એક વર્ષમાં બાઇબલ સપ્ટેમ્બર ૧૦યશાયાહ ૧૧:૧-૧૬૧. યિશાઈના ઠૂંઠામાંથી ફણગો ફૂટશે, ને તેની જડમાંથી ઊગતી એક ડાળીને ફળ આવશે.૨. યહોવાનો આત્મા, સુબુદ્ધિ તથા સમજનો આત્મા, વિવેકબુદ્ધિ તથા પરાક્રમનો આત્મા, જ્ઞાન તથા યહોવાના ભયનો આત્મા તેના પર રહેશે.૩. તે યહોવાના ભયમાં હરખાશે; અને પોતાની આંખે જોયા પ્રમાણે તે ઇનસાફ કરશે નહિ, ને પોતાના કાને સાંભળ્યા પ્રમાણે તે નિર્ણય કરશે નહિ.૪. પણ ન્યાયીપણાથી તે નિરાધારનો ઇનસાફ કરશે, ને નિષ્પક્ષપાતપણે તે દેશના દીનોના લાભમાં યથાર્થ નિર્ણય કરશે; અને પોતાના મોંની સોટીથી તે જુલમીને મારશે, ને પોતાના હોઠોના શ્વાસથી તે દુષ્ટોનો સંહાર કરશે.૫. ન્યાયીપણું તેનો કમરપટો, ને વિશ્વાસુપણું તેનો કમરબંધ થશે.૬. તે વખતે વરુ તથા હલવાન સાથે રહેશે, ચિત્તો લવારા પાસે સૂશે; વાછરડું, સિંહ તથા માતેલાં ઢોર એકઠાં રહેશે; અને નાનું છોકરું તેઓને દોરશે.૭. ગાય તથા રીંછ સાથે ચરશે; તેઓનાં બચ્ચાં ભેગાં સૂશે; અને સિંહ ઢોરની જેમ ઘાસ ખાશે.૮. ધાવણું બાળક સાપના દર પર રમશે, ને ધાવણ છોડાવેલું છોડાવેલું છોકરું નાગના રાફડા ઉપર પોતાનો હાથ મૂકશે.૯. મારા આખા પવિત્ર પર્વતમાં કોઈ પણ ઉપદ્રવ કરશે નહિ, તેમ વિનાશ કરશે નહિ; કેમ કે જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે, તે પ્રમાણે પૃથ્વી યહોવાના જ્ઞાનથી ભરપૂર થશે.૧૦. તે સમયે યિશાઈનું જે થડ લોકોને માટે ધ્વજારૂપ ઊભું છે, તેની પાસે આવવાને વિદેશીઓ શોધ કરશે; અને તેનું રહેઠાણ મહિમાવંત થશે.૧૧. તે સમયે પ્રભુ પોતાના લોકોના શેષને મેળવવાને માટે, એટલે જેઓ બાકી રહેલા છે તેઓને આશૂરમાંથી, મિસરમાંથી, પાથ્રોસમાંથી, કૂશમાંથી, એલામમાંથી, શિનારમાંથી, હમાથમાંથી તથા સમુદ્રના ટાપુઓમાંથી મેળવવાને માટે ફરી બીજી વાર પોતાનો હાથ લાંબો કરશે.૧૨. વિદેશીઓને માટે તે ધ્વજા ઊંચી કરશે, ને ઇઝરાયલના કાઢી મૂકેલાને એકત્ર કરશે, ને યહૂદિયાના વિખેરાઈ ગએલાને પૃથ્વીની ચારે દિશાથી ભેગા કરશે.૧૩. વળી એફ્રાઈમની અદેખાઈ મટી જશે, ને યહૂદાને પજવનારાને નાબૂદ કરવામાં આવશે; એફ્રાઈમ યહૂદાની અદેખાઈ કરશે નહિ, ને યહૂદા એફ્રાઈમને પજવશે નહિ૧૪. તેઓ ઊડીને પશ્ચિમમાં પલિસ્તીઓની ખાંધ પર ઊતરી પડશે. તેઓ એકત્ર થઈને પૂર્વની પ્રજાઓને લૂંટશે. તેઓ અદોમ તથા મોઆબને હસ્તગત કરશે; અને આમ્મોનીઓ તેઓના હુકમ માથે ચઢાવશે.૧૫. યહોવા મિસરના સમુદ્રની જીભને સૂકવી નાખશે; અને પોતાના ઉષ્ણ શ્વાસથી તે નદી પર પોતાનો હાથ હલાવશે, ને તેને મારીને સાત નાળાં કરશે, અને લોકો જોડા પહેરીને પાર જશે.૧૬. જેમ ઇઝરાયલને માટે તેના મિસરમાંથી ઉપર આવવાના સમયમાં હતી, તેવી સડક આશૂરમાંથી તેના લોકના શેષને માટે થશે.યશાયાહ ૧૨:૧-૬૧. તે સમયે તું કહેશે, “હે યહોવા, હું તમારી સ્તુતિ કરીશ; જો કે તમે મારા પર કોપાયમાન થયા હતા, તોપણ હવે તમારો રોષ શમી ગયો છે, ને તમે મને દિલાસો આપો છો.૨. જુઓ, ઈશ્વર મારું તારણ છે; હું [તેમના પર] ભરોસો રાખીશ, ને બીશ નહિ; કેમ કે યહોવા ઈશ્વર મારું સામર્થ્ય તથા મારું સ્તોત્ર છે; અને તે મારું તારણ થયા છે.”૩. ત્યારે તમે આનંદ સહિત તારણના ઝરાઓમાંથી પાણી ભરશો.૪. તે દિવસે તમે કહેશો, “યહોવાની આભારસ્તુતિ કરો, તેમનું નામ લઈને તેમને હાંક મારો, લોકોમાં તેમનાં કૃત્યો જાહેર કરો, તેમનું નામ શ્રેષ્ઠ છે એવું પ્રગટ કરો.૫. યહોવાનાં સ્તોત્ર ગાઓ; તેમણે ઉત્તમ કામો કર્યાં છે, એ આખી પૃથ્વીમાં વિદિત થાઓ.૬. હે સિયોનમાં રહેનારી, જોરથી પોકાર; કેમ કે ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] તારામાં મોટા મનાય છે.”ગીતશાસ્ત્ર ૧૦૬:૬-૧૮૬. અમારા પિતૃઓએ તેમ અમે પણ પાપ કર્યું છે, અમે અન્યાય કર્યો છે. અમે દુષ્ટતા કરી છે.૭. મિસરમાંના તમારા ચમત્કારો અમારા પિતૃઓ સમજ્યા નહિ; તેઓએ તમારી અપાર કૃપા સંભારી નહિ; પણ સમુદ્ર પાસે એટલે લાલ સમુદ્ર પાસે, તેઓએ તમને ચીડવ્યા.૮. તોપણ તેમણે પોતાના નામની ખાતર અને પોતાનું પરાક્રમ બતાવવાને માટે, તેમને તાર્યા;૯. લાલ સમુદ્રને પણ તેમણે ધમકાવ્યો, એટલે તે સુકાઈ ગયો; એ પ્રમાણે તેમણે જાણે મેદાનમાં હોય તેમ ઊંડાણોમાં થઈને તેઓને દોરી લીધા.૧૦. તેમણે તેઓના વૈરીઓના હાથમાંથી તેઓને તાર્યા, દુશ્મનના હાથમાંથી તેઓને છોડાવ્યા.૧૧. તેઓના દુશ્મનો પર પાણી ફરી વળ્યું; તેમાંનો એકે બચ્યો નહિ.૧૨. ત્યારે તેઓએ તેમની વાતો પર વિશ્વાસ રાખ્યો; તેઓએ તેમનાં સ્તોત્ર ગાયાં.૧૩. પણ તેઓ જલદી તેમનાં કૃત્યો વીસરી ગયા; તેમની સલાહ સાંભળવાને તેઓએ ધીરજ રાખી નહિ.૧૪. પણ અરણ્યમાં તેઓએ ઘણી જ દુર્વાસના કરી, અને રાનમાં ઈશ્વરની પરીક્ષા કરી.૧૫. તેમણે તેઓની માગણી પ્રમાણે તેમને આપ્યું; પણ તેઓને આત્મિક નુકસાન થયું.૧૬. તેઓએ છાવણીમાં મૂસાની તથા યહોવાના ભક્ત હારુનની પણ, અદેખાઈ કરી.૧૭. ભૂમિ ફાટીને દાથાનને ગળી ગઈ, અને અબિરામના મંડળને ઢાંકી દીધું.૧૮. તેઓના મંડળમાં અગ્નિ સળગી ઊઠ્યો! તેના ભડકાએ દુષ્ટોને બાળી નાખ્યા.ઉકિતઓ ૨૫:૩-૫૩. જેમ આકાશની ઊંચાઈ તથા પૃથ્વીનું ઊંડાણ, તેમ રાજાઓનું મન અગાધ છે.૪. રૂપામાંથી મેલ કાપી નાખો, તો તેમાંથી ગાળનારને માટે વાસણ નીપજે છે;૫. તેમ રાજા પાસેથી દુષ્ટોને દૂર કરો, તો તેનું રાજ્યાસન નેકીમાં સ્થિર થશે.૨ કોરીંથી ૨:૧-૧૭૧. પણ મેં પોતે એવો નિશ્ચય કર્યો છે કે, હું ફરી ખેદ પમાડવા તમારી પાસે નહિ આવું.૨. કેમ કે જો હું તમને ખેદિત કરું, તો જે મારાથી ખેદિત થયો હોય તેના સિવાય બીજો કોણ મને આનંદ આપે છે?૩. અને હું આવું ત્યારે જેઓથી મને હર્ષ પામવો ઘટે છે, તેઓથી મને ખેદ ન થાય, એ માટે મેં તમારા પર એ જ વાત લખી. હું તમો સર્વ પર ભરોસો રાખું છું કે મારો આનંદ તે તમો સર્વનો છે.૪. કેમ કે ઘણી વિપત્તિથી તથા અંત:કરણની વેદનાથી મેં ઘણાં આંસુઓ પાડીને તમારા પર લખ્યું. તે તમે ખેદિત થાઓ એ માટે નહિ, પણ તમારા ઉપર મારો જે અતિશય પ્રેમ છે તે તમે જાણો તે માટે [લખ્યું].૫. પણ જો કોઈએ ખેદ પમાડયો હોય, તો તે મને નહિ, પણ કેટલેક દરજ્જે (કેમ કે તે પર હું વિશેષ ભાર મૂકવા ચાહતો નથી) તમો સર્વને તેણે ખેદ પમાડયો છે.૬. એવા માણસને બહુમતીથી આ શિક્ષા [કરવામાં આવેલી] છે, તે બસ છે;૭. ઊલટું તમારે તો તેને માફી આપીને દિલાસો આપવો જોઈએ, રખેને કદાચ તેના અતિશય ખેદમાં તે ગરક થઈ જાય.૮. એ માટે હું તમને વિનંતી કરું છું કે તમે [ફરીથી] તેના પર પૂર્ણ પ્રેમ રાખો.૯. કેમ કે મારું લખવાનું પ્રયોજન પણ એ જ છે કે, તમે સર્વ વાતે આજ્ઞાકારી છો કે નહિ તે વિષે હું તમારી પરીક્ષા કરું.૧૦. પણ જેને તમે કંઈ પણ માફ કરો છો, તેને હું પણ [માફ કરું છું]; કેમ કે જો મેં પણ કંઈ પણ માફ કર્યું હોય, તો જે માફ કર્યું છે, તે તમારે લીધે ખ્રિસ્તની સમક્ષ માફ કર્યું છે૧૧. કે, જેથી શેતાન આપણા પર જરાયે ફાવી ન જાય; કેમ કે આપણે તેની યુક્તિઓથી અજાણ્યા નથી.૧૨. હવે ખ્રિસ્તની સુવાર્તા [પ્રગટ કરવા] માટે હું ત્રોઆસ આવ્યો ત્યારે પ્રભુથી મારે માટે એક દ્વાર ઉઘાડવામાં આવ્યું.૧૩. તેમ છતાં મારા આત્માને [કંઈ પણ] ચેન ન હતું, કેમ કે મારો ભાઈ તિતસ મને મળ્યો નહોતો; માટે તેઓની રજા લઈને હું મકદોનિયા આવ્યો.૧૪. પણ ઈશ્વર, જે સદા અમને ખ્રિસ્તની વિજયકૂચમાં બંદીવાન કરીને દોરી જાય છે, અને અમારી મારફતે પોતાના જ્ઞાનની સુવાસ દરેક સ્થળે ફેલાવે છે, તેમની સ્તુતિ થાઓ.૧૫. કેમ કે તારણ પામનારાઓમાં તથા નાશ પામનારાઓમાં અમે ઈશ્વરની આગળ ખ્રિસ્તની સુગંધરૂપ છીએ.૧૬. પાછલાને અમે મોતની મૃત્યુકારક વાસરૂપ, ને આગલાને જીવનની જીવનદાયક વાસરૂપ છીએ. તો એ કર્યાને માટે કોણ યોગ્ય છે?૧૭. કેમ કે ઘણાની જેમ અમે ઈશ્વરની વાતમાં ભેળ કરતા નથી, પણ શુદ્ધ અંત:કરણથી તથા ઈશ્વરના [અધિકારથી] તથા ઈશ્વરની સમક્ષ [બોલતા હોઈએ] તેમ અમે ખ્રિસ્તમાં બોલીએ છીએ. Gujarati Bible (GUOV) 2016 Gujarati Old Version Reference Bible © Bible Society of India, 2016