એક વર્ષમાં બાઇબલ જુલાઈ ૨૦એઝરા ૧:૧-૧૧૧. ઇરાનના રાજા કોરેશની કારકિર્દીના પહેલા વર્ષે, ઈશ્વરે, યર્મિયાના મુખેથી આપેલાં પોતાના વચનને પૂર્ણ કરતાં, કોરેશ રાજાના મનમાં પ્રેરણા કરી. તેથી કોરેશે પોતાના આખા રાજ્યમાં લેખિત અને શાબ્દિક ફરમાન જારી કર્યું:૨. "ઇરાનના રાજા કોરેશ જાહેર કરે છે કે: યહોવાહ, આકાશવાસી પ્રભુએ મને પૃથ્વી પરનાં સર્વ રાજ્યો આપ્યાં છે અને તેમણે મને યહૂદિયાના યરુશાલેમમાં ભક્તિસ્થાન બાંધવાને નીમ્યો છે.૩. તેના સર્વ લોકોમાંના જે કોઈ તમારામાં હોય, તેઓની સાથે, તેમના ઈશ્વર હો અને તે યહૂદિયામાંના યરુશાલેમમાં જઈને ઇઝરાયલના ઈશ્વર પ્રભુનું ભક્તિસ્થાન બાંધે.૪. તેઓ સિવાયના, રાજ્યમાં તેઓમાંના બાકી રહેતા લોકો યરુશાલેમમાં ઈશ્વરના ઘરના બાંધકામને સારુ, ઐચ્છિકાર્પણો તરીકે ભક્તિસ્થાનનાં બાંધકામને માટે સોનું અને ચાંદી, જરૂરી સાધનો અને પશુઓ અર્પણ કરીને, તેઓને મદદ કરે."૫. તેથી યહૂદિયા અને બિન્યામીનના કુળના વડીલ આગેવાનો, યાજકો, લેવીઓ અને ઈશ્વરથી પ્રેરણા પામેલાઓ યરુશાલેમમાં ઈશ્વરના ભક્તિસ્થાનનાં બાંધકામ માટે જવા તૈયાર થયા.૬. તેઓની આજુબાજુના લોકોએ તેમને ઐચ્છિકાર્પણો ઉપરાંત સોનાચાંદીનાં પાત્રો, જરૂરી સાધનો, જાનવરો તથા મૂલ્યવાન દ્રવ્યો આપ્યાં.૭. વળી નબૂખાદનેસ્સાર રાજાએ, યરુશાલેમના, યહોવાહના ઘરમાંથી લાવીને પોતાના દેવોના મંદિરોમાં જે વસ્તુઓ મૂકી હતી, તે વસ્તુસામગ્રી કોરેશ રાજાએ મંગાવી લીધી.૮. કોરેશ રાજાએ તેના ખજાનચી મિથ્રદાથ પાસે તે વસ્તુઓ મંગાવી અને યહૂદિયાના આગેવાન શેશ્બાસારને ગણી આપી.૯. તેઓની સંખ્યા આ પ્રમાણે છે: સોનાની ત્રીસ થાળીઓ, ચાંદીની એક હજાર થાળીઓ અને ઓગણત્રીસ અન્ય પાત્રો,૧૦. સોનાના ત્રીસ વાટકા, ચાંદીનાં અન્ય પ્રકારના એક હજાર વાટકાઓ તથા એક હજાર અન્ય પાત્રો.૧૧. સોનાચાંદીનાં સર્વ પાત્રો મળીને પાંચ હજાર ચારસો હતાં. જ્યારે બંદીવાનો બાબિલથી યરુશાલેમ આવ્યા ત્યારે આ બધાં પાત્રો શેશ્બાસાર પોતાની સાથે લાવ્યો.એઝરા ૨:૧-૭૦૧. બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદિયાના જે લોકોને બંદીવાન કરીને બાબિલ લઈ ગયો હતો, તેઓમાંના રાજાની ગુલામીમાંથી જે મુક્ત થઈને યરુશાલેમમાં તથા યહૂદિયામાં પોતપોતાનાં નગરમાં પાછા આવ્યા તે માણસોનાં નામ આ પ્રમાણે છે:૨. ઝરુબ્બાબેલ, યેશૂઆ, નહેમ્યા, સરાયા, રએલાયા, મોર્દખાય, બિલ્શાન, મિસ્પાર, બિગ્વાય, રહૂમ, તથા બાના. ઇઝરાયલી લોકોની સંખ્યા આ પ્રમાણે છે.૩. પારોશના વંશજો: બે હજાર એકસો બોતેર.૪. શફાટયાના વંશજો: ત્રણસો બોતેર.૫. આરાહના વંશજો: સાતસો પંચોતેર.૬. યેશૂઆ તથા યોઆબથી પાહાથ-મોઆબના વંશજો: બે હજાર આઠસો બાર.૭. એલામના વંશજો: એક હજાર બસો ચોપન.૮. ઝાત્તુના વંશજો: નવસો પિસ્તાળીસ.૯. ઝાકકાયના વંશજો: સાતસો સાઠ.૧૦. બાનીના વંશજો: છસો બેતાળીસ.૧૧. બેબાયના વંશજો: છસો ત્રેવીસ.૧૨. આઝગાદના વંશજો: એક હજાર બસો બાવીસ.૧૩. અદોનિકામના વંશજો: છસો છાસઠ.૧૪. બિગ્વાયના વંશજો: બે હજાર છપ્પન.૧૫. આદીનના વંશજો: ચારસો ચોપન.૧૬. આટેરમાંના, હિઝકિયાના વંશજો: અઠ્ઠાણું.૧૭. બેસાયના વંશજો: ત્રણસો ત્રેવીસ.૧૮. યોરાના વંશજો: એકસો બાર.૧૯. હાશુમના લોકો: બસો ત્રેવીસ૨૦. ગિબ્બારના લોકો: પંચાણું.૨૧. બેથલેહેમના લોકો: એકસો ત્રેવીસ.૨૨. ટોફાના લોકો: છપ્પન.૨૩. અનાથોથના લોકો: એકસો અઠ્ઠાવીસ.૨૪. આઝમા-વેથના લોકો: બેતાળીસ.૨૫. કિર્યાથ-આરીમ, કફીરા અને બેરોથના લોકો: સાતસો તેંતાળીસ.૨૬. રામા અને ગેબાના લોકો: છસો એકવીસ.૨૭. મિખ્માસના લોકો: એકસો બાવીસ.૨૮. બેથેલ અને આયના લોકો: બસો ત્રેવીસ.૨૯. નબોના લોકો: બાવન.૩૦. માગ્બીશના લોકો: એકસો છપ્પન.૩૧. બીજા એલામના લોકો: એક હજાર બસો ચોપન.૩૨. હારીમના લોકો: ત્રણસો વીસ.૩૩. લોદ, હાદીદ અને ઓનોના લોકો: સાતસો પચીસ.૩૪. યરીખોના લોકો: ત્રણસો પિસ્તાળીસ.૩૫. સનાઆહના લોકો: ત્રણ હજાર છસો ત્રીસ.૩૬. યાજકોનાં નામ આ પ્રમાણે છે: યોશુઆના કુટુંબના, યદાયાના વંશજો: નવસો તોંતેર.૩૭. ઇમ્મેરના વંશજો: એક હજાર બાવન.૩૮. પાશહૂરના વંશજો: એક હજાર બસો સુડતાળીસ.૩૯. હારીમના વંશજો: એક હજાર સત્તર.૪૦. લેવીઓના નામ આ પ્રમાણે છે: હોદાવ્યાના અને યેશૂઆના તથા કાદમીએલના વંશજો: ચુંમોતેર.૪૧. ભક્તિસ્થાનના ગાનારાઓ આ પ્રમાણે છે: આસાફના વંશજો એકસો અઠ્ઠાવીસ.૪૨. ભક્તિસ્થાનના દ્વારપાળો: શાલ્લુમ, આટેર, ટાલ્મોન, આકકૂબ, હટીટા અને શોબાયના વંશજો: કુલ એકસો ઓગણચાળીસ.૪૩. ભક્તિસ્થાનમાં સેવા કરવા માટે નિયુક્ત કરાયેલા: સીહા, હસૂફા, ટાબ્બાઓથ,૪૪. કેરોસ, સીહા, પાદોન,૪૫. લબાના, હગાબા, આકકૂબ,૪૬. હાગાબા, શામ્લાય, અને હાનાનના વંશજો;૪૭. ગિદ્દેલ, ગહાર, રાયા,૪૮. રસીન, નકોદા, ગાઝામ,૪૯. ઉઝઝા, પાસેઆ, બેસાઈ,૫૦. આસના, મેઉનીમ, નફીસીમના વંશજો;૫૧. બાકબુક, હાકૂફા અને હારર,૫૨. બાસ્લુથ, મહીદા, હાર્શા,૫૩. બાર્કોસ, સીસરા, તેમા,૫૪. નસીઆ અને હટીફાના વંશજો.૫૫. સુલેમાનના સેવકોના વંશજો: સોટાય, હાસ્સોફેદેથ, પરૂદા,૫૬. યાઅલાહ, દાર્કોન અને ગિદ્દેલ,૫૭. શફાટયા, હાટીલ, પોખેરેશ - હાસ્બાઈમ અને આમીના વંશજો.૫૮. ભક્તિસ્થાનમાં સેવા કરવા માટે નિયુક્ત કરાયેલા અને સુલેમાનના સેવકોના વંશજો: કુલ ત્રણસો બાણું હતા.૫૯. તેલ-મેલાહ, તેલ હાર્શા, ખરુબ, અદાન તથા ઇમ્મેરમાંથી પાછા આવેલા જેઓ ઇઝરાયલીઓમાંના પોતાના પૂર્વજોની વંશાવળી સાબિત કરી શક્યા નહિ, તેઓનાં નામ આ પ્રમાણે છે:૬૦. દલાયા, ટોબિયા, અને નકોદાના વંશજો: છસો બાવન,૬૧. યાજકોના વંશજોમાંના: હબાયાના વંશજો, હાક્કોસના વંશજો અને બાર્ઝિલ્લાય કે જેણે ગિલ્યાદી બાર્ઝિલ્લાયની દીકરીઓમાંથી એકની સાથે લગ્ન કર્યું હતું અને તેથી તેનું નામ બાર્ઝિલ્લાય પડ્યું હતું તેના વંશજો.૬૨. તેઓએ સર્વ વંશાવળીમાં તપાસ કરી પણ તેઓનાં નામ મળ્યાં નહિ. તેઓએ યાજકપદપણાને ભ્રષ્ટ કર્યું તેથી૬૩. સૂબાએ તેઓને કહ્યું કે, ઉરીમ અને તુમ્મીમ દ્વારા મંજુર કરવામાં ન આવે ત્યાં સુધી પરમપવિત્ર અર્પણોમાંથી તેઓએ ખાવું નહિ.૬૪. સમગ્ર પ્રજાની કુલ સંખ્યા બેતાળીસ હજાર ત્રણસો સાઠ હતી.૬૫. તે ઉપરાંત તેઓનાં દાસો તથા દાસીઓ સાત હજાર ત્રણસો સાડત્રીસ હતા અને તેઓમાં ભક્તિસ્થાનમાં ગાયક સ્ત્રી પુરુષોની સંખ્યા બસો હતી.૬૬. તેઓનાં જાનવરોમાં, સાતસો છત્રીસ ઘોડા, બસો પિસ્તાળીસ ખચ્ચરો,૬૭. ચારસો પાંત્રીસ ઊંટો અને છ હજાર સાતસો વીસ ગધેડાં હતાં.૬૮. જયારે તેઓ યરુશાલેમમાં, યહોવાહના ઘરમાં ગયા, ત્યારે પિતૃઓના કુટુંબોમાંથી કેટલાક વડીલોએ, ભક્તિસ્થાનને તેની જગ્યાએ પુનઃસ્થાપિત કરવા માટે તેઓએ રાજીખુશીથી અર્પણો આપ્યાં.૬૯. તેઓએ પોતાની શક્તિ પ્રમાણે બાંધકામને માટે એકસઠ હજાર દારીક સોનું, પાંચ હજાર માનેહ ચાંદી અને યાજકના સો ગણવેશ આપ્યાં.૭૦. યાજકો, લેવીઓ, બીજા કેટલાક લોકો, ગાનારાઓ, દ્વારપાળો તથા ભક્તિસ્થાનમાં સેવા માટે નિયુક્ત કરવામાં આવેલા સેવકોએ, તેમના નગરોમાં વસવાટ કર્યો. સર્વ ઇઝરાયલીઓ પોતપોતાનાં નગરોમાં વસ્યા.ગીતશાસ્ત્ર ૮૬:૬-૧૦૬. હે યહોવાહ, મારી પ્રાર્થના સાંભળો; મારી વિનંતિ સાંભળો.૭. મારા સંકટના સમયે હું તમને પોકાર કરીશ, કેમ કે તમે મને ઉત્તર આપશો.૮. હે પ્રભુ, દેવોમાં તમારા જેવો કોઈ નથી. તમારા જેવા પરાક્રમો કોઈનાં નથી.૯. હે પ્રભુ, જે સર્વ પ્રજાઓને તમે ઉત્પન્ન કરી છે, તેઓ આવીને તમારી આગળ નમશે. તેઓ તમારા નામનો મહિમા ગાશે.૧૦. કારણ કે તમે મહાન છો અને અદ્દભુત કાર્યો કરનાર છો; તમે જ એકલા ઈશ્વર છો.ઉકિતઓ ૨૧:૧૫-૧૬૧૫. નેકીવાનો ન્યાય કરવામાં આનંદ માને છે, પણ દુષ્કર્મીઓને તો તે વિનાશરૂપ છે.૧૬. સમજણનો માર્ગ છોડીને ચાલનાર માણસ મરણ પામેલાઓની સભામાં આવી પડશે.અધિનિયમો ૨૧:૧૮-૪૦૧૮. બીજે દિવસે પાઉલ અમારી સાથે યાકૂબને ઘરે ગયો, અને સઘળાં વડીલો ત્યાં હાજર હતા.૧૯. તેણે તેઓને ભેટીને ઈશ્વરે તેનાં સેવાકાર્ય વડે બિનયહૂદીઓમાં જે કામ કરાવ્યાં હતા તે વિષે વિગતવાર કહી સંભળાવ્યું.૨૦. તેઓએ તે સાંભળીને ઈશ્વરનો મહિમા કરતાં કહ્યું કે, ભાઈ, યહૂદીઓમાંના હજારો વિશ્વાસીઓ થયા છે, એ તું જુએ છે; અને તેઓ સર્વ ચુસ્ત રીતે નિયમશાસ્ત્રને પાળે છે.૨૧. તેઓએ તારા વિષે સાંભળ્યું છે કે, તું મૂસાના નિયમશાસ્ત્રનો તથા યહૂદી રીતરિવાજોનો વિરોધી છે. બિનયહૂદીઓમાં વસતા યહૂદી વિશ્વાસીઓના છોકરાંનીઓની સુન્નત કરાવવી નહિ, પૂર્વજોના રીતરિવાજ પ્રમાણે ચાલવું નહિ, એવું તું શીખવે છે.૨૨. તો હવે શું કરવું? તું આવ્યો છે એ વિષે લોકોને ચોક્કસ ખબર પડશે જ.૨૩. માટે અમે તને કહીએ તેમ કર; અમારામાંના ચાર માણસોએ શપથ લીધેલ છે;૨૪. તેઓને લઈને તેઓની સાથે તું પણ પોતાને શુદ્ધ કર, અને તેઓને સારુ ખર્ચ કર, કે તેઓ પોતાના માથાં મૂંડાવે; એટલે સઘળાં જાણશે કે, તારા વિષે જે તેઓએ સાંભળ્યું છે તેમાં કંઈ સાચું નથી, પરંતુ તું પોતે પણ નિયમશાસ્ત્ર પાળીને તે પ્રમાણે ચાલે છે.૨૫. પણ બિનયહૂદી વિશ્વાસીઓ સંબંધી અમે ઠરાવીને લખી મોકલ્યું છે કે, તેઓ મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી, ગૂંગળાવીને મારેલાથી, તથા વ્યભિચારથી દૂર રહેવું.'૨૬. ત્યારે પાઉલ બીજે દિવસે તે માણસોને લઈને તેઓની સાથે શુદ્ધ થઈને ભક્તિસ્થાનમાં ગયો. અને એવું જાહેર કર્યું કે તેઓમાંના દરેકને સારુ અર્પણ ચઢાવવામાં આવશે ત્યારે જ શુદ્ધિકરણના દિવસો પૂરા થશે.૨૭. તે સાત દિવસ પૂરા થવા આવ્યા ત્યારે આસિયાના યહૂદીઓએ તેને ભક્તિસ્થાનમાં જોઈને સર્વ લોકોને ઉશ્કેરીને તેના પર હાથ નાખીને તેને પકડી લીધો;૨૮. તેઓએ બૂમ પાડી કે, 'હે ઇઝરાયલી માણસો, સહાય કરો જે માણસ સર્વ જગ્યાએ લોકોની તથા નિયમશાસ્ત્રની તથા આ જગ્યાની વિરુદ્ધ સર્વને શીખવે છે તે આ છે; વળી તેણે ગ્રીકોને પણ ભક્તિસ્થાનમાં લાવીને આ પવિત્ર જગ્યાને અશુદ્ધ કરી છે.૨૯. [કેમ કે તેઓએ એફેસસના ત્રોફીમસને તેની સાથે શહેરમાં પહેલાં જોયો હતો, પાઉલ તેને ભક્તિસ્થાનમાં લાવ્યો હશે એવું તેઓએ માન્યું.]૩૦. ત્યારે આખા શહેરમાં ધમાલ મચી ગઈ, લોકો દોડીને એકઠા થઈ ગયા, અને તેઓએ પાઉલને પકડીને ભક્તિસ્થાનમાંથી બહાર કાઢી મૂક્યો, અને તરત બારણાં બંધ કરવામાં આવ્યાં.૩૧. તેઓ તેને મારી નાખવાની તૈયારીમાં હતા એટલામાં પલટણના આગેવાનને સમાચાર મળ્યા કે, આખા યરુશાલેમમાં હુલ્લડ મચી રહ્યું છે.૩૨. ત્યારે સિપાઈઓને તથા સૂબેદારોને સાથે લઈને તે તેઓ પાસે દોડી આવ્યો, અને તેઓએ સરદારને તથા સિપાઈઓને જોયા ત્યારે પાઉલને મારવાનું બંધ કર્યું.૩૩. ત્યારે સરદારે પાસે આવીને તેને પકડીને બે સાંકળથી બાંધવાની આજ્ઞા આપી; અને પૂછ્યું કે, 'એ કોણ છે, અને એણે શું કર્યું છે?'૩૪. ત્યારે લોકોમાંના કેટલાકે એક વાત કરી અને કેટલાકે બીજી વાત કરી, તેથી ગડબડના કારણથી તે ચોક્કસ જાણી શક્યો નહિ, ત્યારે તેણે તેને કિલ્લામાં લઈ જવાની આજ્ઞા આપી.૩૫. પાઉલ પગથિયાં પર ચઢયો ત્યારે એમ થયું કે, લોકોના ધસારાને લીધે સિપાઈઓને તેને ઊંચકી લઈ જવો પડ્યો;૩૬. કેમ કે લોકોની ભીડ તેઓની પાછળ ને પાછળ ચાલીને બૂમ પાડતી હતી કે, 'તેને મારી નાખો.'૩૭. તેઓ પાઉલને કિલ્લામાં લઈ જતા હતા, એટલામાં તેણે સરદારને કહ્યું કે, 'મને તારી સાથે બોલવાની રજા છે?' ત્યારે તેણે કહ્યું કે, શું તું ગ્રીક ભાષા જાણે છે?૩૮. મિસરીએ કેટલાક સમય ઉપર ચાર હજાર ખૂનીઓને ઉશ્કેરીને બળવો કરાવ્યો અને તેઓનો [આગેવાન થઈને] તેઓને બહાર અરણ્યમાં લઈ ગયો તે શું તું નથી?'૩૯. પણ પાઉલે કહ્યું કે, 'હું કિલીકિયાના તાર્સસનો યહૂદી છું, હું કંઈ અપ્રસિદ્ધ શહેરનો વતની નથી; હું તને વિનંતી કરું છું કે, લોકોની આગળ મને બોલવાની રજા આપ.'૪૦. તેણે તેને રજા આપી, ત્યારે પાઉલે પગથિયાં પર ઊભા રહીને લોકોને હાથે ઈશારો કર્યો, તેઓ બધા એકદમ શાંત થઈ ગયા, ત્યારે તેણે હિબ્રૂ ભાષામાં બોલતાં કહ્યું કે, Gujarati Bible 2019 GUJ-IRV Creative Commons License Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી)