એક વર્ષમાં બાઇબલ જુલાઈ ૧૮૨ ક્રોનિકલ્સ ૩૨:૧-૩૩૧. આ બિનાઓ બન્યા પછી અને આવી પ્રામાણિક વર્તણૂક ચલાવ્યા પછી આશૂરના રાજા સાન્હેરીબે યહૂદિયા પર ચઢાઈ કરીને કિલ્લાવાળાં નગરોની સામે છાવણી નાખી, ને તે તેઓને જીતી લેવાનું ધારતો હતો.૨. હિઝકિયાએ જોયું કે સાન્હેરીબ આવ્યો છે, ને તેનો ઇરાદો યરુશાલેમ ઉપર હુમલો કરવાનો છે,૩. ત્યારે જે ઝરાઓ નગરની બહાર હતાં તેમનું પાની બંધ કરી દેવા વિષે તેણે પોતાના સરદારો તથા પરાક્રમી યોદ્ધાઓની સલાહ પૂછી કે, આશૂરના રાજાઓને ઘણું પાણી મળે.એવું શા માટે હોવું જોઈએ?૪. તેથી ત્યાં ઘણા લોક એકત્ર થયા, ને તેઓએ સર્વ ઝરાઓને તથા દેશમાં થઈને વહેતાં નાળાંને પૂરી દીધાં. એ કામમાં તેઓએ તેને મદદ આપી.૫. વળી તેણે હિમ્મત રાખીને ભાંગી ગયેલો કોટ ફરીથી બાંધ્યો, ને દાઉદનગરમાંના મિલ્લોને મજબૂત કર્યું; અને પુષ્કળ બરછીઓ તથા ઢાલો બનાવી.૬. વળી તેણે લશ્કરી અમલદારોને લોકો ઉપર નીમીને તેઓને નગરના દરવાજા પાસેના ચોકમામ પોતાની હજૂરમાં એકત્ર કર્યા; અને તેઓને ઉત્તેજન આપતાં કહ્યું,૭. “બળવાન તથા હિમ્મતવાન થાઓ, આશૂરના રાજાથી તથા તેની સાથેના મોટા સૈન્યથી ડરશો નહિ તેમ ગભરાશો પણ નહિ, કેમ કે તેની સાથેના સૈન્ય કરતાં આપણી સાથે જે છે તે વધારે મોટો છે.૮. તેની સાથે જે છે તે માત્ર માણસો છે, પણ આપણને સહાય કરવાને તથા આપણાં યુદ્ધો લડવાને આપણી સાથે આપણા ઈશ્વર યહોવા છે.” યહૂદિયાના રાજા હિઝકિયાના બોલવા પર લોકોએ ભરોસો રાખ્યો.૯. ત્યાર પછી આશૂરના રાજા સાન્હેરીબે (તે તો પોતાના સર્વ બળવાન સૈન્ય સાથે લાખીશથી સામે પડેલો હતો) તેના કેટલાક સરદારોને યરુશાલેમમાં યહૂદિયાના રાજા હિઝકિયાની પાસે તથા યરુશાલેમમાં રહેનારા યહૂદિયાના સર્વ લોકોની પાસે મોકલીને કહાવ્યું,૧૦. “આશૂરનો રાજા સાન્હેરીબ કહે છે કે, ‘તમે શા ઉપર ભરોસો રાખીને યરુશાલેમનો ઘેરો વેઠી રહો છો?૧૧. તમારો ઈશ્વર યહોવા તમને આશૂરના રાજાના હાથમાંથી બચાવશે, એમ હિઝકિયા તમને કહે છે, તે તમને દુકાળથી તથા તરસથી મોતને સ્વાધીન કરવા સમજાવતો નથી?૧૨. શું એ જ હિઝકિયાએ તેનાં ઉચ્ચસ્થાનો તથા તેની વેદીઓ કાઢી નાખીને યહૂદિયાને તથા યરુશાલેમને આજ્ઞા નથી કરી કે તમારે એક જ વેદી આગળ ભજન કરવું તથા તેના જ ઉપર તમારે ધૂપ બાળવો?૧૩. મેં તથા મારા પિતૃઓએ દેશોના સર્વ લોકોના શા હાલ કર્યા છે, એ શું તમે જાણતા નથી? શું દેશોના લોકોના દેવો પોતાના દેશોને મારા હાથમાંથી કોઈ પણ રીતે છોડાવી શક્યા છે?૧૪. જે પ્રજાઓનો વિનાશ મારા પિતૃઓએ કર્યો, તેઓના સર્વ દેવોમાં એવો કોણ હતો કે જે મારા હાથમાંથી પોતાના લોકોને છોડાવી શક્યો હોય કે, તમારો ઈશ્વર તમને મારા હાથમાંથી છોડાવી શકશે?૧૫. માટે હવે હિઝકિયાથી તમે છેતરાશો નહિ, તથા તે તમને એ પ્રમાણે ન ભરમાવે, તેમ જ તમારે પણ તેના પર ભરોસો ન રાખવો; કેમ કે કોઈ પ્રજા કે રાજ્યનો દેવ પોતાના લોકને મારા હાથમાંથી તથા મારા પિતૃઓના હાથમાંથી છોડાવી શક્યો નથી; તો મારા હાથમાંથી તમને છોડાવવાને તમારા ઈશ્વર કેટલાક શક્તિમાન નીવડશે?’”૧૬. તેના સરદારો પણ ઈશ્વર યહોવાની વિરુદ્ધ તથા તેમના સેવક હિઝકિયાની વિરુદ્ધ તેથી પણ વધારે બોલ્યઅ.૧૭. વળી તેણે ઇઝરાયલના ઈશ્વર યહોવાની નિંદા કરીને તથા તેમની વિરુદ્ધ બોલીને એવા પત્રો લખ્યા, “જેમ દેશોના લોકોના દેવોએ પોતાના લોકને મારા હાથમાંથી છોડાવ્યા નથી, તેમ હિઝકિયાનો ઈશ્વર પોતાના લોકને મારા હાથમાંથી છોડાવી શકશે નહિ.”૧૮. યરુશાલેમના જે લોક કોટ ઉપર ઉભેલા હતા તેઓ બીકથી ગભરાઈ જાય, અને પોતે નગર સર કરી શકે, માટે તેઓની સામે તેઓ યહૂદી ભાષામાં બરાડા પાડીને બોલ્યા.૧૯. જગતના લોકના દેવો જેઓ માણસના હાથથી બનેલા છે તેઓમાંનો એક યરુશાલેમનો ઈશ્વર પણ છે એમ તેઓ બોલ્યા.૨૦. આ ઉપરથી હિઝકિયા રાજાએ તથા આમોસના પુત્ર યશાયા પ્રબોધકે પ્રાર્થના કરતાં આકાશ તરફ [ઊંચું જોઈને] વિનંતી કરી.૨૧. ત્યારે યહોવાએ એક દૂત મોકલ્યો, તેણે આશૂરના રાજાની છાવણીમાંના સર્વ પરાક્રમી યોદ્ધાઓનો, સરદારોનો તથા અમલદારોનો સંહાર કર્યો; તેથી તેને વીલે મોઢે પોતાના દેશમાં પાછા ફરવું પડ્યું. તે પોતાના દેવના મંદિરમાં ગયો. ત્યાં તેના પેટના દીકરાઓએ તેને તરવારથી મારી નાખ્યો.૨૨. આ પ્રમાણે યહોવાએ હિઝકિયાને તથા યરુશાલેમનાં રહેવાસીઓને આશૂરના રાજા સાન્હેરીબના હાથમાંથી તથા બીજા સર્વના હાથમાંથી ઉગારી લીધા, ને ચારે તરફ તેઓનું રક્ષણ કર્યુ.૨૩. ઘણા લોકો યરુશાલેમમાં યહોવાને માટે અર્પણો લાવ્યા, તથા યહૂદિયાના રાજા હિઝકિયાને ઉત્તમ વસ્તુઓ ભેટ આપી; આ સમયથી તે સર્વ પ્રજાઓમાં નામાંકિત થયો.૨૪. તે પછી હિઝકિયા મરણતોલ માંદો પડ્યો, ત્યારે તેણે યહોવાની પ્રાર્થના કરી. તેના જવાબમાં તેને એક ચિહ્ન આપવામાં આવ્યું.૨૫. છતાં હિઝકિયાએ પોતા પર થયેલા ઉપકારનો બરાબર બદલો વાળ્યો નહિ; તે ઉન્મત્ત બની ગયો, તેથી તેના પર તેમ જ યહૂદિયા તથા યરુશાલેમ પર કોપ આવ્યો.૨૬. ત્યારે હિઝકિયા પોતાનું અભિમાન છોડીને છેક દીન બની ગયો, એટલે તેના પર તથા યરુશાલેમના રહેવાસીઓ પર યહોવાનો કોપ હિઝકિયાના સમયમાં આવ્યો નહિ.૨૭. હિઝકિયાને પુષ્કળ દ્રવ્ય તથા માન મળ્યું, તેણે પોતાને માટે સોનુંરૂપું, મૂલ્યવાન હીરામાણેક, સુગંધીદ્રવ્યો, ઢાલો તથા સર્વ પ્રકારનાં સુંદર પાત્રો, ભરવાને માટે ભંડારો બનાવ્યા.૨૮. વળી અનાજ, દ્રાક્ષારસ તથા તેલને માટે કોઠારો, તથા સર્વ પ્રકારના પશુઓને માટે કોઢિયાં, તથા [ઘેટાં-બકરાંનાં] ટોળાંને માટે વાડા [બનાવ્યા].૨૯. વળી તેણે પોતે નગરો વસાવ્યાં, તથા ઘેટાંબકરાંની તથા બીજા ઢોરની પુષ્કળ સંપત્તિ પ્રાપ્ત કરી. ઈશ્વરે તેને અતિશય દ્રવ્ય આપ્યું હતું.૩૦. એ જ હિઝકિયા ગિહોનના ઉપલા ઝરાના પાણી બંધ કરીને સીધાં દાઉદનગરની પશ્ચિમે વાળી લાવ્યો; હિઝકિયા પોતાનાં સર્વ કામોમાં ફતેહ પામ્યો.૩૧. દેશમાં જે ચમત્કાર થયો હતો તે વિષે તજવીજ કરવા માટે બાબિલના સરદારોને તેની પાસે એલચીઓ મોકલ્યા હતા. તેની કસોટી થાય, ને તેના અંત:કરણમાં જે કંઈ હતું તે બધું જાણવામાં આવે માટે ઈશ્વરે તેને સ્વતંત્ર મૂક્યો.૩૨. હિઝકિયાનાં બાકીના કાર્યો, તથા તેના સુકૃત્યો યહૂદિયા તથા ઇઝરાયલના રાજાઓનાં પુસ્તકમાં, આમોસના પુત્ર યશાયા પ્રબોધકના સંદર્શનમાં લખેલાં છે.૩૩. હિઝકિયા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો, ને દાઉદના પુત્રોના કબરસ્તાનના ઉપલા ભાગમાં લોકોએ તેને દાટ્યો, યહૂદિયાના તથા યરુશાલેમનાં સર્વ રહેવાસીઓએ તેના અંતકાળે તેને માન આપ્યું, તેનો પુત્ર મનાશ્શા તેની પાછળ રાજા થયો.૨ ક્રોનિકલ્સ ૩૩:૧-૨૫૧. મનાશ્શા રાજ કરવા લાગ્યો ત્યારે તે બાર વર્ષનો હતો. તેણે પંચાવન વર્ષ સુધી યરુશાલેમમાં રાજ કર્યું.૨. જે વિદેશીઓને યહોવાએ ઇઝરાયલી લોકોની આગળથી હાંકી કાઢ્યા હતા, તેઓના જેવા ધિક્કારપાત્ર કૃત્યો કરીને યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે તેણે કર્યું,૩. કેમ કે તેના પિતા હિઝકિયાએ જે ઉચ્ચસ્થાનો તોડી પાડ્યાં હતાં, તે તેણે ફરી બાંધ્યાં. વળી તેણે બાલીમને માટે વેદિઓ ઊભી કરી, અશેરોથ મૂર્તિઓ બનાવી, તથા આકાશના તારામંડળને ભજીને તેઓની સેવા કરી.૪. યરુશાલેમમાંના જે મંદિર વિષે યહોવાએ કહ્યું હતું કે ‘તેમાં મારું નામ કાયમ રહેશે’, તે જ મંદિરમાં તેણે વેદીઓ બાંધી.૫. તેણે આકાશના તારામંડળને માટે યહોવાના મંદિરનાં બન્ને ચોકમાં વેદીઓ બાંધી.૬. વળી તેણે હિન્નોમપુત્રોની ખીણમાં પોતાનાં છોકરાંનું અગ્નિમાં બલિદાન આપ્યુ, શુકન જોવડાવ્યાં, જાદુમંત્રોનો ઉપયોગ કર્યો, ને ભૂવા તથા જાદુગરોની સાથે વ્યવહાર રાખ્યો. આ પ્રમાણે યહોવાની ર્દષ્ટિમાં ભુડું કરીને તેણે પોતાના ઉપર તેનો કોપ વહોરી લીધો.૭. જે [મંદિર] વિષે ઈશ્વરે દાઉદને તથા તેના પુત્ર સુલેમાનને કહ્યું હતું, ‘આ મંદિરમાં તેમ જ યરુશાલેમ કે જે નગર મેં ઇઝરાયલના સર્વ કુલોમાંથી પસંદ કર્યું છે, તેમાં મારું નામ હું સદા રાખીશ, ’ તે ઈશ્વરના મંદિરમાં તેણે કોતરેલી મૂર્તિ મૂકી.૮. મૂસાની મારફતે જે આજ્ઞાઓ મેં આપી છે તે પ્રમાણે સર્વ નિયમ, વિધિઓ તથા કાનૂનો જો ફક્ત તેઓ પાળશે અને અમલમાં લાવશે, તો જે દેશ મેં તમારા પિતૃઓને ઠરાવી આપ્યો છે, તેમાંથી ઇઝરાયલના પગ હું ફરીથી કદી ખસેડીશ નહિ.૯. મનાશ્શાએ યહૂદિયાને તથા યરુશાલેમના રહેવાસીઓને કુમાર્ગે ચઢાવીને જે પ્રજાઓની યહોવાએ ઇઝરાયલી લોકો આગળથી નાશ કર્યો હતો તેઓના કરતાં પણ તેમની પાસે વધારે દુષ્ટતા કરાવી.૧૦. યહોવાએ મનાશ્શાને તથા તેના લોકને ચેતવ્યા, પણ તેઓએ બિલકુલ ગણકાર્યું નહિ.૧૧. તેથી તેઓની વિરુદ્ધ યહોવા આશૂરના રાજાના સેનાપતિઓને લાવ્યા. અને તેઓ મનાશ્શાને સાકળોથી જકડી લઈને તથા બેડીઓ પહેરાવીને બાબિલ લઈ ગયા.૧૨. તે સંકટમાં આવી પડયો, ત્યારે તેણે પોતાના ઈશ્વર યહોવાના કાલાવાલા કર્યા; અને પોતાના પિતૃઓના ઈશ્વરની આગળ તે અતિશય દીન થઈ ગયો.૧૩. તેણે એની પ્રાર્થના કરી, ત્યારે યહોવાએ તેની આજીજી માન્ય કરીને તેની વિનંતી સાંભળી, અને તેને યરુશાલેમમાં તેના રાજ્યમાં પાછો લાવ્યા. આથી મનાશ્શાએ જાણ્યું કે યહોવા તે જ ઈશ્વર છે.૧૪. તે પછી તેણે દાઉદનગરનો બહારનો કોટ, ગિહોનની પશ્ચિમ બાજુએ, ખીણમાં છેક મચ્છી ભાગળના નાકા સુધી બાંધ્યો. તેણે ઓફેલની આસપાસ વધારીને તેને ઘણો ઊંચો કર્યો; તેણે યહૂદિયાના સર્વ કિલ્લાવાળા નગરોમાં શૂરા સરદારો રાખ્યા.૧૫. તેણે અન્ય દેવોને તથા યહોવાના મંદિરમાંથી પેલી મૂર્તિને, તથા જે સર્વ વેદીઓ તેણે યહોવાના મંદિરના પર્વત પર તથા યરુશાલેમમાં બાંધી હતી, તે સર્વને કાઢીને નગર બહાર નાખી દીધી.૧૬. તેણે યહોવાની વેદીને સમારીને તેના પર શાંત્યર્પણોના તથા આભાર માનવાને કરેલા અર્પણના યજ્ઞો કર્યા, ને યહૂદિયાને ઇઝરાયલના ઈશ્વર યહોવાની સેવા કરવાની આજ્ઞા આપી.૧૭. તેમ છતાં હજી પણ લોકો ઉચ્ચસ્થાનોમાં યજ્ઞ કરતા હતા, પણ તે ફક્ત પોતાના ઈશ્વર યહોવા પ્રત્યે કરતા.૧૮. મનાશ્શાનાં બાકીના કૃત્યો, તેણે પોતાના ઈશ્વરની આગળ કરેલી પ્રાર્થના, ઇઝરાયલના ઈશ્વર યહોવાને નામે પ્રબોધકોને તેની આગળ ઉચ્ચારેલાં વચનો તે સર્વ ઇઝરાયલના રાજાઓના પુસ્તકમાં લખેલાં છે.૧૯. તેની પ્રાર્થના, માન્ય થયેલા તેના કાલાવાલા, તેણે દીનતા ધારણ કરી તે અગાઉનાં તેનાં સર્વ પાપ, તથા તેનું ઉલ્લંઘન, તથા જે જગાઓમાં તેણે ઉચ્ચસ્થાનો બાંધ્યાં, ને અશેરીમ તથા કોતરેલી મૂર્તિઓ બેસાડી તે સર્વ હોઝાયની તવારીખમાં લખેલાં છે.૨૦. મનાશ્શા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો, ને૪ લોકોએ તેને તેના પોતાના મહેલમાં દાટ્યો. તેનો પુત્ર આમોન તેની જગાએ રાજા થયો.૨૧. આમોન રાજા થયો ત્યારે તે બાવીસ વર્ષનો હતો; તેણે યરુશાલેમમાં બે વર્ષ સુધી રાજ કર્યું.૨૨. જેમ તેના પિતા મનાશ્શાએ કર્યું હતું તેમ તેણે યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે જ કર્યું, તેના પિતા મનાશ્શાએ કોતરેલી મૂર્તિઓ બનાવી હતી તે સર્વને આમોને બલિદાન આપ્યાં ને તેઓની ઉપાસના કરી.૨૩. જેમ તેનો પિતા મનાશ્શા દીન થયો નહિ; પણ આમોન ઉત્તરોત્તર અધિક અપરાધ કરતો ગયો.૨૪. તેના ચાકરોએ તેની વિરુદ્ધ બંડ કરીને તેના પોતાના મહેલમાં જ તેને કાપી નાખ્યો.૨૫. પણ દેશના લોકોએ આમોન રાજાની વિરુદ્ધ બંડ ઉઠાવનાર સર્વને મારી નાખીને તેના પુત્ર યોશિયાને તેની જગાએ રાજા ઠરાવ્યો.ગીતશાસ્ત્ર ૮૫:૮-૧૩૮. યહોવા ઈશ્વર જે બોલે તે હું સાંભળીશ; કેમ કે તે પોતાના લોકો તથા પોતાના ભક્તોની સાથે શાંતિની વાત કરશે; પણ તેઓ મૂર્ખાઈ તરફ પાછા ફરી ન જાય.૯. નિશ્ચે તેમનું તારણ તેમના ભક્તોની પાસે છે; જેથી અમારા દેશમાં ગૌરવ રહે.૧૦. કૃપા તથા સત્યતા એકબીજાની સાથે મળેલી છે; ન્યાયીપણાએ તથા શાંતિએ એકબીજાને ચુંબન કર્યું છે.૧૧. સત્યતા પૃથ્વીમાંથી નીકળી આવે છે; અને ન્યાયીપણાએ આકાશમાંથી નજર કરી છે.૧૨. વળી યહોવા કલ્યાણ બક્ષશે; અને આપણો દેશ સારી ઊપજ આપશે.૧૩. ન્યાયીપણું તેમની આગળ ચાલશે; અને તેમનાં પગલાંને આપણે માટે માર્ગરૂપ કરશે.ઉકિતઓ ૨૧:૧૨-૧૨૧૨. નેક પુરુષ દુષ્ટો વિષે વિચાર કરે છે કે, તેઓ કેવા ઊથલી પડીને પાયમાલ થાય છે!અધિનિયમો ૨૦:૧૭-૩૮૧૭. પછી તેણે મિલેતસથી એફેસસ [સંદેશો] મોકલીને મંડળીના વડીલોને પોતાની પાસે બોલાવ્યા.૧૮. તેઓ આવ્યા ત્યારે તેણે તેઓને કહ્યું, “આસિયામાં મેં પ્રથમ પગ મૂકયો તે દિવસથી માંડીને એ બધો વખત હું તમારી સાથે રહીને શી રીતે વર્ત્યો છું.૧૯. એટલે મનની પૂરી નમ્રતાથી તથા આંસુઓ સહિત, અને યહૂદીઓનાં કાવતરાંથી મારા પર જે જે સંકટ આવી પડ્યાં તે સહન કરીને હું પ્રભુની સેવા કરતો હતો, એ તમે પોતે જાણો છો.૨૦. વળી જે કાંઈ વાત હિતકારક હોય તે તમને જણાવવાને મેં આંચકો ખાધો નથી, પણ પ્રગટ રીતે તથા ઘેરઘેર તમને બોધ કર્યો.૨૧. અને ઈશ્વરની આગળ પસ્તાવો કરવો, તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખવો, એવી સાક્ષી મેં યહૂદીઓને તથા ગ્રીકોને આપી [તે પણ તમે જાણો છો].૨૨. હવે જુઓ, હું આત્માના બંધનમાં યરુશાલેમ જાઉં છું, ત્યાં મારા પર શું શું વીતવાનું છે એ હું જાણતો નથી;૨૩. માત્ર હું એટલું જ [જાણું છું] કે, દરેક શહેરમાં પવિત્ર આત્મા મને એવી સાક્ષી આપે છે કે બંધનો તથા સંકટો તારી રાહ જુએ છે.૨૪. પણ હું મારો જીવ વહાલો ગણીને તેની કંઈ પણ દરકાર કરતો નથી, એ માટે કે મારી દોડ અને ઈશ્વરની કૃપાની સુવાર્તાની સાક્ષી આપવાની જે સેવા પ્રભુ ઈસુ પાસેથી મને મળી છે તે હું પૂર્ણ કરું.૨૫. હવે જુઓ, હું જાણું છું કે, તમે સર્વ જેઓમાં હું ઈશ્વરનું રાજ્ય પ્રગટ કરતો ફર્યો છું, તેઓ [માંનો કોઈ પણ] મારું મોં ફરી જોશે નહિ.૨૬. તે માટે આજે હું તમને સાક્ષી આપું છું કે સર્વ માણસના લોહી વિષે હું નિર્દોષ છું.૨૭. કેમ કે ઈશ્વરનો પૂરો મનોરથ તમને જણાવવાને મેં આચંકો ખાધો નથી.૨૮. તમે પોતાના સંબંધી તથા જે ટોળા ઉપર પવિત્ર આત્માએ તમને અધ્યક્ષો નીમ્યા છે તે સર્વ સંબંધી સાવધાન રહો, જેથી ઈશ્વરની જે મંડળી તેમણે પોતાના લોહીથી ખરીદી તેનું તમે પાલન કરો.૨૯. હું જાણું છું કે મારા ગયા પછી ટોળા પર દયા નહિ રાખે એવા ક્રૂર વરુઓ તમારામાં દાખલ થશે.૩૦. અને તમારા પોતાનામાંથી પણ કેટલાક માણસો ઊભા થશે, અને શિષ્યોને પોતાની પાછળ ખેંચી લઈ જવા માટે અવળી વાતો બોલશે.૩૧. માટે જાગતા રહો, અને યાદ રાખો કે ત્રણ વરસ સુધી રાતદિવસ આંસુઓ પાડીને દરેકને બોધ કરવાને હું ચૂક્યો નથી.૩૨. હવે હું તમને ઈશ્વરને તથા તેમની કૃપાના વચનને સોંપુ છું. તે તમારી [આત્મિક] ઉન્નતિ કરવાને, તથા સર્વ પવિત્ર થયેલાઓમાં તમને વારસો આપવાને સમર્થ છે.૩૩. મેં કોઈના રૂપાનો, સોનાનો કે વસ્ત્રનો લોભ કર્યો નથી.૩૪. તમે પોતે જાણો છો કે મને તથા મારા સાથીઓને જે કંઈ જોઈતું હતું તે મેં આ હાથોથી પૂરું પાડયું છે.૩૫. કેવી રીતે ઉદ્યોગ કરીને તમારે નબળાઓને સહાય કરવી જોઈએ, તે મેં બધી વાતે તમને કરી બતાવ્યું છે. અને ‘લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે, ’ એ પ્રભુ ઈસુનું વચન જે તેમણે પોતે કહ્યું છે, એ તમારે યાદ રાખવું જોઈએ.”૩૬. એ પ્રમાણે વાત કર્યા પછી તેણે ઘૂંટણે પડીને તેઓ સર્વની સાથે પ્રાર્થના કરી.૩૭. તેઓ બધા બહુ રડ્યા, અને પાઉલને ગળે વળગીને તેઓએ તેને ચુંબન કર્યું.૩૮. “તમે મારું મોં ફરી જોનાર નથી.” એ વાત તેણે કહી હતી તેથી તેઓ વધારે ઉદાસ થયા, પછી તેઓ તેને વહાણ સુધી વળાવવા ગયા. Gujarati Bible (GUOV) 2016 Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ Copyright © Bible Society of India, 2016. Used by permission. worldwide