બાઇબલ સંસ્કરણની તુલના કરો
- |
|---|
| ૧ |
| ત્યારે હોડીમાં બેસીને ઈસુ પેલે પાર ગયા, ત્યાર પછી પોતાના નગરમાં આવ્યા. |
| ૨ |
| ત્યાં જુઓ, ખાટલે પડેલા એક લકવાગ્રસ્તને લોકો તેમની પાસે લાવ્યા, ઈસુએ તેઓનો વિશ્વાસ જોઈને પક્ષઘાતીને કહ્યું કે, "દીકરા, હિંમત રાખ, તારાં પાપ તને માફ થયા છે." |
| ૩ |
| ત્યારે શાસ્ત્રીઓમાંના કેટલાકે પોતાના મનમાં કહ્યું કે, "એ દુર્ભાષણ કરે છે." |
| Gujarati Bible 2019
GUJ-IRV Creative Commons License Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી) |
| ૧ |
| ઈસુ હોડીમાં બેસીને સરોવરને પેલે પાર પોતાના નગરમાં ગયા. |
| ૨ |
| કેટલાક લોકો લકવાવાળા માણસને પથારી સાથે જ ઉપાડી લાવ્યા. તેઓનો વિશ્વાસ લક્ષમાં લઈને ઈસુએ લકવાવાળા માણસને કહ્યું, દીકરા, હિંમત રાખ, તારાં પાપ માફ કરવામાં આવે છે. |
| ૩ |
| નિયમશાસ્ત્રના કેટલાક શિક્ષકો ત્યાં હતા. તેઓ મનોમન બબડયા, આ માણસ ઈશ્વરની નિંદા કરે છે! |
| Gujarati Bible 2016 (GUCL)
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L. 2016 by The Bible Society of India Used by permission. worldwide |
| ૧ |
| ત્યારે હોડીમાં બેસીને તે સામે પાર ગયા, ને પોતાના નગરમાં આવ્યા, |
| ૨ |
| અને જુઓ, ખાટલે પડેલા એક પક્ષઘાતીને લોકો તેમની પાસે લાવ્યા, ને ઈસુએ તેઓનો વિશ્વાસ જોઈને પક્ષઘાતીને કહ્યું, “દીકરા, હિમ્મત રાખ, તારાં પાપ તને માફ થયાં છે.” |
| ૩ |
| ત્યારે જુઓ, શાસ્ત્રીઓમાંના કેટલાએકે પોતાના મનમાં કહ્યું, ‘એ દુર્ભાષણ કરે છે.” |
| Gujarati Bible (GUOV) 2016
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ Bible Society of India, 2016. Used by permission. worldwide |
| ૧ |
| ઈસુ હોડીમાં બેઠો અને સરોવરને પેલે પાર ગયો અને પોતાના શહેરમાં આવ્યો. |
| ૨ |
| કેટલાએક લોકો પથારીવશ પક્ષઘાતી માણસને ઈસુ પાસે લાવ્યા. ઈસુએ જોયું કે તેઓને વિશ્વાસ છે તેથી ઈસુએ તે પક્ષઘાતી માણસને કહ્યું, “હે યુવાન માણસ, હિમ્મત રાખ. સુખી થા. તારાં બધાંજ પાપ માફ કરવામાં આવે છે.” |
| ૩ |
| કેટલાએક શાસ્ત્રીઓએ આ સાંભળ્યું અને અંદરો અંદર વાતો કરવા લાગ્યા કે, “આ માણસ પોતે જ દેવ હોય તેમ બોલે છે. આ રીતે તે દેવની વિરૂદ્ધ બોલે છે.” |
| Gujarati Bible ERV 2003
Gujarati Holy Bible: Easy-to-Read Version 2003 Bible League International |