એક વર્ષમાં બાઇબલ જૂન ૨૪૧ ક્રોનિકલ્સ ૧૧:૧-૪૬૧. પછી સર્વ ઇઝરાયલે હેબ્રોનમાં દાઉદની પાસે એકત્ર થઈને કહ્યું, “અમે તમારા હડકાના તથા તમારા માંસના છીએ.૨. ગતકાળમાં શાઉલ રાજા હતો ત્યારે પણ ઇઝરાયલને બહાર લઈ જનાર તથા અંદર લાવનાર તમે જ હતા. તેમ જ તમારા ઈશ્વર યહોવાએ અમને કહ્યું હતું, ‘તું મારા ઇઝરાયલી લોકનું પાલન કર, ને તું જ મારા ઇઝરાયલી લોકો પર અધિકરી થશે.’”૩. આ પ્રમાણે ઇઝરાયલના સર્વ વડીલો હેબ્રોનમાં રાજાની પાસે ભેગા થયા. અને દાઉદે ત્યાં યહોવાની સમક્ષ તેઓની સાથે કરાર કર્યો. અને શમુએલ દ્વારા અપાયેલા યહોવાના વચન પ્રમાણે તેઓએ દાઉદને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો.૪. દાઉદ તથા સર્વ ઇઝરાયલ યરુશાલેમ તથા (એટલે યબૂસ) ગયા. દેશના મૂળ રહેવાસી યબૂસીઓ ત્યાં હતા.૫. યબૂસના રહેવાસીઓએ દાઉદને કહ્યુ, “તારાથી કદી પણ અંદર આવી શકાશે નહિ.” તો પણ દાઉદે સિયોનનો કિલ્લો જીતી લીધો. તે જ દાઉદ નગર છે.૬. દાઉદે કહ્યું, “જે કોઈ યબૂસીઓને પ્રથમ મારશે તે સેનાપતિ થશે.” સરુયાનો પુત્ર યોઆબ પ્રથમ ચઢી ગયો, ને સેનાપતિ બન્યો.૭. દાઉદ કિલ્લામાં રહ્યો; માટે તેઓએ તેનું નામ દાઉદનગર પાડ્યું.૮. તેણે મિલ્લોથી લઈને ચોતરફ નગર બાંધ્યું, અને યોઆબે બાકીના નગરને સમાર્યું.૯. દાઉદ વધારે ને વધારે બળવાન થતો ગયો, કેમ કે સૈન્યના ઈશ્વર યહોવા તેની સાથે હતા.૧૦. દાઉદના મુખ્ય યોદ્ધાઓ નીચે પ્રમાણે છે: તેઓ ઇઝરાયલ વિષેના યહોવાના વચન પ્રમાણે તેને રાજા કરવા માટે સર્વ ઇઝરાયની સામે મક્કમપણે તેના રજ્યમાં તેની પડખે રહ્યા.૧૧. દાઉદના યોદ્ધાઓની ગણતરી આ છે: હાખ્મોનીનો પુત્ર યોશાબામ, એ ત્રણમાંનો મુખ્ય હતો. તેણે પોતાની બરછી ત્રણસો માણસોની વિરુદ્ધ ઉઠાવીને તેઓને એકી વખતે મારી નાખ્યા.૧૨. તેનાથી ઉતરતો અહોહી દોદોનો પુત્ર એલાઝાર હતો, તે પણ ત્રણ યોદ્ધાઓમાંનો એક હતો.૧૩. પાસ-દામ્મીમમાં તે દાઉદની સાથે હતો, ને ત્યાં જવના ખેતરમાં પલિસ્તીઓ લડાઈને માટે એકત્ર થયા હતા; અને લોકો એમની આગળથી નાસતા હતા.૧૪. ત્યારે તેઓએ તે ખેતરમાં ઊભા રહીને તેનો બચાવ કર્યો, ને પલિસ્તીઓને મારી નાખ્યા. યહોવાએ મોટો જય કરીને તેઓને બચાવ્યા.૧૫. ત્રીસ મુખ્યમાંના ત્રણ દાઉદની પાસે અદુલ્લામની ગુફામાં ગઢ આગળ જઈ પહોંચ્યા. પલિસ્તીઓના સૈન્યે રફાઈમના મેદાનમાં છાવણી નાખી હતી.૧૬. દાઉદ તે સમયે ગઢમાં હતો, ને પલિસ્તીઓનું થાણું બેથલેહેમમાં હતું.૧૭. દાઉદે બહુ આતુર થઈને કહ્યું, “બેથલેહેમના દરવાજા પાસેના કૂવાનું પાણી કોઈ મને પીવડાવે તો કેવું સારું!”૧૮. તે [સાંભળીને] પેલા ત્રણ પલિસ્તીઓની છાવણીમાં ઘસી જઈને તે દરવાજા પાસેના બેથલેહેમના કૂંવામાંથી પાણી કાઢ્યું. ને દાઉદની પાસે તે લઈ આવ્યા; પણ દાઉદે તે પાણી પીવાની ના પાડી, પણ યહોવાની આગળ તે રેડી દીધું,૧૯. ને કહ્યું, “મારો ઈશ્વર મારી પાસે એવું ન કરાવે. આ પુરુષો કે જેઓએ પોતાના જીવ જોખમમાં નાખ્યા છે તેઓનું લોહી હું કેમ પીઉં? કેમ કે તેઓ તો પોતાના જીવને [જોખમે] તે લાવ્યા છે.” આથી તે પીવાને તે રાજી ન હતો. એ ત્રણ યોદ્ધાઓએ એ ત્રણ કાર્યો કર્યા.૨૦. યોઆબનો ભાઈ અબિશાય તે ત્રણમાંનો મુખ્ય હતો; કેમ કે તેણે પોતાની બરછી ત્રણસો માણસોની વિરુદ્ધ ઉઠાવીને તેઓને મારી નાખીને એ ત્રણમાં નામ મેળવ્યું.૨૧. ત્રીસમાં તે સૌથી નામાંકિત હતો, ને તે તેઓનો ઉપરી થયો; તોપણ તે પેલા ત્રણની બરોબરી કરી શક્યો નહિ.૨૨. કાબ્સેલ [ગામ] ના પરાક્રમી કૃત્યો કરનાર એક શયૂરવીર પુરુષના પુત્ર યહોયાદાનો પુત્ર બનાયા હતો, એણે મોઆબી અરીએલના બે પુત્રોને મારી નાખ્યા. વળી એક વાર હિમ પડતું હતું તે વખતે તેણે એક ગુફામાં જઈને એક સિંહને મારી નાખ્યો.૨૩. વળી તેણે એક મોટા કદાવર પાંચ હાથના મિસરી પુરુષને મારી નાખ્યો. તે મિસરીના હાથમાં વણકરની તોરના જેવી એક બરછી હતી. એ ફક્ત લાકડી લઈને તેની પાસે જઈ પહોંચ્યો, ને મિસરીના હાથમાંથી બરછી છીનવી લઈને તેની જ બરછીથી તેને મારી નાખ્યો.૨૪. યહોયાદાના પુત્ર બનાયાએ એ કાર્યો કર્યા, તેથી એ ત્રણ યોદ્ધાઓના જેવો તે નામાંકિત થયો.૨૫. તે ત્રીસમાં નામીચો હતો, પણ તે પેલા ત્રણની બરોબરી કરી શક્યો નહિ; દાઉદે તેને પોતાના અંગરક્ષકોનો ઉપરી ઠરાવ્યો.૨૬. વળી સૈન્યમાં આ યોદ્ધાઓ પણ હતા: યોઆબનો ભાઈ અસાહેલ, બેથલેહેમના દોદોનો પુત્ર એલ્હાનાન.૨૭. શામ્મોથ હરોરી, હેલેસ પલોની;૨૮. કોઈ ઇક્કેશનો પુત્ર ઇરા, અબીએઝેર અનાથોથી;૨૯. સિબ્બખાય હુશાથી, ઇલાહ-અયોહી;૩૦. માહરાય નટોફાથી, નટોફાથી બાનાનો પુત્ર હેલેદ;૩૧. બિન્યામીનપુત્રોના ગિબ્યાના રિબાયનો પુત્ર ઈથાય, બનાયા પિરાથોની;૩૨. ગાઆશનાં નાળાંવાળો હુરાય, અબીએલ આર્બાથી;૩૩. આઝમા-વેથ બાહરૂમી, એલ્યાહબા શાલ્બોની;૩૪. ગેઝોની હાશેમના પુત્રો, હારારી શાગેનો પુત્ર યોનાથાન;૩૫. હારારી સાખારનો પુત્ર અહીઆમ, ઉરનો પુત્ર અલિફાહ;૩૬. હેફેર મખેરાથી, અહિયા પલોની;૩૭. હેસરો કાર્મેલી, એઝબાયનો પુત્ર નારાય;૩૮. નાથાનનો ભાઈ યોએલ, હાગ્રીનો પુત્ર મિબ્હાર;૩૯. સેલેક આમ્મોની, સરુયાના પુત્ર યોઆબનો શાસ્ત્રવાહક નાહરાય બેરોથી;૪૦. ઇરા યિથ્રી, ગારન યિથ્રી;૪૧. ઊરિયા હિત્તી, આહલાયનો પુત્ર ઝાબાદ;૪૨. રુબેની શિઝાનો પુત્ર અદીના, તે ત્રીસ રુબેનીઓની ટુકડીનો સરદાર હતો;૪૩. માકાનો પુત્ર હાનાન, ને યહોશાફાટ મિથ્ની;૪૪. ઉઝિયા આશ્તરોથી, અરોએરી હોથામના પુત્ર શામા તથા યેઈએલ;૪૫. શિમ્રીનો પુત્ર યદિયેલ, ને તેનો ભાઈ યોહાતીસી;૪૬. અલીએલ માહવી, એલ્તામના પુત્ર યરીબાઈ તથા યોશાવ્યા, ને યિથ્મા મોઆબી;૧ ક્રોનિકલ્સ ૧૨:૧-૪૦૧. કીશના પુત્ર શાઉલને લીધે દાઉદ હજી સંતાતો ફરતો હતો તેવામાં તેની પાસે જેઓ સિકલાગ આવ્યા તેઓ આ છે; અને તેઓ તેને યુદ્ધમાં સહાય કરનાર શૂરવીરોમાંના હતા.૨. તેઓ તીરંદાજો હતા, ને જમણે તથા ડાબે બન્ને હાથે [ગોફણથી] ગોળા મારી શકતા હતા. તેઓ બિન્યામીની શાઉલના ભાઈઓમાંના હતા.૩. મુખ્ય આહીએઝેર, પછી યોઆશ, એ ગિબ્યાથી શમ્માના દીકરા હતા; આઝમાવેથના પુત્રો યઝીએલ તથા પેલેટ; બરાખા, તથા યેહુ અનાથોથી;૪. ત્રીસમાંનો તથા ત્રીસનો પરાક્રમી સરદાર યિશ્માયા ગિબ્યોની; યર્મિયા, યાહઝીએલ, યોહાનાન, યોઝાબાદ ગેદેરાથી;૫. એલુઝાય, યરિમોથ, બાલ્યા, શમાર્યા, સફાટ્યા હરુકી;૬. એલ્કાના, યિશ્શયા, અઝારેલ, યોએઝેર, યાશોબામ, એ કોરાહીઓ હતા;૭. વળી ગદોરના યરોહામના પુત્રો યોએલા તથા ઝબાદ્યા.૮. ગાદીઓમાંથી જેઓ શૂરવીર તથા યુદ્ધમાં કુશળ ને ઢાલ તથા ભાલા વાપરી શકે એવા, સિંહના જેવા વિકરાળ, ને પર્વત પરનાં હરણો જેવા ચપળ પુરુષો, જુદા પડીને અરણ્યના ગઢમાં દાઉદ પાસે ગયા.૯. [તેઓમાં] મુખ્ય એઝેર, બીજો ઓબાદ્યા, ત્રીજો અલિયાબ;૧૦. ચોથો મિશ્માન્ના, પાચમો યર્મિયા;૧૧. છઠ્ઠો આત્તાય, સાતમો અલીએલ;૧૨. આઠમો યોહાનાન, નવમો એલ્ઝાબાદ;૧૩. દશમો યર્મિયા, ને અગિયારમો માખ્બાન્નાઈ.૧૪. ગાદના પુત્રોમાંના તેઓ સૈન્યના સરદારો હતા, તેઓમાંનો જે સૌથી નાનો તે સોની બરાબર હતો, ને તેઓમાંનો જે સૌથી મોટો તે હજારની બરાબર હતો.૧૫. પહેલા માસમાં યર્દન [નદી] પોતાના કાંઠા પર થઈને છલકાઈ ગઈ હતી તે વખતે જેઓ તેની પાર ગયા, ને જેઓએ પુર્વના તથા પશ્ચિમના નીચાણના પ્રદેશમાં રહેનારા સર્વને નસાડી મૂક્યા હતા તેઓ એ છે.૧૬. બિન્યામીનના તથા યહૂદાના પુત્રોમાંના [કેટલાક] દાઉદની પાસે ગઢમાં આવ્યા.૧૭. દાઉદ નીકળીને તેઓને મળવા ગયો, ને તેઓને કહ્યું, “જો તમે મને સહાય કરવા માટે સલાહશાંતિથી મારી પાસે આવ્યા હો, તો મારું હ્રદય તમારી સાથે એક ગાંઠ થશે; પણ હું નિર્દોષ છતાં, જો મને મારા વૈરીઓને સ્વાધીન કરવા માટે [તમે આવ્યા હો], તો તે જોઈને આપણા પિતૃઓના ઈશ્વર તેને માટે શિક્ષા કરો.”૧૮. ત્યારે ત્રીસમાંના મુખ્ય અમાસાય પર આત્મા આવ્યો. [તેણે કહ્યું કે,] “હે દાઉદ, અમે તમારા માણસો છીએ, હે યિશાઈના પુત્ર, અમે તમારી પડખે છીએ. તમને શાંતિ થાઓ, શાંતિ થાઓ, તમારા સહાયકોને શાંતિ થાઓ; કેમ કે તમારા ઈશ્વર તમને સહાય કરનાર છે.” ત્યારે દાઉદે તેઓનો અંગીકાર કર્યો, ને તેઓને ટોળીઓના સરદારો બનાવ્યા.૧૯. વળી જ્યારે પલિસ્તીઓની સાથે તે શાઉલની સામે યુદ્ધમાં આવ્યો ત્યારે મનાશ્શામાંના પણ કેટલાએક ફૂટીને દાઉદના પક્ષમાં આવ્યા, પણ તેઓએ પલિસ્તીઓને સહાય કરી નહિ, કેમ કે તેઓના સરદારોએ અંદર અંદર મસલત કર્યા પછી એમ કહીને તેને વિદાય કર્યો, “તે પોતાના ધણી શાઉલની તરફ ફરી જઈને અમારા શિર જોખમમાં નાખશે.”૨૦. તે સિકલાગમાં પાછો જતો હતો, ત્યારે મનાશ્શામાંના આદના, યોઝાબાદ, યદીએલ, મિખાએલ, યોઝાબાદ, અલીહૂ તથા સિલ્લથાય એ મનાશ્શાના સહસ્રાધિપતિઓ ફૂટીને તેના પક્ષમાં આવ્યા.૨૧. તેઓએ ભટકતાં ધાડાં વિરુદ્ધ દાઉદને સહાય કરી; કેમ કે તેઓ સર્વ શૂરવીરો તથા સૈન્યમાં સરદારો હતા.૨૨. તે સમયે રોજ રોજ દાઉદને સહાય કરવા માટે લોકો તેની પાસે આવતા ગયા, તેથી તેનું સૈન્ય છેવટે ઇશ્વરના સૈન્ય જેવું મોટું થયું.૨૩. સૈન્યને માટે સજ્જ થયેલા જે લોકો યહોવાના વચન પ્રમાણે શાઉલનું રાજ્ય દાઉદને આપવા માટે તેની પાસે હેબ્રોન આવ્યા હતા, તેઓના ઉપરીઓની સંખ્યા આ છે:૨૪. યહૂદાના પુત્રો, ઢાલ તથા બરછી ધારણ કરીને, સૈન્યને માટે સજ્જ થયેલા, છ હજાર આઠસો હતા.૨૫. શિમયોનના પુત્રોમાંથી યુદ્ધમાં કુશળ શૂરવીર પુરુષો સાત હજાર એકસો.૨૬. લેવીના પુત્રોમાંથી ચાર હજાર છસો.૨૭. હારુનના [કુટુંબ] નો આગેવાન યહોયાદા હતો, તેની સાથે ત્રણ હજાર સાતસો સૈનિકો હતા.૨૮. વળી સદોક એક જુવાન તથા શૂરવીર પુરુષ તથા તેના પિતાના કુટુંબના બાવીસ સરદાર તેની સાથે હતા.૨૯. બિન્યામીનના પુત્રોમાંથી શાઉલના ભાઈઓ ત્રણ હજાર હતા, કેમ કે હજી સુધી તેઓનો મોટો ભાગ શાઉલના કુટુંબ પ્રત્યે વફાદાર રહ્યો હતો.૩૦. એફ્રાઈમના પુત્રોમાંથી વીસ હજાર આઠસો. તેઓ પોતાના પિતાનાં કુટુંબોમાં નામીચા શૂરવીર પુરુષો [હતા].૩૧. વળી મનાશ્શાના અર્ધકુળમાંથી આઢાર હજાર [જેઓનાં નામ નોંધાયેલાં હતાં, તેઓ] દાઉદને રાજા કરવા માટે આવ્યા હતા.૩૨. ઇસ્સાખારના પુત્રોમાંથી બસો એવા માણસો હતા કે જેઓ તે સમયે શાની જરૂર છે, ને ઇઝરાયલે શું શું કરવું જોઈએ, તે સમજતા હતા. તેઓના સર્વ ભાઈઓ તેઓની આજ્ઞાને આધીન રહેતા હતા.૩૩. ઝબુલોનમાંથી સૈન્યમાં જઈ શકે એવા તથા સર્વ પ્રકારનાં યુદ્ધશસ્ત્રો સહિત વ્યૂહ રચી શકે એવા પચાસ હજાર; તેઓ વ્યવસ્થા કરી શકે એવા તથા એકદિલ હતા.૩૪. નફતાલીમાંથી એક હજાર સરદાર હતા, ને તેઓની સાથે ઢાલબરછીવાળા સાડત્રીસ હજાર માણસો હતા.૩૫. દાનીઓમાંથી વ્યૂહ રચી શકે એવા અઠાવીસ હજાર છસો માણસો હતા.૩૬. આશેરમાંથી સૈન્યમાં જઈ શકે એવા તથા વ્યૂહ રચી શકે એવા ચાળીસ હજાર હતા.૩૭. યર્દનને પેલે પાર રુબેનીઓમાંથી, ગાદીઓમાંથી તથા મનાશ્શાના અર્ધકુળમાંથી યુદ્ધને માટે સર્વ પ્રકારના શસ્ત્ર સહિત, એક લાખ વીસ હજાર હતા.૩૮. એ સર્વ લડવૈયા તથા વ્યૂહ રચી શકે એવા પુરુષો, દાઉદને સર્વ ઇઝરાયલ પર રાજા કરવા માટે એકદિલ થઈને હેબ્રોન આવ્યા. બાકીના સર્વ ઇઝરાયલીઓ પણ એક જ મતના હતા.૩૯. તેઓએ ખાઇપીને ત્રણ દિવસ સુધી ત્યાં દાઉદની સાથે આનંદ કર્યો; કેમ કે તેઓના ભાઈઓએ તેઓને માટે તૈયારી કરી રાખી હતી.૪૦. વળી તેઓ તેઓની પાસેના હતા, એટલે ઈસ્સાખાર, ઝબુલોન તથા નફતાલી સુધીના જેઓ હતા, તેઓ ગધેડા પર, ઊંટો પર, ખચ્ચરો પર તથા બળદો પર ખોરાક, એટલે રોટલી, અંજીરનાં ચકતાં, દ્રાક્ષાની લૂમો, દ્રાક્ષારસ તથા તેલ લાવ્યા હતા. વળી ગોધાઓ તથા પુષ્કળ ઘેટાં પણ લાવ્યા હતા; કેમ કે ઇઝરાયલમાં સર્વત્ર આનંદોત્સવ થઇ રહ્યો હતો.ગીતશાસ્ત્ર ૭૭:૧૬-૨૦૧૬. હે ઈશ્વર, પાણીએ તમને જોયા; પાણી તમને જોઈને બીધું; ઊંડાણો પણ ધ્રુજ્યાં.૧૭. વાદળોએ પાણી રેડયું; આકાશે ગર્જના કરી; તમારાં બાણ ચોતરફ ઊડ્યાં.૧૮. તમારી ગર્જનાનો સાદ વંટોળિયામાં હતો; વીજળીઓએ જગતને પ્રકાશિત કર્યું; પૃથ્વી કાંપી તથા ડોલી.૧૯. તમારો માર્ગ સમુદ્રમાં હતો; તમારી વાટો મહાજળમાં હતી; તમારાં પગલાં જાણવામાં આવ્યાં નહિ.૨૦. તમે મૂસા તથા હારુનની મારફતે પોતાના લોકોને ઘેટાંના ટોળાની જેમ દોર્યા.ઉકિતઓ ૧૯:૧૭-૧૯૧૭. ગરીબ પર દયા રાખનાર યહોવાને ઉછીનું આપે છે, તે તેને તેના સુકૃત્યનો બદલો આપશે.૧૮. આશા છે ત્યાં સુધી તારા દીકરાને શિક્ષા કર; અને તેનો નાશ કરવાને તું મન ન લગાડ.૧૯. મહાક્રોધીને શિક્ષા ભોગવવી પડશે; જો તું તેને જવા દેશે, તો તારે ફરી બીજી વેળા તે આપવી પડશે.અધિનિયમો ૭:૧-૨૧૧. ત્યારે પ્રમુખ યાજકે પૂછયું, “શું આ પ્રમાણે હકીકત છે?”૨. [સ્તેફને] કહ્યું, “ભાઈઓ, તથા વડીલો, સાંભળો. આપણો પૂર્વજ ઇબ્રાહિમ હારાનમાં રહેવા આવ્યો તે અગાઉ તે મેસોપોટેમિયામાં રહેતો હતો, ત્યારે મહિમાવાન ઈશ્વરે તેને દર્શન દઈને૩. કહ્યું, ‘તું તારા દેશમાંથી તથા તારાં સગાંમાંથી નીકળ, અને જે દેશ હું તને બતાવું તેમાં જઈને રહે.’૪. ત્યારે ખાલ્દી દેશમાંથી નીકળીને તે હારાનમાં જઈ રહ્યો, અને ત્યાંથી તેનો પિતા મરણ પામ્યો ત્યાર પછી એ દેશ જેમાં તમે હમણાં રહો છો, તેમાં ઈશ્વરે તેને લાવીને વસાવ્યો.૫. તેણે એ દેશમાં તેને કંઈ વતન આપ્યું નહિ. ના, એક ડગલું પણ નહિ; અને જોકે હજી સુધી તેને સંતાન થયું નહોતું તોપણ તેણે તેને તથા તેના પછી તેના વંશજોને વતન તરીકે [આ દેશ] આપવાનું વચન આપ્યું.૬. ઈશ્વરે તેને કહ્યું, ‘તારા વંશજો પરદેશમાં રહેશે, અને [ત્યાંના લોકો] ચારસો વરસ સુધી તેઓને ગુલામગીરીમાં રાખીને દુ:ખ દેશે.’૭. વળી ઈશ્વરે કહ્યું, ‘તેઓ જે લોકોના ગુલામ થશે તેઓનો ન્યાય હું કરીશ, અને ત્યાર પછી તેઓ ત્યાંથી આવીને આ સ્થળે મારી સેવા કરશે.’૮. તેમણે તેને સુન્નતનો કરાર ઠરાવી આપ્યો, ત્યાર પછી [ઇબ્રાહિમથી] ઇસહાક થયો, અને તેણે આઠમે દિવસે તેની સુન્નત કરી, પછી ઇસહાકથી યાકૂબ થયો, અને યાકૂબથી બાર પૂર્વજો થયા.૯. પછી પૂર્વજોએ યૂસફ પર અદેખાઈ રાખીને તેને મિસરમાં [લઈ જવા માટે] વેચી દીધો. પણ ઈશ્વર તેની સાથે હતા.૧૦. તેમણે તેનાં સર્વ સંકટોમાંથી તેને છોડાવ્યો, અને તેને એવી બુદ્ધિ આપી કે મિસરનો રાજા ફારુન તેના પર પ્રસન્ન થયો. તેણે તેને મિસર પર તથા પોતાના આખા મહેલ પર અધિકારી નીમ્યો.૧૧. પછી આખા મિસરમાં તથા કનાનમાં દુકાળ પડ્યો, જેથી ભારે સંકટ આવ્યું, અને આપણા પૂર્વજોને ખાવાનું મળ્યું નહિ.૧૨. પણ યાકૂબના સાંભળવામાં આવ્યું કે મિસરમાં અનાજ છે, ત્યારે તેણે આપણા પૂર્વજોને પહેલી વખત ત્યાં મોકલ્યા.૧૩. પછી બીજી વખતે યૂસફે પોતાના ભાઈઓને પોતાની ઓળખાણ આપી. એટલે યૂસફનું કુળ ફારુનના જાણવામાં આવ્યું.૧૪. ત્યારે યૂસફે સંદેશો મોકલીને પોતાના પિતા યાકૂબને તથા પોતાનાં સર્વ સગાંને, એટલે પોણોસો માણસને પોતાની પાસે તેડાવ્યાં.૧૫. યાકૂબ મિસર ગયો, અને [ત્યાં] તે તથા આપણા પૂર્વજો મરી ગયા.૧૬. તેઓને શખેમ લઈ જવામાં આવ્યા, અને ત્યાં જે કબરસ્તાન ઇબ્રાહિમે ચાંદીનું નાણું આપીને હમોરના દીકરાઓ પાસેથી વેચાતું લીધું હતું તેમાં દફનાવ્યા.૧૭. પણ જે વચન ઈશ્વરે ઇબ્રાહિમને આપ્યું હતું, તેનો સમય જેમ જેમ પાસે આવતો ગયો તેમ તેમ મિસરમાં તે લોકોની વૃદ્ધિ થતી ગઈ, અને તેઓ પુષ્કળ થયા.૧૮. એવામાં મિસરમાં એક બીજો રાજા થયો, જે યૂસફને ઓળખતો નહોતો.૧૯. તેણે આપણી પ્રજાની સાથે કપટ કરીને આપણા પૂર્વજોને દુ:ખ આપ્યું, એટલે તેઓનાં બાળકો જીવે નહિ માટે તેઓને તેમની પાસે નાખી દેવડાવ્યાં.૨૦. તે અરસામાં મૂસા જન્મ્યો, તે ઘણો સુંદર હતો. પોતાના પિતાના ઘરમાં ત્રણ મહિના સુધી તેનું પાલન થયું.૨૧. પછી તેને નાખી દીધો, ત્યારે ફારુનની દીકરીએ તેને ઉપાડી લઈને પોતાના દીકરા તરીકે તેને પાળ્યો. Gujarati Bible (GUOV) 2016 Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ Copyright © Bible Society of India, 2016. Used by permission. worldwide