એક વર્ષમાં બાઇબલ જુલાઈ ૧૮૨ ક્રોનિકલ્સ ૩૨:૧-૩૩૧. હિઝકિયા રાજાએ પ્રભુની નિષ્ઠાપૂર્વક સેવા બજાવી. એ પછી આશ્શૂરના સાનહેરિબે યહૂદિયા પર આક્રમણ કર્યું. તેણે કિલ્લેબંધીવાળાં નગરોને ઘેરો ઘાલ્યો અને તેનો ઈરાદો એ નગરોને જીતી લેવાનો હતો.૨. હિઝકિયાએ જોયું કે સાનહેરિબનો ઈરાદો યરુશાલેમ પર હુમલો કરવાનો છે,૩. તેથી આશ્શૂરીઓ યરુશાલેમ નજીક આવે, ત્યારે આશ્શૂરીઓને અટકાવવા તેણે અને તેના અમલદારોએ નગર બહારનો પાણીનો પુરવઠો કાપી નાખવા નિર્ણય કર્યો. અમલદારોએ લોકોને મોટી સંખ્યામાં બહાર લઈ જઈને બધા ઝરણાંઓ પૂરી દીધાં કે જેથી તેમાંથી પાણી હેતું બંધ થઈ જાય.૪. ૫. રાજાએ કોટનું સમારકામ કરાવી તે પર બુરજો બંધાવ્યા અને બહારની દીવાલ બાંધી શહેરની સંરક્ષણની વ્યવસ્થા મજબૂત બનાવી. વળી, તેણે યરુશાલેમના પ્રાચીન ભાગની પૂર્વ બાજુની જમીન પર બાંધેલા સંરક્ષણકામનું સમારકામ કરાવ્યું. તેણે પુષ્કળ ભાલા અને ઢાલો પણ બનાવડાવ્યાં.૬. તેણે શહેરના બધા પુરુષોને સૈન્યના અમલદારો હસ્તક મૂક્યા અને તેમને નગરના દરવાજે ખુલ્લા ચોકમાં એકઠા થવા હુકમ આપ્યો. તેણે તેમને કહ્યું,૭. “દૃઢ અને હિંમતવાન બનો અને આશ્શૂરના સમ્રાટથી કે તેના સૈન્યથી ગભરાશો નહિ કે નાસીપાસ થશો નહિ; તેના પક્ષ કરતાં આપણો પક્ષ વધુ મજબૂત છે.૮. તેની પાસે માનવી શક્તિ છે, પણ આપણે પક્ષે તો આપણને સહાય કરવા અને આપણી લડાઈઓ લડવા આપણા ઈશ્વર પ્રભુ છે.” રાજાના આવા શબ્દોથી લોકોને પ્રોત્સાહન મળ્યું.૯. હજી તો સાનહેરિબ તેના વિશાળ સૈન્ય સાથે લાખીશમાં હતો ત્યારે કેટલાક સમય બાદ તેણે હિઝકિયા અને યરુશાલેમમાં વસતા યહૂદિયાના લોકો પર આવો સંદેશો મોકલ્યો:૧૦. “હું આશ્શૂરનો સમ્રાટ સાનહેરિબ તમને પૂછું છું કે તમે શાને ભરોસે ઘેરા હેઠળના યરુશાલેમમાં ભરાઈ બેઠા છો?૧૧. અમારાથી તમને તમારા ઈશ્વર પ્રભુ બચાવશે એમ કહીને હિઝકિયા તમને છેતરે છે અને તમને ભૂખે અને તરસે મરવા દેશે.૧૨. તેણે પ્રભુની ભક્તિનાં ઉચ્ચસ્થાનો અને વેદીઓ તોડી નંખાવ્યાં છે અને યહૂદિયા તથા યરુશાલેમના લોકોને એક જ વેદી આગળ ભજન કરવાનું અને ધૂપ બાળવાનું કહ્યું છે.૧૩. મેં અને મારા પૂર્વજોએ અન્ય પ્રજાઓને શું કર્યું છે તે તમે નથી જાણતા?૧૪. આશ્શૂરના સમ્રાટના હાથમાંથી કોઈના યે દેવે પોતાના લોકોને બચાવ્યા છે? એ દેશોના દેવોએ ક્યારે તેમના દેશને અમારાથી બચાવ્યા?૧૫. હિઝકિયા તમને છેતરી ન જાય કે ગેરમાર્ગે દોરી ન જાય. તેનું માનતા નહિ. આશ્શૂરના સમ્રાટથી કોઈ પ્રજા કે દેશનો દેવ તેની પ્રજાને બચાવી શક્યો નથી, તો તમારો ઈશ્વર તમને ક્યાંથી બચાવવાનો છે?”૧૬. આશ્શૂરના અમલદારોએ પ્રભુ પરમેશ્વર અને તેમના સેવક હિઝકિયા વિરુદ્ધ એથીય વિશેષ ભૂંડી વાતો કરી.૧૭. સમ્રાટે લખેલો પત્ર ઇઝરાયલના ઈશ્વર પ્રભુનો તિરસ્કાર કરનાર હતો. એમાં લખ્યું હતું, “બીજા દેશોના દેવોએ તેમના લોકોને મારા હાથમાંથી બચાવ્યા નથી, અને હિઝકિયાનો ઈશ્વર પણ તેના લોકોને મારાથી બચાવી શકશે નહિ.”૧૮. નગરના કોટ પરના યરુશાલેમના લોકોને ડરાવવા અને તેમને હતાશ કરવા અમલદારોએ હિબ્રૂમાં મોટે અવાજે એ કહ્યું, કે જેથી શહેરનો કબજો મેળવવામાં સરળતા રહે.૧૯. યરુશાલેમના ઈશ્વર જાણે દુનિયાના અન્ય દેવોની જેમ માત્ર માનવ હાથે ઘડેલી મૂર્તિ હોય એ રીતે તેઓ બોલ્યા.૨૦. પછી હિઝકિયા રાજા અને આમોસના પુત્ર સંદેશવાહક યશાયાએ આકાશવાસી ઈશ્વરને પ્રાર્થના કરી અને સહાયને માટે તેમને પોકાર કર્યો.૨૧. પ્રભુએ પોતાના દૂતને મોકલ્યો. જેણે આશ્શૂરના સૈન્યના સૈનિકો અને અમલદારોને મારી નાખ્યા. તેથી આશ્શૂરનો સમ્રાટ લાંછન પામીને પાછો આશ્શૂર ચાલ્યો ગયો. એક દિવસે તે પોતાના દેવના એક મંદિરમાં હતો ત્યારે તેના જ પુત્રોએ તેને તલવારથી મારી નાખ્યો.૨૨. એ રીતે પ્રભુએ આશ્શૂરના સમ્રાટ સાનહેરિબથી અને તેમના અન્ય શત્રુઓથી પણ હિઝકિયા રાજા અને યરુશાલેમના લોકોને બચાવ્યા. તેમણે લોકોને તેમના પડોશી દેશો તરફથી શાંતિ આપી.૨૩. ઘણા લોકો પ્રભુને માટે અને હિઝકિયા માટે અર્પણો લઈ યરુશાલેમ આવતા. આમ, સર્વ પ્રજાઓમાં હિઝકિયાની કીર્તિ પ્રસરી ગઈ.૨૪. એ સમય દરમ્યાન હિઝકિયા મરણતોલ માંદો પડયો. તેણે પ્રભુને પ્રાર્થના કરી અને તે સાજો થશે એ અંગે પ્રભુએ તેને નિશાની આપી.૨૫. પણ પ્રભુએ તેને માટે જે કર્યું તેનો આભાર નહિ દર્શાવતાં તે ગર્વિષ્ઠ બન્યો અને તેથી યહૂદિયા અને યરુશાલેમ પર પ્રભુનો કોપ ઊતર્યો.૨૬. પણ હિઝકિયા અને યરુશાલેમના લોકો નમ્ર થઈ ગયા અને તેથી હિઝકિયા મરણ પામ્યો ત્યાં સુધી પ્રભુએ તેમને શિક્ષા કરી નહીં.૨૭. હિઝકિયા ખૂબ જ સંપત્તિ અને સન્માન પામ્યો. પોતાના સોના, ચાંદી, કિંમતી પાષાણો, અત્તરો, ઢાલો અને અન્ય મૂલ્યવાન સાધનસામગ્રી માટે તેણે સંગ્રહખંડ બનાવ્યા.૨૮. વળી તેણે પોતાના અનાજ દ્રાક્ષાસવ, ઓલિવ તેલ માટે કોઠારો, ઢોરઢાંક માટે રહેઠાણ અને પોતાનાં ઘેટાં માટે વાડા બંધાવ્યા.૨૯. એ સર્વ ઉપરાંત ઈશ્વરે તેને ઘેટાં અને ઢોરઢાંક તથા બીજું ધન આપ્યું કે તેણે ઘણાં નગરો બંધાવ્યાં.૩૦. ગિહોનના ઝરણાંને બંધ કરી દઈ યરુશાલેમના કોટની અંદરના ભાગમાં પાણી વાળી લેવા ભૂગર્ભમાંથી સુરંગ કાઢનાર હિઝકિયા રાજા જ હતો. પોતે જે કંઈ કરતો તેમાં તે સફળ થતો.૩૧. બેબિલોનના રાજદૂતો દેશમાં બનેલા અનન્ય બનાવની તપાસ કરવા આવ્યા ત્યારે પણ તેના ચારિયની ક્સોટી કરવા ઈશ્વરે હિઝકિયાને તેની પોતાની રીતે વર્તવા દીધો.૩૨. હિઝકિયા રાજાના અમલના બીજા બનાવો અને તેનાં સર્ત્ક્યોની વિગતો આમોસના પુત્ર યશાયા સંદેશવાહકનાં સંદર્શનોમાં અને યહૂદિયા અને ઇઝરાયલના રાજાઓના ઇતિહાસમાં નોંધેલી છે.૩૩. હિઝકિયા રાજા મરણ પામ્યો અને તેને રાજવી કબ્રસ્તાનમાં ઉપરના ભાગમાં દફનાવામાં આવ્યો. યહૂદિયા અને યરુશાલેમના સર્વ લોકોએ હિઝકિયાને તેના મરણ વખતે મોટું સન્માન આપ્યું. તેનો પુત્ર મનાશ્શા તેના પછી રાજા બન્યો.૨ ક્રોનિકલ્સ ૩૩:૧-૨૫૧. મનાશ્શા યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે બાર વર્ષની વયનો હતો, અને તેણે યરુશાલેમમાં પંચાવન વર્ષ રાજ કર્યું.૨. પોતાના લોક દેશનો કબજો મેળવતા આગળ વયા તેમ તેમ દેશમાંથી પ્રભુએ જે પ્રજાઓને હાંકી કાઢી હતી તેમની ધિક્કારપાત્ર રીતરસમો અનુસરીને મનાશ્શાએ પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું.૩. પોતાના પિતા હિઝકિયાએ તોડી પાડેલ પૂજાનાં ઉચ્ચસ્થાનો તેણે ફરી બાંધ્યાં. તેણે બઆલની ભક્તિ માટે વેદીઓ બાંધી, અશેરા દેવીની પ્રતિમાઓ બનાવી અને તારામંડળની ભક્તિ કરી.૪. જ્યાં ઈશ્વર યાહવેને નામે તેમની સદા ભક્તિ કરવાની છે તે સ્થાનમાં, એટલે યરુશાલેમમાં પ્રભુના મંદિરમાં તેણે વિધર્મી વેદીઓ બાંધી.૫. તેણે પ્રભુના મંદિરના બન્ને ચોકમાં તારામંડળની ભક્તિ માટે વેદીઓ બાંધી.૬. તેણે બેનહિન્નોમની ખીણમાં પોતાના પુત્રોનાં દહનબલિ ચઢાવ્યાં. તેણે જોષ અને જાદુક્રિયાનો આશરો લીધો અને ભવિષ્યવેત્તાઓ અને ભૂતપ્રેતનો સંપર્ક સાયો. તેણે પ્રભુ વિરુદ્ધ અઘોર પાપો કરી તેમનો કોપ વહોરી લીધો.૭. તેણે પ્રભુના મંદિરમાં પોતે બનાવડાવેલી મૂર્તિની સ્થાપના કરી. એ મંદિર વિષે તો ઈશ્વરે દાવિદને અને તેના પુત્ર શલોમોનને કહ્યું હતું કે, “ઇઝરાયલનાં બારેય કુળપ્રદેશોમાંથી મેં મારે નામે મારી આરાધના માટે યરુશાલેમમાંના આ મંદિરને પસંદ કર્યું છે.૮. જો મારા લોક મારી આજ્ઞાઓ પ્રમાણે વર્તશે અને મારા સેવક મોશે દ્વારા અપાયેલ સર્વ નિયમો, આદેશો અને ફરમાનોનું પાલન કરશે, તો હું ઇઝરાયલીઓને તેમના પૂર્વજોને આપેલા દેશમાંથી તેમને કાઢી મૂકીશ નહિ.”૯. પોતાના લોક દેશનો કબજો મેળવતા ગયા તેમ તેમ જે પ્રજાઓનો પ્રભુએ દેશમાંથી ઉચ્છેદ કર્યો હતો તેમના કરતાંય બદતર કૃત્યો મનાશ્શાએ યહૂદિયાના અને યરુશાલેમના લોકો પાસે કરાવ્યાં.૧૦. પ્રભુએ મનાશ્શા અને તેના લોકોને ચેતવણી આપી, પણ તેમણે તે તરફ દુર્લક્ષ સેવ્યું.૧૧. તેથી પ્રભુએ આશ્શૂરના રાજાના સેનાપતિઓ દ્વારા યહૂદિયા પર આક્રમણ કરાવ્યું. તેમણે મનાશ્શાને પકડયો, તેને કડીઓ પહેરાવી અને સાંકળે બાંધી બેબિલોન લઈ ગયા.૧૨. મનાશ્શા સંકટમાં આવી પડયો એટલે તે પોતાના પૂર્વજોના ઈશ્વર પ્રભુ તરફ ફર્યો અને તેમની પ્રાર્થના કરી.૧૩. ઈશ્વરે તેની પ્રાર્થના સાંભળી અને યરુશાલેમ જઈને ફરી રાજ કરી શકે તે માટે છોડાવ્યો. ત્યારે મનાશ્શાને ખાતરી થઈ કે પ્રભુ યાહવે જ ઈશ્વર છે.૧૪. તે પછી મનાશ્શાએ દાવિદનગરને ગિહોનના ઝરણાની પશ્ર્વિમે ખીણમાં એક સ્થળેથી શરૂ કરી ઉત્તરમાં મચ્છી દરવાજા સુધી બીજો એક બહારનો કોટ બંધાવ્યો; અને નગરના ઓફેલ વિસ્તારને આવરી લેતા કોટની ઊંચાઈ વધારી. યહૂદિયાના પ્રત્યેક કિલ્લાવાળા નગરમાં તેણે સેનાધિકારીઓ મૂક્યા.૧૫. તેણે પ્રભુના મંદિરમાં પોતે મૂકેલાં વિધર્મી દેવો અને મૂર્તિઓને તથા મંદિરના પર્વત પરની અને યરુશાલેમમાં અન્ય સ્થળોમાં બાંધેલી વિધર્મી વેદીઓને દૂર કર્યાં. તેણે એ બધું નગર બહાર ફેંકી દીધું.૧૬. તેણે પ્રભુની આરાધના માટેની વેદી પણ સમારી, અને તે પર સંગતબલિ અને આભારબલિનાં અર્પણ ચડાવ્યાં અને ઇઝરાયલના ઈશ્વર પ્રભુની ભક્તિ કરવા યહૂદિયાના બધા લોકોને આજ્ઞા કરી.૧૭. જો કે લોકોએ ભક્તિનાં અન્ય ઉચ્ચસ્થાનોએ બલિદાનો ચડાવવાનું ચાલુ રાખ્યું, પણ એ બલિદાનો તેઓ માત્ર પ્રભુને જ ચડાવતા હતા.૧૮. મનાશ્શાના અમલના બીજા બનાવો, તેનાં કૃત્યો, ઈશ્વરને કરેલી તેની પ્રાર્થના, અને ઇઝરાયલના ઈશ્વર પ્રભુના નામમાં તેને સંદેશો આપનાર સંદેશવાહકોના સંદેશા ઇઝરાયલના રાજાઓના ઇતિહાસમાં નોંધેલા છે.૧૯. રાજાની પ્રાર્થના અને ઈશ્વરે આપેલો તેનો જવાબ અને પશ્ર્વાતાપ કર્યા પહેલાં તેણે કરેલાં પાપ અને દુરાચારની વિગતો, તેણે બનાવેલાં પૂજાનાં ઉચ્ચસ્થાનો અને અશેરાની પ્રતિમાઓ, તેની મૂર્તિપૂજા એ બધું સંદેશવાહકોના ઇતિહાસમાં લખેલું છે.૨૦. મનાશ્શા મૃત્યુ પામ્યો અને તેને તેના મહેલમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર આમોન રાજા બન્યો.૨૧. આમોન બાવીસ વર્ષની વયે યહૂદિયાનો રાજા બન્યો અને તેણે યરુશાલેમમાં બે વર્ષ રાજ કર્યું.૨૨. તેના પિતા મનાશ્શાની જેમ તેણે પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું અને જે મૂર્તિઓની પૂજા તેના પિતાએ કરી હતી તેની પૂજા તેણે પણ કરી.૨૩. તે તેના પિતાની જેમ દીન બનીને પ્રભુ તરફ ફર્યો નહિ; પરંતુ ઉત્તરોઉત્તર અધિક પાપ કરતો ગયો.૨૪. આમોનના અમલદારોએ તેની વિરુદ્ધ કાવતરું કરીને તેને તેના મહેલમાં જ મારી નાખ્યો.૨૫. પણ યહૂદિયાના લોકોએ રાજાના ખૂનીઓને મારી નાખ્યા અને તેના પછી તેના પુત્ર યોશિયાને રાજા બનાવ્યો.ગીતશાસ્ત્ર ૮૫:૮-૧૩૮. હું ઈશ્વરનો સંદેશ સાંભળી રહ્યો છું; પ્રભુનો સંદેશ તેમના લોક અને તેમના વફાદાર સંતોનું કલ્યાણ કરવા અંગેનો છે; એટલું જ કે તેના લોક પુન: મૂર્ખાઈ તરફ ફરી ન જાય.૯. આપણા દેશમાં ઈશ્વરનું ગૌરવ વાસ કરે તે માટે તે તેમના સંતોનો ઉદ્ધાર કરવા તેમની નિકટ છે.૧૦. ઈશ્વરનો પ્રેમ અને તેમના લોકની નિષ્ઠાનું મિલન થશે. લોકનો સદાચાર અને ઈશ્વરનું કલ્યાણ એકબીજાને ચુંબન કરશે.૧૧. લોકની નિષ્ઠા ધરતી પરથી ઊગી નીકળશે, અને ઈશ્વરની ઉદ્ધારક શક્તિ સ્વર્ગમાંથી નીચે દષ્ટિ કરશે.૧૨. સાચે જ પ્રભુ સમૃદ્ધિ બક્ષશે; તેથી આપણી ભૂમિ મબલક પાક ઉગાડશે.૧૩. ઈશ્વરની ઉદ્ધારક શક્તિ તેમની આગળ ચાલશે અને સુંદરતા તેમનાં પગલામાં અનુસરશે.ઉકિતઓ ૨૧:૧૨-૧૨૧૨. ન્યાયી ઈશ્વર દુષ્ટના ઘર પર ચાંપતી નજર રાખે છે, અને તે દુષ્ટોને વિનાશમાં ધકેલી દે છે.અધિનિયમો ૨૦:૧૭-૩૮૧૭. પાઉલે મિલેતસથી એફેસસ સંદેશો મોકલ્યો કે મંડળીના આગેવાનો તેને મળવા આવે.૧૮. તે આવ્યા એટલે તેણે કહ્યું, “આસિયા પ્રદેશમાં હું પ્રથમવાર આવ્યો ત્યારથી તમારી સાથેનો પૂરો સમય મેં કેવી રીતે ગાળ્યો તે તમે જાણો છો.૧૯. યહૂદીઓના કાવતરાંને કારણે કપરા સમયોમાં થઈને પસાર થતાં પ્રભુના સેવક તરીકે મેં મારું સેવાકાર્ય પૂરી નમ્રતા અને ઘણાં આંસુઓ સાથે કર્યું છે.૨૦. તમે જાણો છો કે જાહેરમાં અથવા તમારાં ઘરોમાં ઉપદેશ કરતાં કે શિક્ષણ આપતાં તમને મદદર્ક્તા નીવડે એવું કંઈપણ મેં તમારાથી પાછું રાખ્યું નથી.૨૧. યહૂદી અને બિનયહૂદી બધાને એક સરખી રીતે મેં ગંભીર ચેતવણી આપી કે તેમણે પોતાનાં પાપથી વિમુખ થઈ ઈશ્વર તરફ ફરવું, અને આપણા પ્રભુ ઈસુમાં વિશ્વાસ કરવો.૨૨. અને હવે, પવિત્ર આત્માને આધીન થઈને મારું શું થશે એ જાણ્યા વગર હું યરુશાલેમ જઉં છું.૨૩. હું માત્ર એટલું જ જાણું છું કે પ્રત્યેક શહેરમાં પવિત્ર આત્મા મને ચેતવણી આપે છે કે બંદીવાસ તથા સંકટો મારી રાહ જુએ છે.૨૪. “હું મારું સેવાકાર્ય સંપૂર્ણ કરું અને પ્રભુ ઈસુએ મને સોંપેલું કાર્ય પૂરું કરું તે માટે હું મારા જીવને પણ વહાલો ગણતો નથી. એ કાર્ય તો ઈશ્વરની કૃપાનો શુભસંદેશ જાહેર કરવાનું છે.૨૫. “ઈશ્વરના રાજનો ઉપદેશ કરતાં કરતાં હું તમ સર્વ મયે ફર્યો છું. અને હવે હું જાણું છું કે તમારામાંનો કોઈ મને ફરી જોશે નહિ.૨૬. તેથી હું આજે જ આ વાત ગંભીરપણે જાહેર કરું છું! જો તમારામાંના કોઈનો નાશ થાય તો હું જવાબદાર નથી.૨૭. તમને ઈશ્વરનો સમગ્ર ઉદ્દેશ જણાવવામાં મેં કંઈ બાકી રાખ્યું નથી.૨૮. તમારી પોતાની તેમ જ પવિત્ર આત્માએ તમને સોંપેલા આખા ટોળાની સંભાળ રાખો. ઈશ્વરની મંડળી, જેને તેમણે પોતાના લોહી દ્વારા ખરીદી લીધી છે તેનું પાલન કરો.૨૯. હું જાણું છું કે મારા ગયા પછી તમારી મયે ક્રૂર વરુઓ આવશે, અને ટોળાનો નાશ કરશે.૩૦. એવો સમય આવશે કે જ્યારે તમારી પોતાની જ સંગતના માણસો કેટલાક વિશ્વાસીઓને પોતાની પાછળ દોરી જવા જુઠ્ઠું બોલશે.૩૧. તેથી સાવધ રહેજો અને યાદ રાખજો કે રાતદિવસ ઘણાં આંસુઓ સારીને મેં તમ સર્વને ત્રણ વર્ષ સુધી શિક્ષણ૩૨. “અને હવે હું તમને ઈશ્વરને તેમ જ તેમની કૃપાના સંદેશને સોંપું છું. તે તમારું ઘડતર કરવાને અને તેના અલગ કરાયેલા સર્વ લોકો માટે રાખી મૂકેલી આશિષો આપવાને સમર્થ છે.૩૩. મેં કોઈના સોનારૂપાનો કે કીમતી વસ્ત્રનો લોભ રાખ્યો નથી.૩૪. તમે પોતે જાણો છો કે મારા પોતાના હાથોથી ક્મ કરીને મેં મારા સાથીદારોની તેમ જ મારી જરૂરિયાતો પૂરી પાડી છે.૩૫. આ રીતે સખત ક્મ કરીને મેં બધી વાતે બતાવી આપ્યું છે કે, ‘દાન પામવા કરતાં આપવામાં વિશેષ ધન્યવાદ છે.” એ પ્રભુ ઈસુના પોતાના શબ્દો યાદ રાખીને આપણે નિર્બળોને સહાય કરવી જોઈએ.’૩૬. પાઉલ બોલી રહ્યો એટલે બધાની સાથે તેણે ઘૂંટણે પડીને પ્રાર્થના કરી.૩૭. સૌ તેને ભેટીને ચુંબન કરી વિદાય આપતાં રડતા હતા.૩૮. ખાસ કરીને, તેઓ તેને ફરી કદી નહિ જુએ એવા એના શબ્દોને કારણે તેઓ દુ:ખી થયા. અને એમ તેઓ તેને વળાવવા વહાણ સુધી ગયા. Gujarati Bible 2016 (GUCL) Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L. Copyright © 2016 by The Bible Society of India Used by permission. worldwide