એક વર્ષમાં બાઇબલ ઓગસ્ટ ૩એસ્થર ૭:૧-૧૦૧. રાજા તથા હામાન એસ્તેર રાણીએ તૈયાર કરેલી મિજબાનીમાં આવ્યા.૨. બીજે દિવસે પણ દ્રાક્ષારસ પીતી વખતે રાજાએ એસ્તેરને પૂછ્યું,:”એસ્તેર રાણી, તારી શી અરજ છે? તે તને બક્ષવામાં આવશે, તારી વિનંતી શી છે? અર્ધા રાજ્ય સુધી તે મંજૂર થશે.”૩. ત્યાર એસ્તેર રાણીએ ઉત્તર આપ્યો, “હે રાજા, જો મારા પર આપની કૃપાર્દષ્ટિ હોય, અને જો આપની મરજી હોય, તો મને જીવતદાન આપો, એ મારી અરજ છે, અને મારા લોક મને આપો, એ મારી વિનંતી છે.૪. કારણ કે અમે, એટલે હું તથા મારા લોક, નાશ પામવા, મારી નંખાવા, તથા કતલ થઈ જવા માટે વેચાયાં છીએ. પણ જો અમે ગુલામો તથા ગુલામડીઓ થવા માટે વેચાયાં હોત તો હું મૂગી બેસી રહેત; પણ જે નુકસાન રાજાને થશે તેને મુકાબલે અમારું દુ:ખ કંઈ વિસાતમાં નથી.”૫. ત્યારે અહાશ્વેરોશ રાજાએ એસ્તેર રાણીને પૂછ્યું, “જેણે પોતાના મનમાં એ પ્રમાણે કરવા હિમ્મત ધરી છે, તે કોણ છે અને તે ક્યાં છે?”૬. એસ્તરે કહ્યું, “એ વેરી તથા શત્રુ તો આ દુષ્ટ હામાન જ છે.” [તે સાંભળીને] રાજા તથા રાણીની આગળ હામાન ગભરાયો.૭. રાજા પોતાના ક્રોધમાં મદ્યપાન છોડીને મહેલના બાગમાં ગયો; હામાન પોતાનો જીવ બચાવવાને માટે એસ્તેર રાણીને વિનંતી કરવાને ઊભો થયો; કેમ કે તે સમજી ગયો કે, “મારી પાયમાલી કરવાનો રાજાએ નિશ્ચય કર્યો છે.”૮. જ્યારે રાજા મહેલના બાગમાં મદ્યપાન કરવાની જગાએ પાછો આવ્યો, ત્યારે જે પલંગ પર એસ્તેર સૂતી હતી તે પર હામાન પડેલો હતો. રાજાએ કહ્યું, “શું મારા મહેલમાં મારી સંમુખ હામાન રાણી પર બળાત્કાર પણ કરશે?” આ શબ્દ રાજાના મોંમાંથી નીકળતાં જ હજૂરિયાઓએ હામાનનું મો ઢાંકી દીધું.૯. જે ખોજાઓ રાજાની હજૂરમાં તે વખતે ઊભા હતા તેઓમાંના એકે, એટલે હાર્બોનાએ કહ્યું, “મોર્દખાય, જેણે રાજાની ઉત્તમ સેવા બજાવી છે, તેને જ માટે પચાસ હાથ ઊંચી ફાંસી હામાને તૈયાર કરાવી છે. તે તેના ઘરમાં ઊભી કરેલી છે, ” રાજાએ કહ્યું, “તે ઉપર તેને ફાંસી આપો.”૧૦. એમ જે ફાંસી હામાને મોર્દખાયને માટે તૈયાર કરી હતી, તેના પર તેઓએ હામાનને જ ફાંસી આપી. ત્યાર પછી રાજાનો ક્રોધ શમી ગયો.એસ્થર ૮:૧-૧૭૧. તે દિવસે અહાશ્વેરોશ રાજાએ યહૂદીઓના શત્રુ હામાનનું ઘરબાર એસ્તેર રાણીને સોંપ્યું. મોર્દખાય રાજાની હજૂરમાં આવ્યો; કેમ કે તે પોતાનો શો [સગો] થતો હતો તે એસ્તેરે [રાજાને] જાહેર કર્યું હતું.૨. રાજાએ પોતાની મુદ્રિકા હામાનની પાસેથી પાછી લઈ લીધી હતી, તે કાઢીને તેણે મોર્દખાયને આપી. એસ્તેરે મોર્દખાયને હામાનના ઘરબારનો કારભારી ઠરાવ્યો.૩. એક વાર ફરીથી એસ્તેર રાજાની હજૂરમાં બોલી, અને તેને પગે પડીને આંખમાં આંસુ લાવીને તેના કાલાવાલા કર્યા, “અગાગી હામાનનું [યોજેલું] નુકસાન તથા યહૂદીઓની વિરુદ્ધ તેણે રચેલું કાવતરું રદ કરવું જોઈએ.”૪. ત્યારે રાજાએ એસ્તેરની સામે સોનાનો રાજદંડ ધર્યો એટલે એસ્તર ઊઠીને રાજાની હજૂરમાં ઊભી રહી.૫. તેણે કહ્યું, “જો આપની મરજી હોય, અને જો મારા પર આપની કૃપાદષ્ટિ હોય, અને આ વાત આપને યોગ્ય લાગતી હોય, અને આપની આંખોને હું ગમતી હોઉં, તો રાજાના સર્વ પ્રાંતોના યહૂદીઓનો નાશ કરવાના ઇરાદાથી અગાગી હામ્માદાથાના પુત્ર હામાને જે પત્રો લખ્યા હતા, તે રદ કરવાનો [હુકમ] આપવો જોઈએ;૬. કેમ કે મારા લોક પર જે વિપત્તિ આવી પડવાની છે તે મારાથી શી રીતે જોઈ શકાય? અથવા મારાં સગાંનો નાશ મારાથી શી રીતે જોઈ શકાય?”૭. ત્યારે અહાશ્વેરોશ રાજાને એસ્તેર રાણીને તથા યહૂદી મોર્દખાયને કહ્યું, “જુઓ, હામાનનાં ઘરબાર મેં એસ્તેરને સોંપ્યાં છે, અને તેને તેઓએ ફાંસી પર લટકાવ્યો છે, કારણ કે તેણે પોતાનો હાથ યહૂદીઓ પર નાખ્યો હતો.૮. તમને યોગ્ય લાગે તે પ્રમાણે તમે યહૂદીઓ ઉપર રાજાના નામથી લખાણ કરો, અને રાજાની મુદ્રિકાથી તે મુદ્રિત કરો; કેમ કે રાજાના નામથી લખાયેલો તથા રાજાની મુદ્રિકાથી મુદ્રિત થયેલો લેખ કોઈથી રદ થતો નથી.”૯. તે સમયે ત્રીજા માસની, એટલે સીવાન માસની, ત્રેવીસમી તારીખે રાજાના ચિટનીસોને બોલાવવામાં આવ્યા. મોર્દખાયની સર્વ આજ્ઞા પ્રમાણે, યહૂદીઓ ઉપર, તથા ભારતથી તે કૂશ સુધીના એક સો સત્તાવીસ પ્રાંતોના અમલદારો, સૂબાઓ તથા સરદારો ઉપર, જુદા જુદા પ્રાંતોમાં તેમની જુદી જુદી લિપિમાં, તથા જુદા જુદા લોકો ઉપર તેમની જુદી જુદી ભાષાઓમાં, તથા યહૂદીઓ ઉપર તેઓની લિપિમાં તથા તેઓની ભાષામાં [હુકમ] લખવામાં આવ્યો.૧૦. મોર્દખાયે અહાશ્વેરોશ રાજાના નામથી લખીને રાજાની મુદ્રિકાથી તે મુદ્રિત કરીને ઘોડેસવાર સંદેશિયાઓની, એટલે રાજાના કામમાં વપરાતા તથા રાજાની અશ્વશાળાની પેદાશના જલદ ઘોડા પર બેઠેલા સવારોની મારફતે પત્રો રવાના કર્યા.૧૧. તેમાં રાજાએ પ્રત્યેક નગરના યહૂદીઓને એવી પરવાનગી આપી હતી કે, તેઓ એકત્ર થઈને પોતાના જીવના રક્ષણને માટે એટલા સામા થાય કે, જે લોક તથા પ્રાંત તેઓ પર હુમલો કરે તેના સર્વ બળનો, [તેઓના] બાળકોનો તથા સ્ત્રીઓનો, વિનાશ કરે, તેમને મારી નાખે, તથા નષ્ટ કરે, અને તેઓને લૂટી લે.૧૨. તે [છૂટ] અહાશ્વેરોશ રાજાના સર્વ પ્રાંતોમાં એક જ દિવસે, એટલે બારમો માસ, જે અદાર માસ છે, તેની તેરમીએ [આપવામાં આવી].૧૩. એ હુકમ સર્વ પ્રાંતોમાં જાહેર કરવામાં આવે એટલા માટે તેની એકેક નકલ બધી પ્રજાઓમાં મોકલવામાં આવી. તે જ દિવસે યહૂદીઓએ પોતાના શત્રુઓ પર વેર વાળવાને તૈયાર રહેવાનું હતું.૧૪. એમ સરકારી કામમાં વપરાતા જલદ ઘોડાઓ પર સવાર થયેલા સંદેશિયાઓને રાજાની આજ્ઞાથી તાકીદ કરવામાં આવી હતી, તેઓ ચાલી નીકળ્યા, અને તે હુકમ સૂસાના મહેલમાં પ્રગટ કરવામાં આવ્યો.૧૫. મોર્દખાય આસમાની તથા સફેદ રાજપોશાક, ને સોનાનો મુગટ, અને બારીક શણનો તથા જાંબુડિયો જામો પહેરીને રાજાની હજૂરમાંથી નીકળ્યો; અને સૂસા નગરમાં હર્ષનો પોકાર થઈ રહ્યો.૧૬. થયેલા હર્ષનાદને લીધે યહૂદીઓ તેજોમય થયા, અને તેઓને માન પણ આપવમાં આવ્યું.૧૭. સર્વ પ્રાંતોમાં અને સર્વ નગરોમાં, એટલે જ્યાં જ્યાં રાજાની આજ્ઞા અને તેનો હુકમ ગયો, ત્યાં ત્યાં યહૂદીઓને હર્ષ પ્રદર્શિત કરવા માટે મિજબાની કરવાનો તે શુભ દિવસ બની રહ્યો. અને તે દેશના લોકોમાંના ઘણાક તો યહૂદી થઈ ગયા, કેમ કે તેઓને યહૂદીઓનો ડર લાગ્યો હતો.ગીતશાસ્ત્ર ૯૦:૭-૧૭૭. કેમ કે તમારા કોપથી અમારો નાશ થાય છે, અને તમારા રોષથી અમને ત્રાસ થાય છે.૮. તમે અમારા અન્યાય તમારી સમક્ષ, અમારાં ગુપ્ત પાપો તમારા મુખના પ્રકાશમાં મૂકયાં છે.૯. અમારા સર્વ દિવસો તમારા રોષમાં વીતી જાય છે; અમે નિસાસાની જેમ અમારાં વર્ષો પૂરાં કરીએ છીએ.૧૦. અમારી વયના દિવસો સિત્તેર વર્ષ જેટલા છે, અથવા બળના કારણથી તેઓ એંસી વર્ષ થાય, તોપણ તેઓનો ગર્વ શ્રમ તથા દુ:ખમાત્ર છે; કેમ કે તે વહેલી થઈ રહે છે, અને અમે ઊડી જઈએ છીએ.૧૧. તમારા કોપના બળને, તથા તમારો રોષ [ધ્યાનમાં લઈને] તે પ્રમાણે તમારી બીક રાખવી તે કોણ જાણે છે?૧૨. તમે અમને અમારા દિવસો એવી રીતે ગણવાને શીખવો કે અમને જ્ઞાનવાળું હ્રદય પ્રાપ્ત થાય.૧૩. હે યહોવા, પાછા આવો; ક્યાં સુધી? તમારા સેવકો પર કરુણા કરો.૧૪. સવારમાં તમારી કૃપાથી અમને તૃપ્ત કરો, જેથી અમે અમારા સર્વ દિવસો હર્ષ તથા આનંદમાં ગુજારીએ.૧૫. જે દિવસોમાં તમે અમને દુ:ખી કર્યા છે, અને જે વર્ષોમાં અમે પીડા ભોગવી છે, તે પ્રમાણે અમને આનંદ પમાડો.૧૬. તમારા સેવકોને તમારાં કૃત્યો, અને તેઓના દીકરાઓ પર તમારો મહિમા દેખાઓ.૧૭. અમારા પર અમારા ઈશ્વર યહોવાની કૃપા થાઓ; અને તમે અમારા હાથનાં કામ અમારે માટે સ્થાપન કરો; હા, અમારા હાથનાં કામ તમે સ્થાપન કરો.ઉકિતઓ ૨૨:૧૦-૧૧૧૦. તિરસ્કાર કરનારને દૂર કર, એટલે કજિયો સમી જશે; હા, તકરાર તથા લાંછનનો અંત આવશે.૧૧. જે હ્રદયની શુદ્ધતા ચાહે છે, તેની બોલવાની છટાને લીધે રાજા તેનો મિત્ર થશે.રોમન ૫:૧-૨૧૧. ત્યારે આપણને વિશ્વાસથી ન્યાયી ઠરાવવામાં આવ્યા છે, તેથી આપણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે ઈશ્વરની સાથે સમાધાન પામીએ છીએ.૨. આ જે કૃપામાં આપણે સ્થિર છીએ, તે [કૃપા] માં [ઈસુ] ને આશરે પણ વિશ્વાસથી પ્રવેશ પામેલા છીએ. વળી આપણે ઈશ્વરના મહિમાની આશાથી આનંદ કરીએ છીએ.૩. અને માત્ર એટલું જ નહિ, પરંતુ આપણે વિપત્તિમાં પણ આનંદ કરીએ છીએ, કેમ કે આપણે જાણીએ છીએ કે વિપત્તિ ધીરજને,૪. અને ધીરજ અનુભવને, અને અનુભવ આશાને ઉત્પન્ન કરે છે,૫. અને આશા શરમાવતી નથી, કેમ કે આપણને આપેલા પવિત્ર આત્માથી આપણા અંત:કરણમાં ઈશ્વરનો પ્રેમ વહેવડાવવામાં આવેલો છે.૬. કેમ કે આપણે હજી નિર્બળ હતા, એટલામાં યોગ્ય સમયે અધર્મીઓને માટે ખ્રિસ્ત મરણ પામ્યા.૭. હવે ન્યાયી માણસને માટે ભાગ્યે જ કોઈ મરે; સારા માણસને માટે કોઈ એક કદાચ મરવાને પણ છાતી ચલાવે.૮. પણ આપણે જયારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે માટે મરણ પામ્યા, એમ કરવામાં ઈશ્વર આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે.૯. ત્યારે આપણને હમણાં તેમના રક્તથી ન્યાયી ઠરાવવામાં આવ્યા છે, માટે તેમની મારફતે [ઈશ્વરના] કોપથી બચીશું તે કેટલું બધું ખાતરીપૂર્વક છે!૧૦. કેમ કે જયારે આપણે શત્રુ હતા, ત્યારે જો ઈશ્વરની સાથે તેમના દીકરાના મરણદ્વારા આપણો તેમની સાથે મિલાપ થયો, તો મિલાપ થયા પછી આપણે તેમના જીવનને લીધે બચીશું તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે!૧૧. એટલું જ નહિ, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તદ્વારા આપણો હમણાં મિલાપ થયો છે, તેમને આશરે આપણે ઈશ્વરમાં આનંદ પણ કરીએ છીએ.૧૨. તે માટે જેમ એક માણસથી જગતમાં પાપ પ્રવેશ્યું, ને પાપથી મરણ! અને બધાંએ પાપ કર્યું, તેથી સર્વ માણસોમાં મરણનો પ્રસાર થયો.૧૩. કેમ કે નિયમશાસ્ત્ર [પ્રગટ થયા] પહેલાં પણ પાપ જગતમાં હતું ખરું, તોપણ જ્યાં નિયમ ન હોય ત્યાં પાપ ગણાય નહિ.૧૪. તોપણ આદમથી તે મૂસા સુધી મરણે રાજ કર્યું, [હા,] જેઓએ આદમના ઉલ્લંઘન સમાન પાપ કર્યું નહોતું, તેઓના ઉપર પણ રાજ કર્યું. [આદમ] તો તે આવનારની એંધાણીરૂપ હતો.૧૫. પણ જેવું પાપ છે તેવું કૃપાદાન છે એમ નથી, કેમ કે જો એકના પાપને લીધે ઘણા મરણ પામ્યા, તો વિશેષે કરીને એક માણસની એટલે ઈસુ ખ્રિસ્તની કૃપાથી ઘણાના ઉપર ઈશ્વરની કૃપા તથા દાન પુષ્કળ થયાં છે.૧૬. એકના પાપનું પરિણામ જેવું થયું તેવું એ દાનનું નથી, કેમ કે એક [ના અપરાધ] થી ફેંસલો દંડરૂપ થયો, પણ ઘણા અપરાધોથી કૃપાદાન તો ન્યાયીકરણરૂપ થયું.૧૭. કેમ કે જો એકથી તેના પાપને લીધે મરણે રાજ કર્યું, તો જેઓ કૃપા તથા ન્યાયીપણાનું દાન પુષ્કળ પામે છે, તેઓ એકથી, એટલે ઈસુ ખ્રિસ્તથી, જીવનમાં રાજ કરશે તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે!૧૮. માટે જેમ એક અપરાધથી સર્વ માણસોને દંડાજ્ઞા થઈ, તેમ એક ન્યાયી કૃત્યથી સર્વ માણસોને જીવનરૂપ ન્યાયીકરણ [નું દાન] મળ્યું.૧૯. કેમ કે જેમ એક માણસના આજ્ઞાભંગથી ઘણાં પાપી થયાં, તેમ જ એકના આજ્ઞાપાલનથી ઘણાં ન્યાયી ઠરશે.૨૦. વળી, અપરાધ અધિક થાય, તે માટે નિયમશાસ્ત્રે પ્રવેશ કર્યો! પણ જ્યાં પાપ અધિક થયું, ત્યાં કૃપા તેથી અધિક થઈ;૨૧. જેથી જેમ પાપે મરણ [રૂપી રાજ્ય] માં રાજ કર્યું, તેમ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીકરણે કરીને સર્વકાળના જીવનને અર્થે કૃપા પણ રાજ કરે. Gujarati Bible (GUOV) 2016 Gujarati Old Version Reference Bible © Bible Society of India, 2016