખેતરમાં વેરાયેલા ખાતરની જેમ મૃતદેહો રઝળે છે, અને કાપણી કરનારાઓની પાછળ રહી ગયેલા પૂળાઓની જેમ તેમને કોઈ ઉપાડતું નથી.”૨૩. પ્રભુ આ પ્રમાણે કહે છે, “જ્ઞાની પોતાના જ્ઞાન વિષે, પહેલવાન પોતાના બળ વિષે અને શ્રીમંત પોતાના ધન વિષે ગર્વ કરે નહિ.૨૪. પણ જો ખરેખર કોઈએ ગર્વ કરવો જ હોય તો મને ઓળખવા માટે તેની પાસે સમજ છે, એ જ વાતનો ગર્વ કરવો; કારણ, હું પ્રભુ તેમના પર અવિચળ પ્રેમ દર્શાવું છું, અને પૃથ્વી પર ન્યાય અને નીતિ જાળવું છું, અને એમનાથી જ હું પ્રસન્ન થાઉં છું. આ તો હું પ્રભુ પોતે બોલું છું.”૨૫. પ્રભુ કહે છે કે, “એવો સમય આવે છે કે, જ્યારે હું ઇજિપ્તને, યહૂદિયાને, અદોમને, આમ્મોનીઓને, મોઆબીઓને, તેમ જ બાજુએથી દાઢી મૂંડેલી હોય એવી રણપ્રદેશમાં ભટક્તી જાતિઓને, એ સૌને સજા કરીશ. મને ઓળખતા નહિ હોવાને લીધે હું સર્વ સુન્નતરહિત વિદેશીઓને અને શારીરિક સુન્નત થી મારી સાથે કરારબદ્ધ થયા હોવા છતાં મારા પ્રત્યેની નિષ્ઠામાં તેમના દયની દુષ્ટતામાં સુન્નતરહિત હોવાને લીધે ઇઝરાયલને સજા કરીશ.”૨૬. હે ઇઝરાયલના લોકો, તમારે માટેનો પ્રભુનો સંદેશ સાંભળો.યિર્મેયાહ ૧૦:૧-૨૫૧. પ્રભુ આ પ્રમાણે કહે છે: બીજી પ્રજાઓના રીતરિવાજો શીખશો નહિ, બીજા દેશોમાં લોકો ભલે ભયભીત થાય, પણ તમે આકાશમાંના અસામાન્ય દેખાવો થી ગભરાશો નહિ.૨. એ લોકોની મૂર્તિપૂજાની વિધિઓ નકામી છે. જંગલમાંથી લાકડું કાપી લાવવામાં આવે છે, કારીગર તે લાકડા પર ઓજારોથી કોતરકામ કરે છે,૩. પછી તેને સોનાચાંદીથી શણગારવામાં આવે છે; વળી તે ગબડી ન પડે માટે હથોડા વડે ખીલાથી જડવામાં આવે છે.૪. આવી મૂર્તિઓ, ક્કડીની વાડીમાં મૂકેલા ચાડિયા જેવી છે; તેઓ બોલી શક્તી નથી; તેમને ઊંચકીને લઈ જવી પડે છે, કારણ, તેઓ ચાલી શક્તી નથી. તેમનાથી ગભરાશો નહિ; કારણ, તેઓ કંઈ નુક્સાન કરી શક્તી નથી, કે કંઈ ભલું પણ કરી શક્તી નથી!૫. હે યાહવે, તમારા સમાન કોઈ નથી; તમે મહાન છો;૬. તમારું નામ મહાન અને સામર્થ્યવાન છે. તમે બધી પ્રજાઓના રાજા છો. કોણ તમારા પ્રત્યે ભક્તિભાવ ન દાખવે? સાચે જ, એ તમારો અધિકાર છે. સર્વ પ્રજાઓના જ્ઞાનીઓમાં અને તેમનાં સર્વ રાજ્યોમાં તમારા જેવું કોઈ જ નથી.૭. તેઓ બધા જ અક્કલહીન અને મૂર્ખ છે; તેઓ લાકડાંની મૂર્તિઓ પાસેથી શું શીખી શકે?૮. લોકો તાર્શીશથી ચાંદી અને ઉફાઝથી સોનું લાવે છે, કારીગર મૂર્તિઓને ઘડે છે, અને સોની તેમને મઢે છે, તેમને જાંબલી તથા રાતાં વસ્ત્રો પહેરાવવામાં આવે છે; એ બધી મૂર્તિઓ તો કારીગરોએ બનાવેલી છે,૯. પરંતુ યાહવે તો સાચા ઈશ્વર છે; તે જીવંત ઈશ્વર છે, અને સનાતન રાજા છે. તેમના કોપથી પૃથ્વી ધ્રૂજે છે અને વિદેશી પ્રજાઓ તેમનો રોષ સહી શક્તી નથી.૧૦. તમારે એ લોકોને કહેવું કે જેમણે આકાશ તથા પૃથ્વી સર્જ્યા નથી એવા એ દેવો પૃથ્વી પરથી અને આકાશ તળેથી નષ્ટ થઈ જશે.૧૧. ઈશ્વરે પોતાના સામર્થ્યથી પૃથ્વીની રચના કરી, પોતાના જ્ઞાનથી તેને સંસ્થાપિત કરી, અને પોતાની પ્રજ્ઞાથી આકાશને વિસ્તાર્યું.૧૨. જ્યારે તે આજ્ઞા કરે છે, ત્યારે આકાશી ધુમ્મટ ઉપરનાં પાણી ગર્જના કરે છે, તે પૃથ્વીની ક્ષિતિજો પરથી વાદળાં ઊંચે ચઢાવે છે, વરસાદના તોફાનમાં વીજળી ચમકાવે છે, અને પોતાના ભંડારમાંથી પવનો મોકલે છે.૧૩. એ જોઈને માનવીઓ અવાકા બની જાય છે, અને મૂર્તિ ઘડનાર કારીગરો શરમાઈ જાય છે, કારણ કે, પ્રતિમાઓ ખોટી અને નિર્જીવ છે.૧૪. તેઓ વ્યર્થ અને ભ્રામક છે. પ્રભુ તેમને સજા કરશે ત્યારે તેમનો નાશ થશે.૧૫. યાકોબના હિસ્સા સમાન ઈશ્વર તેમના જેવા નથી; તે તો સકળ સૃષ્ટિના સર્જનહાર છે અને તેમણે ઇઝરાયલ પ્રજાને પોતાના વારસ તરીકે નીમી છે. તેમનું નામ સેનાધિપતિ યાહવે છે. ભાવિ દેશનિકાલ: વિલાપ અને પ્રાર્થના૧૬. હે યરુશાલેમના લોકો, તમે ઘેરી લેવાયા છો, તમારાં પોટલાં ઉઠાવો અને દેશમાંથી ભાગો!૧૭. ઓ દેશના રહેવાસીઓ, પ્રભુ તમને ગોફણના ગોળાની જેમ ફંગોળી દેશે. તમને કચડી નાખવામાં આવશે, અને તે તમને નીચોવીને નાખી દેશે. પ્રભુ આ પ્રમાણે કહે છે.૧૮. દેશ આખો પોકારે છે: “અરેરે, મને અસહ્ય ઘા લાગ્યો છે, આ તો અસાય જખમ છે! મેં તો ધાર્યું હતું કે, હું એની વેદના વેઠી લઈશ!૧૯. મારો તંબૂ ઉજ્જડ બન્યો છે, અને તેનાં દોરડાં તોડી નાખવામાં આવ્યાં છે. મારાં બધાં સંતાનો મને છોડીને જતા રહ્યાં છે, અને તેમાંનું કોઈ રહ્યું નથી. મારો તંબૂ બાંધવા માટે અને પડદા લટકાવવા માટે કોઈ રહ્યું નથી.”૨૦. મેં કહ્યું, “અમારા રાજર્ક્તાઓ તો મૂર્ખ પાલકો છે. તેમણે પ્રભુની સલાહ શોધી નથી. તેથી તેઓ નિષ્ફળ ગયા છે, અને તેમના સર્વ લોકો વેરવિખેર થયા છે.૨૧. અરે, સાંભળો; સમાચાર આવ્યા છે, ઉત્તર તરફના દેશમાંથી મોટો કોલાહલ સંભળાય છે; યહૂદિયાનાં નગરો ઉજ્જડ કરી દેવા અને તેમને શિયાળોનો વાસ બનાવી દેવા લશ્કર આવી રહ્યું છે!૨૨. હે પ્રભુ, હું જાણું છું કે મર્ત્ય માનવીનું ભાવિ તેના નિયંત્રણમાં નથી; તેનામાં પોતાનો જીવનમાર્ગ નક્કી કરવાની ક્ષમતા નથી.૨૩. હે પ્રભુ, તમારા ન્યાયના ધોરણે અમને શિક્ષા ભલે કરો, પણ ક્રોધથી નહિ, નહિ તો અમે નેસ્તનાબૂદ થઈ જઈશું.૨૪. પરંતુ જે પ્રજાઓ તમને માનતી નથી, અને તમારે નામે ભક્તિ કરતી નથી તેમના પર તમારો રોષ ઠાલવો. કારણ, તેઓ યાકોબના વંશજોને ભરખી ગયા છે; અરે, ભરખી જઈને તેમને તદ્દન ખતમ કરી નાખ્યા છે, તેમનો વિનાશ કર્યો છે અને તેમના રહેઠાણને ઉજ્જડ કર્યું છે.”૨૫. સંકટમાં મેં યાહને પોકાર કર્યો, એટલે તેમણે મને ઉત્તર આપ્યો; તે મને વિશાળ જગામાં લાવ્યા.ગીતશાસ્ત્ર ૧૧૮:૫-૯૫. પ્રભુ મારી સાથે છે; તેથી હું ડરવાનો નથી. માણસ મને શું નુક્સાન કરી શકે?૬. પ્રભુ મારી પડખે છે; તેથી મારા શત્રુઓનો પરાજય જોઈને હું આનંદ પામીશ.૭. માણસો પર ભરોસો રાખવા કરતાં પ્રભુ પર આધાર રાખવો સારો છે.૮. શાસકો પર ભરોસો રાખવા કરતાં પ્રભુ પર આધાર રાખવો સારો છે.૯. ધરાયેલો માણસ મધથી પણ કંટાળે છે, પણ ક્ષુધાતુરને કડવી ચીજ પણ મીઠી લાગે છે.ઉકિતઓ ૨૭:૭-૭૭. તમને ખ્રિસ્તની સાથે સજીવન કરવામાં આવ્યા છે. તો હવે સ્વર્ગમાંની બાબતોમાં તમારું મન પરોવો કે જ્યાં ઈશ્વરની જમણી તરફ ખ્રિસ્ત બિરાજેલા છે.કોલોસીઅન્સ ૩:૧-૨૫૧. તમારાં મન અહીં આ પૃથ્વી પરની બાબતો પર નહિ, પણ ત્યાં ઉપરની બાબતો પર લગાડો.૨. કારણ, તમે મૃત્યુ પામ્યા છો, અને તમારું જીવન ખ્રિસ્તની સાથે ઈશ્વરમાં ગુપ્ત રાખવામાં આવ્યું છે.૩. ખ્રિસ્ત જ તમારું સાચું જીવન છે અને જ્યારે તે પ્રગટ થશે, ત્યારે તમે પણ તેમની સાથે મહિમામાં પ્રગટ થશો.૪. તમારામાં કાર્ય કરતી પાર્થિવ ઇચ્છાઓ, એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિકાર, દુષ્ટ વાસના, લોભ જે મૂર્તિપૂજા જ છે; તેમને તમે મારી નાખો.૫. આવી બાબતોને લીધે ઈશ્વરને આધીન નહિ થનારાઓ પર તેમનો કોપ આવશે.૬. એકવાર જ્યારે તમારું જીવન એ બાબતોના નિયંત્રણ નીચે હતું ત્યારે તમે પણ આવી વાસનાઓ પ્રમાણે જીવવાને ટેવાયેલા હતા.૭. પણ હવે તમારે ગુસ્સો, રીસ, અદાવત, નિંદા કે તમારા મુખમાંથી નીકળતા અપશબ્દો એવી સર્વ બાબતોથી મુક્ત થવું જોઈએ.૮. એકબીજા આગળ જૂઠું ન બોલો, કારણ, તમે જૂના વ્યક્તિત્વને તેની ટેવો સહિત ઉતારી મૂકાયું છે.૯. અને તમે નવું વ્યક્તિત્વ પહેરી લીધું છે. તમે ઈશ્વરને પૂરેપૂરી રીતે જાણી શકો તે માટે આ નવા વ્યક્તિત્વના સર્જનહાર ઈશ્વર તેને પોતાનું પ્રતિરૂપ બનાવવા સતત નવું કરતા જાય છે; જેથી તમે ઈશ્વર વિષેનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી શકો.૧૦. એમાં નથી કોઈ બિનયહૂદી કે યહૂદી, સુન્નતી કે સુન્નત વિનાના, બર્બર કે સિથિયન, ગુલામ કે સ્વતંત્ર. પણ ખ્રિસ્ત સર્વસ્વ અને સર્વમાં છે.૧૧. તમે ઈશ્વરના લોક છો; તેમણે તમારા પર પ્રેમ કર્યો અને તમને પોતાના બનાવવા માટે પસંદ કર્યા છે. તેથી તમારે દયા, મમતા, નમ્રતા, સૌમ્યતા અને ધીરજ પહેરી લેવાં જોઈએ.૧૨. એકબીજાનું સહન કરો અને જ્યારે તમારામાંથી કોઈને બીજાની વિરુદ્ધ કંઈ ફરિયાદ હોય તો તેને ક્ષમા કરો. પ્રભુએ તમને માફ કર્યું છે માટે તમારે પણ માફી આપવી જોઈએ.૧૩. સર્વ બાબતોને સંપૂર્ણ સુસંગત બનાવનાર પ્રેમને આ સર્વ બાબતો સાથે જોડી દો.૧૪. ખ્રિસ્ત જે શાંતિ આપે છે તે તમારાં હૃદયોમાં રાજ કરે. કારણ, આ જ શાંતિને માટે ઈશ્વરે તમને એક શરીર તરીકે આમંત્રણ આપ્યું છે. વળી, આભારી બનો.૧૫. ખ્રિસ્તના સંદેશની સર્વ સમૃદ્ધિ તમારા હૃદયમાં વસે કે જેથી એકબીજાને સર્વ જ્ઞાનમાં શિક્ષણ અને શિખામણ આપો. ઈશ્વરને માટે તમારા હૃદયમાં આભાર સાથે ગીતો, સ્તોત્રો અને આત્મિક ગાયનો ગાઓ.૧૬. તમે જે કંઈ કરો કે કહો તે સર્વ પ્રભુ ઈસુના નામે કરો અને એ દ્વારા ખ્રિસ્તની મારફતે ઈશ્વરપિતાનો આભાર માનો.૧૭. પત્નીઓ, તમે તમારા પતિઓને આધીન રહો, કારણ, ખ્રિસ્તમાં તમારે તેમ કરવું યોગ્ય છે.૧૮. પતિઓ, તમારી પત્નીઓ પર પ્રેમ કરો અને તેમના પ્રત્યે કઠોર ન થાઓ.૧૯. બાળકો, તમારાં માતાપિતાને હંમેશાં આધીન રહેવું તે તમારી ખ્રિસ્તી ફરજ છે અને તેથી પ્રભુ પ્રસન્ન થાય છે.૨૦. પિતાઓ, તમારાં બાળકોને ચીડવો નહિ, કારણ, તેથી તો તેઓ નિરાશ થાય છે.૨૧. ગુલામો, સર્વ બાબતોમાં તમારા દુન્યવી માલિકોને આધીન થાઓ અને ફક્ત જ્યારે તેઓ તમારા પર નજર રાખે ત્યારે તેમની પ્રશંસા માટે નહિ, પણ પ્રામાણિક હૃદયથી અને પ્રભુનો ડર રાખીને તેમ કરો.૨૨. તમારાં બધાં કાર્ય માણસોને માટે નહિ પણ જાણે કે પ્રભુને માટે છે તેમ સમજીને પૂરા દિલથી કરો.૨૩. યાદ રાખો કે, પ્રભુ તમને બદલામાં તેમનો વારસો આપશે. કારણ, ખ્રિસ્ત તે ખરો માલિક છે કે જેની તમે સેવા કરો છો.૨૪. પણ અન્યાય કરનાર પ્રત્યેકને તેનાં દુષ્ટ કાર્યોનો બદલો મળશે, કારણ, ઈશ્વર દરેકનો ન્યાય સમાન ધોરણે કરે છે. Gujarati Bible 2016 (GUCL) Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L. Copyright © 2016 by The Bible Society of India Used by permission. worldwide